Reliance-Future Deal: દિલ્હી HC એ મુકેશ અંબાણીને આપ્યો મસમોટો ઝટકો, જાણો શું છે મામલો

રિલાયન્સ અને ફ્યૂચર ગ્રુપ ડીલ પર મુકેશ અંબાણી  (Mukesh Ambani) ને જોરદાર ઝટકો મળ્યો છે. દિલ્હી હાઈકોર્ટે લગભગ 25000 કરોડ રૂપિયાની આ ડીલ પર યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે.

Reliance-Future Deal: દિલ્હી HC એ મુકેશ અંબાણીને આપ્યો મસમોટો ઝટકો, જાણો શું છે મામલો

દિલ્હી: રિલાયન્સ અને ફ્યૂચર ગ્રુપ ડીલ પર મુકેશ અંબાણી  (Mukesh Ambani) ને જોરદાર ઝટકો મળ્યો છે. દિલ્હી હાઈકોર્ટે લગભગ 25000 કરોડ રૂપિયાની આ ડીલ પર યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે આ ડીલમાં અમેઝોના હિતોની રક્ષા માટે વચગાળાના આદેશની જરૂર છે. સિંગાપુરની કોર્ટે (Singapore Tribunal) અગાઉ આ ડીલ પર રોક લગાવી હતી. 

રિલાયન્સ-ફ્યૂચર ડીલમાં મુકેશ અંબાણીને ઝટકો!
ચુકાદો ન આવે ત્યાં સુધી ફ્યૂચર રિટેલને યથાસ્થિતિ જાળવી રાખવાનું કહેવાયું છે. અમેઝોને (Amazon) દિલ્હી હાઈકોર્ટમાં સિંગાપુરની કોર્ટના ચુકાદાને લાગુ કરવાની અપીલ કરી હતી. અમેઝોનનું કહેવું હતું કે ફ્યૂચર ગ્રુપને મુકેશ અંબાણી (Mukesh Ambani) ના રિલાયન્સ ગ્રુપ સાથે ડીલ કરવા પર રોક લગાવવામાં આવે. આ અગાઉ દિલ્હી હાઈકોર્ટે 1 ફેબ્રુઆરીના રોજ અમેઝોન અને ફ્યૂચર રિટેલ લિમિટેડને સમજૂતિ અને સેટલમેન્ટ કરવા પર વિચાર કરવા જણાવ્યું હતું. કોર્ટે બંને કંપનીઓને પૂછ્યું કે શું તેઓ FRL અને રિલાયન્સ રિટેલ વચ્ચે 24,713 કરોડની ડીલથી પેદા થયેલા વિવાદને ઉકેલવા માટે તૈયાર છે. ડીલ પર યથાસ્થિતિ જાળવી રાખવાના આદેશથી મુકેશ અંબાણીએ ડીલ પૂરી કરવા માટે હાલ રાહ જોવી પડશે. 

ડીલ અંગે અમેઝોનને કેમ આપત્તિ છે
વાત જાણે એમ છે કે ઓગસ્ટ 2019માં અમેઝોને ફ્યૂચર કૂપન્સમાં 49 %ની ભાગીદારી ખરીદી હતી. અમેઝોને 1500 કરોડ રૂપિયાની ચૂકવણી કરી હતી. આ ડીલમાં શરત એ હતી કે અમેઝોનને 3 થી 10 વર્ષના સમય બાદ ફ્યૂચર રિટેલ લિમિટેડની ભાગીદારી ખરીદવાનો હક રહેશે. આ સાથે જ ફ્યૂચર રિટેલની ભાગીદારી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને ન વેચવાની પણ શરત હતી. આ દરમિયાન કિશોર બિયાણીએ ફ્યૂચર ગ્રુપના રિટેલ સ્ટોર, હોલસેલ અને લોજિસ્ટિક્સ કારોબાર રિલાયન્સને વેચવા માટે ડીલ કરી. આ ડીલ 24,713 કરોડ રૂપિયામાં થઈ. જેના વિરુદ્ધ અમેઝોને મધ્યસ્થતા અદાલતનો દરવાજો ખખડાવ્યો હતો. 

સિંગાપુર કોર્ટ ડીલ પર રોક લગાવી ચૂકી છે
Reliance-Future Deal ના વિરોધમાં અમેઝોને સિંગાપુરની મધ્યસ્થતા અદાલતમાં પણ ગુહાર લગાવી હતી ત્યારબાદ આ ડીલ પર સ્ટે લગાવવામાં આવ્યો હતો. કોર્ટના એકમાત્ર મધ્યસ્થ વી કે રાજાએ અમેઝોનની અરજી પર ચુકાદો અનામત રાખ્યો છે. હવે આ મામલે 3 સભ્યની મધ્યસ્થતા પેનલ અંતિમ ચુકાદો આપશે. આ પેનલમાં ફ્યૂચર અને અમેઝોન તરફથી એક એક સભ્ય હશે, એક સભ્ય તટસ્થ હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news