17 વર્ષ બાદ અશુભ ગણાતા યમ ગ્રહનો શનિની રાશિમાં પ્રવેશ, 5 રાશિવાળાને બંપર આકસ્મિક ધનલાભ કરાવશે, ધન-સંપત્તિમાં થશે વધારો!

વૈદિક પંચાંગ મુજબ પ્લુટો એટલે કે યમ 1 નવેમ્બર 2021ના રોજ મકર રાશિમાં પ્રવેશ કરી ગયા હતા અને 27 માર્ચ 2029 સુધી આ રાશિમાં રહેશે. ત્યારબાદ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આવામાં યમ મકર રાશિમાં પૂરા 17 વર્ષ અને 26 દિવસ રહેશે. 17 વર્ષ સુધી મકર રાશિમાં રહેવાથી 12 રાશિવાળાના જીવનમાં કોઈને કોઈ પ્રભાવ જરૂર પડી શકે છે. 

1/7
image

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં નવગ્રહને સૌથી ખાસ માનવામાં આવે છે. પરંતુ એક નાનો ગ્રહ એવો છે જેને પ્લુટો કહેવામાં આવે છે. વર્ષ 2006માં નાસાએ આ ગ્રહને સૌથી નાનો હોવાના કારણે સૂર્યમંડળનો હિસ્સો ગણાતા આ ગ્રહને ફગાવી દીધો હતો. જો કે હિન્દુ શાસ્ત્રોમાં હજુ પણ તેનું ખુબ મહત્વ છે. જ્યોતિષ શાસ્ત્રમાં તેને અશુભ ગ્રહોમાંથી એક માનવામાં આવે છે. આ ઉપરાંત જ્યોતિષમાં આ ગ્રહને ભ્રષ્ટાચાર, ફ્રોડ, મૃત્યુ, વિનાશ અને પાપનું પ્રતિક ગણવામાં આવે છે. અત્રે જણાવવાનું કે યમ ગ્રહ પણ એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે જેની અસર તમામ રાશિઓ પર પડતી હોય છે. યમ એક રાશિમાં લગભગ 17-18 વર્ષ સુધી રહે છે. આવામાં એક રાશિમાં ફરીથી આવવા માટે તેને ઘણો સમય લાગે છે. અત્રે જણાવવાનું કે હાલ યમ શનિની રાશિ મકરમાં બિરાજમાન છે. કર્મફળદાતા શનિ અને યમ એક સાથે આવશે તો કેટલીક રાશિઓને ખુબ લાભ થઈ શકે છે તો કેટલાક રાશિવાળાઓએ સંભાળીને રહેવાની જરૂર છે. જાણો કોને ફાયદો થઈ શકે.   

વૃષભ

2/7
image

યમ ગ્રહ વૃષભ રાશિના નવમાં ભાવમાં બિરાજમાન છે. આવામાં આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કામો પૂરા થઈ શકે છે. આ ઉપરાંત ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે.   

કર્ક રાશિ

3/7
image

પ્લુટો કર્ક રાશિના સાતમાં ભાવમાં  બિરાજમાન છે. આવામાં આ રાશિના જાતકોને ખુબ લાભ થઈ શકે છે. જીવનસાથી સાથે સારા સંબંધ સ્થાપિત થઈ શકે છે. આ સાથે જ પરસ્પર તાલમેળથી તમે અનેક ક્ષેત્રોમાં સફળતા મેળવી શકો છો. 

તુલા રાશિ

4/7
image

તુલા રાશિના ચોથા  ભાવમાં રહીને પ્લુટો આકસ્મિક ધનલાભ કરાવી શકે છે. આ સાથે જ વાહન, ઘરનું સુખ મળી શકે છે. માતા પિતાનો પૂરેપૂરો સહયોગ મળશે. 

વૃશ્ચિક રાશિ

5/7
image

વૃશ્ચિક રાશિના ત્રીજા ભાવમાં હાજર પ્લુટો આ રાશિના જાતકો માટે ખુબ ખાસ સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકો પોતાના વ્યક્તિત્વમાં નિખાર લાવી શકે છે. જીવનમાં ખુશીઓની દસ્તક થઈ શકે છે. લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાનો ઉકેલ આવી શકે છે. 

ધનુ રાશિ

6/7
image

ધનુ રાશના જાતકોને પ્લુટો મકર રાશિમાં રહેવાથી મિક્સ અસર થઈ શકે છે. આ રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. આ સાથે જ બચત કરવામાં પણ સફળ રહેશો. પરંતુ તમારા દ્વારા કરાયેલી મહેનતનું ફળ મળશે નહીં. જેનાથી પરેશાન રહી શકો છો.   

Disclaimer:

7/7
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.