આ 5 રાશિ માટે લકી છે ફેબ્રુઆરી મહિનો, નોકરી-વેપારમાં ખૂલશે નસીબના તાળા

આ 5 રાશિ માટે લકી છે ફેબ્રુઆરી મહિનો, નોકરી-વેપારમાં ખૂલશે નસીબના તાળા
  • આ મહિનામાં અનેક ગ્રહોનું રાશિ પરિવર્તન થવાનું છે. જેને પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ અસર તમામ રાશિઓ પર જોવા મળશે
  • કરિયરના સંદર્ભે નોકરી કે બિઝનેસ કરનારાઓ માટે ફેબ્રુઆરી મહિનો કેવો રહેશે જાણી લો

ઝી મીડિયા/બ્યૂરો :વર્ષ 2021નો બીજો મહિનો ફેબ્રુઆરી (February 2021) ની શરૂઆત થઈ ચૂકી છે. ગ્રહ અને નક્ષત્ર તથા જ્યોતિષ શાસ્ત્ર (Jyotish Shastra) ની માનીએ તો ફેબ્રુઆરીનો મહિનો ખાસ બની રહેવાનો છે. તેનુ કારણ એ છે કે, આ મહિનામાં અનેક ગ્રહોનું રાશિ પરિવર્તન થવાનું છે. જેને પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ અસર તમામ રાશિઓ પર જોવા મળશે. પરંતુ કરિયર (Career) ના સંદર્ભે નોકરી કે બિઝનેસ કરનારાઓ માટે ફેબ્રુઆરી મહિનો કેવો રહેશે, લોકોની કિસ્મત ખૂલશે કે પછી લાભ થશે કે વધુ મહેનત કરવી પડશે, તે બધુ જ અહી જાણી લો.

કેવી રહેશે નોકરી અને વેપારની સ્થિતિ....

  • મેષ રાશિ

કરિયર અને આર્થિક મામલાના હેતુથી ફેબ્રુઆરી મહિનો મેશ રાશિવાળાઓ માટે શુભ રહેશે અને ધનની વૃદ્ધિ થશે. આમ તો કામનો બોજ તમારા પર વધુ રહેશે, પરંતુ તમે જવાબદારીની સાથે તમામ કામ પૂરા કરશો. મહિનાના અંતમાં સ્થિતિ તમારા અનુકૂળ બની રહેશે. 

  • વૃષભ રાશિ

આર્થિક દ્રષ્ટિકોણથી વૃષભ રાશિવાળાઓ માટે ફેબ્રુઆરી મહિનો અનુકૂળ રહેશે. તેમજ નોકરીમાં પગારમાં વધારો થવાથી ધનમાં વધારો થવાના યોગ બની રહ્યાં છે. કરિયરના સંદર્ભે આ મહિનો ઠીક રહેશે અને બિઝનેસ કરનારાઓને થોડું આર્થિક કષ્ટ પડી શકે છે.

આ પણ વાંચો : ફટ ફટ અવાજ કરીને બૂલેટ ફેરવનારાઓ ચેતી જજો, આ અપડેટ વાંચીને ગાડી ચલાવજો 

  • મિથુન રાશિ

કરિયરના હેતુથી અને આર્થિક દ્રષ્ટિકોણથી મિથુન રાશિવાળાઓ માટે આ મહિનો બહુ જ ઉતારચઢાવવાળો રહેવાનો છે. કારણ વગરના ખર્ચ વધશે. નોકરીમાં મરજી મુજબ પરિણામ ન મળવાથી નિરાશા સાંપડશે. જોકે, આત્મવિશ્વાસ ઓછો ન થવા દો. વેપાર સાથે જોડાયેલા લોકો સતર્ક રહેજો નહિ તો નુકસાન થઈ શકે છે. 

  • કર્ક રાશિ

આ રાશિઓ માટે ફેબ્રુઆરીનો મહિનો સારુ પરિણામ લઈને આવશે. બિઝનેસ કરનારા લોકોને દરેક યોજનામાં સફળતા મળશે. તેમને ફાયદો થશે. નોકરીવાળા લોકોની આર્થિક સ્થિતિ વધુ સારી રહેશે. શુભ સંયોગ બની રહેશે અને પ્રમોશનની શક્યતાઓ પણ બની રહેશે. તેથી પૂરતા જોશ સાથે તમારું કામ ચાલુ રાખજો.

  • સિંહ રાશિ

સિંહ રાશિવાળાઓ નવુ ઈન્વેસ્ટમેન્ટ કરી શકે છે. જેનાથી ધનની વૃદ્ધિ થવાની શક્યતા છે. નોકરી અને બિઝનેસના હેતુથી આ મહિનો થોડો ઉતાર ચઢાવવાળો રહેશે. વધુ મહેનત કર્યા બાદ પણ ચેલેન્જિસનો સામનો કરવો પડશે. વેપાર કરનારાઓને મુસાફરી કરવી પડી શકે છે. 

આ પણ વાંચો : એક નર્સે મોઢું દબાવ્યું, બીજીએ હાથ પકડ્યો... ત્યારે જઈને ડરને માર્યે ચીસાચીસ કરતી ડોક્ટરને વેક્સીન અપાઈ

  • કન્યા રાશિ

ફેબ્રુઆરીના મહિનામાં તમે ફ્યુચર પ્લાનિંગ કરો, કે આખરે તમે કરિયરને કેવી રીતે સારું બનાવી શકો છો. નોકરીવાળા લોકોની સામે કેટલાક ચેલેન્જિસ આવી શકે છે. પરંતુ તમે સારું કામ કરવાનું ચાલુ રાખો અને યોગ્ય સમયની રાહ જુઓ. બિઝનેસ કરનારા લોકોને વધુ મહેનત કરવી પડશે, પરંતુ ગભરાઓ નહિ બાદમાં સારુ પરિણામ મળશે.

  • તુલા રાશિ

ફેબ્રુઆરી મહિનામાં તુલા રાશિવાળાઓને કાર્યક્ષેત્રમાં સફળતા મળશે, પછી તે બિઝનેસ હોય કે પછી નોકરીવાળા લોકો હોય. જો તમે તમારા કામ પર ધ્યાન ન આપ્યું અને જરા પણ લાપરવાહી દાખવી તો ગડબડી પેદા થઈ શકે છે. પોતાના પર નિયંત્રણ રાખો અને વ્યર્થ ખર્ચાથી બચો. ફેબ્રુઆરી મહિનાના અંતમાં તમને કંઈક નવુ શીખવાની ઈચ્છા થશે. 

  • વૃશ્ચિક રાશિ

આ રાશિવાળાઓ માટે ફેબ્રુઆરીનો મહિનો ઠીકઠાક રહેશે. નોકરીવાળા લોકોને કાર્યક્ષેત્રમાં માન સન્માન મળી શકે છે. જેને કારણે તમને ઘણો લાભ થશે. વેપાર કરનારાઓને કેટલીક તકલીફોનો સામનો કરવો પડી શકે છે. તેથી કોઈના પર આંખ બંધ કરીને ભરોસો ન કરો. આ મહિને ખર્ચ વધશે, તેને કન્ટ્રોલ કરવાનો પ્રયાસ કરો.

  • ધન રાશિ

નોકરી હોય કે વેપાર, ધન રાશિવાળાઓ માટે ફેબ્રુઆરી મહિને અઢળક મહેનત લઈને આવ્યો છે. જો તમને મહેનત નહિ કરો તો તમારા હાથમાં સફળતા નહિ આવે. કાર્યક્ષેત્રમાં કેટલીક તકલીફો આવી શેક છે, તેથી સમજી વિચારીને ઈન્વેસ્ટ કરો.

  • મકર રાશિ

આર્થિક દ્રષ્ટિકોણથી જોઈએ તો ફેબ્રુઆરી મહિનો મકર રાશિના લોકો માટે સારો રહેશે. પરંતુ કરિયરના હેતુથી થોડો ઉતાર ચઢાવ આવી શકે છે. મહિનાની શરૂઆતમાં નોકરી અને વેપાર બંનેમાં કેટલીક તકલીફો આવી શકે છે. તેથી તમારા કામમાં કોઈ ઢીલ ન રાખો. મહેનત કરો અને તમારી સફળતાનો રસ્તો ખુદ બનાવો.

  • કુંભ રાશિ

નોકરી અને વેપારમાં કુઁભ રાશિવાળા લોકો નવા પ્રોજેક્ટ શરૂ કરી શકે છે. જેનાથી તમારી પ્રગતિ થશે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. નોકરીવાળી લોકોને તેમના સાથી કર્મચારીઓ તરફથી સહયોગ મળશે જેથી તેઓ સારું પ્રદર્શન કરી શકશે. વેપારમાં મોટો લાભ થવાની શક્યતા છે.

  • મીન રાશિ

મીન રાશિવાળા માટે આ મહિનો ખુશીઓ લઈને આવશે. બિઝનેસ વધશે, જેનાથી આ મહિને તમને બહુ જ લાભ થશે. જો તમે નોકરિયાત વર્ગના છો, તો તમારા માટે પ્રમોશનના યોગ બની રહ્યાં છે. જોકે, આ મહિને તમને ખર્ચ વધારે થશે. કાર્ય સંબંધી મુસાફરી શુભ પરિણામ આપશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news