બેંગ્લોરઃ 6 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, સર્ચ ઓપરેશન શરૂ
Schools Receive Bomb Threats: ઈમેલ દ્વારા બેંગ્લોરની 6 શાળાઓને બોમ્બની ધમકી મળ્યા બાદ તેની જાણ પોલીસને કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ તમામ છ શાળાઓના પરિસરમાં પહોંચી અને તપાસ શરૂ કરી. જો કે હજુ સુધી કોઈપણ શાળામાંથી વિસ્ફોટક સામગ્રી મળી નથી.
Trending Photos
બેંગ્લુરું: કર્ણાટકની રાજધાની બેંગલુરુની શાળાઓમાં બોમ્બની ધમકીઓ ધરાવતો ઈ-મેલ મળ્યા બાદ ડરનો માહોલ ફેલાયો છે. પોલીસે આ વિશે માહિતી આપતાં જણાવ્યું કે, બેંગ્લોરની 6 શાળાઓમાં બોમ્બ હોવાની માહિતી મળ્યા બાદ શાળાઓમાં સર્ચ ઓપરેશન ચાલુ છે, જો કે હજુ સુધી એકપણ શાળામાંથી બોમ્બ મળ્યો નથી.
કોઈપણ શાળામાંથી મળ્યા નથી વિસ્ફોટકો
ઈમેલ દ્વારા બેંગ્લોરની 6 શાળાઓને બોમ્બની ધમકી મળ્યા બાદ તેની જાણ પોલીસને કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ તમામ છ શાળાઓના પરિસરમાં પહોંચી અને તપાસ શરૂ કરી. જો કે હજુ સુધી કોઈપણ શાળામાંથી વિસ્ફોટક સામગ્રી મળી નથી.
#UPDATE | Karnataka: As of now, bomb threat mail has been received by schools. Local jurisdictional police searching/checking the spot. Bomb checking squad is also on spot. Mail has been received, and our personnel will check it: Kamal Pant, Commissioner of Police Bengaluru City pic.twitter.com/yMm6PfXEcp
— ANI (@ANI) April 8, 2022
આ શાળાઓમાં મળી માહિતી
1. મહાદેવપુર પીએસ લિમિટેડ ગોપાલન ઇન્ટરનેશનલ સ્કૂલ
2. વર્થુર પીએસ લિમિટેડ દિલ્હી પબ્લિક સ્કૂલ
3. માર્થા હલ્લી પીએસ લિમિટેડ ન્યૂ એકેડમી સ્કૂલ
4. સેન્ટ વિન્સેન્ટ પોલ સ્કૂલ, હેન્નુર પીએસ
5. ઈન્ડિયન પબ્લિક સ્કૂલ, ગોવિંદપુરા
6. એબેનેઝર ઇન્ટરનેશનલ સ્કૂલ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે