વર્ષ 2019નું અંતિમ ચંદ્રગ્રહણ બાદ જાણો કઇ રાશિ પર કેવો પ્રભાવ
વર્ષ 2019નું અંતિમ ચંદ્રગ્રહણ (Lunar Eclipse 2019) પૂર્ણ થઇ ગયું છે અને હવે પછી બીજું ચંદ્રગ્રહણ છેક 2021માં જોવા મળશે. આ વખતનો ચંદ્રગ્રહણ પર દુર્લભ સંયોગ બન્યો હતો જે 149 વર્ષ પહેલા 12 જુલાઈ 1870ના રોજ ગુરૂપુર્ણિમા પર બન્યો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ વર્ષ 2019નું અંતિમ ચંદ્રગ્રહણ (Lunar Eclipse 2019) પૂર્ણ થઇ ગયું છે અને હવે પછી બીજું ચંદ્રગ્રહણ છેક 2021માં જોવા મળશે. આ વખતનો ચંદ્રગ્રહણ પર દુર્લભ સંયોગ બન્યો હતો જે 149 વર્ષ પહેલા 12 જુલાઈ 1870ના રોજ ગુરૂપુર્ણિમા પર બન્યો હતો. મોડીરાતે 1.31 વાગ્યે ચંદ્રગ્રહણ શરૂ થયું હતું જે સવારે 4.30 પૂર્ણ થયું હતું. ત્યારે આ ચંદ્રગ્રહણને દૂર્લભ અને ઐતિહાસિક માનવામાં આવે છે. તો આ ચંદ્રગ્રહણનો કઇ રાશિ પર કેવો પ્રભાવ પડી શકે છે.
ભારતીય સમય અનુસાર આ ગ્રહણ 16 જુલાઈની રાત્રે 1.31 કલાકે શરૂ થઇ અને 17 જુલાઈના રોજ સવારે 4.30 કલાકે સમાપ્ત થગું હતું. ચાલુ વર્ષનું આ અંતિમ ચંદ્રગ્રહણ હતું. આ ચંદ્રગ્રહણ ત્રણ કલાક ચાલ્યુ હતું. આ આંશિક ચંદ્રગ્રહણ સમગ્ર ભારતમાં જોવામાં આવ્યું હતું. ચંદ્રગ્રહણની આ ખગોળીય પ્રક્રિયામાં રસ ધરાવતા લોકો માટે આ ખાસ તક હતી.
જાણો કઇ રાશિ પર કેવો પ્રભાવ
- મેષ રાશિ: આ રાશિ માટે ગ્રહણ યોગ શુભ માનવામાં આવે છે. આ લોકોને સફળતાની સાથે જ માન-સન્માન પ્રાપ્ત થશે, ધન લાભ થવાની પણ સંભાવના છે.
- વૃષભ રાશિ: તમારા માટે આ ગ્રહણ કષ્ટદાયી રહેશે. કામ કરતી વખતે સાવચેત રહો, કારણ કે પૈસા ગુમાવવી પડી શકે છે.
- મિથુન રાશિ: તમારા માટે આ ગ્રહણ દુખદ સાબિત થશે. કામ સમય પર પુરા થશે નહીં. અડચણોનો સામનો કરવો પડશે. ધૈર્ય રાખો.
- કર્ક રાશિ: કર્ક રાશિ માટે ઉત્તમ સમય રહેશે. કામ જલદી પૂરા થશે અને ધારણા અનુરૂપ ફળ મળશે. સુખદ વાતાવરણ રહેશે.
- સિંહ રાશિ: તણાવ વધી શકે છે. અડચણો આવવાથી કોઇ કામમાં મન લાગશે નહીં. મનને શાંત રાખો. થોડા દિવસ બાદ સમય પક્ષનો થઇ જશે.
- કન્યા રાશિ: ચિંતાઓ વધી શકે છે. નોકરીમાં અધિકારીઓથી સહયોગ ના મળવાથી મન ઉદાશ રહેશે. પૂરા થયેલા કામ બગડી શકે છે.
- તુલા રાશિ: લાભદાયક સમય રહેશે. વિચારેલા કાર્ય સમય પર પૂર્ણ થશે. અવિવાહિત લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે.
- વૃશ્ચિક રાશિ: તમારે સાવચેત રહેવાનો સમય છે. થોડી બેદરકારી મોટું નુકસાન કરાવી શકે છે.
- ધન રાશિ: સતર્ક રહો. કોઇ નજીકનો વ્યક્તિ તેમને છેતરી શકે છે. નોકરીમાં નુકસાન થવાનો યોગ બની રહ્યો છે.
- મકર રાશિ: તમારે આ સમયમાં સંઘર્ષ કરવાનો છે. જૂની યોજનાઓ નિષ્ફળ થઇ સકે છે. કોઇ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ ના કરો.
- કુંભ રાશિ: આ રાશિના લોકો માટે સમય શુભ રહેવાના છે. પ્રમોશન મળી શકે છે. કાર્ય સમય પર પૂરા થઇ જશે અને વર્ચસ્વ વધશે.
- મીન રાશિ: તમારે લાંબા અંતરની યાત્રા કરવી પડી શકે છે. આ યાત્રાથી લાભ થશે. ભવિષ્યને લઇને પ્રસન્ન રહેશો.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે