જૂનાગઢ મનપાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું, શહેર પ્રમુખ વીનુ અમીપરા ભાજપમાં જોડાયા

જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણી પહેલા જ કૉંગ્રેસ ઘ્વસ્ત થઈ છે. ભાજપના મેગા ઓપરેશન હેઠળ જૂનાગઢ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વીનું અમીપરા ભાજપમાં જોડાયા છે. આજે ગુજરાત ભાજપના પ્રમુખ જીતુભાઇ વાઘાણીની હાજરીમાં તેમણે વિધીવત રીતે ભાજપમાં પ્રવેશ કર્યો છે. વીનુ અમીપરાની સાથે તેમના સમર્થકો પણ ભાજપમાં જોડાયા છે. 
જૂનાગઢ મનપાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું, શહેર પ્રમુખ વીનુ અમીપરા ભાજપમાં જોડાયા

હનીફ ખોખર/જુનાગઢ :જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણી પહેલા જ કૉંગ્રેસ ઘ્વસ્ત થઈ છે. ભાજપના મેગા ઓપરેશન હેઠળ જૂનાગઢ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વીનું અમીપરા ભાજપમાં જોડાયા છે. આજે ગુજરાત ભાજપના પ્રમુખ જીતુભાઇ વાઘાણીની હાજરીમાં તેમણે વિધીવત રીતે ભાજપમાં પ્રવેશ કર્યો છે. વીનુ અમીપરાની સાથે તેમના સમર્થકો પણ ભાજપમાં જોડાયા છે. 

ભાજપનું મેગા ઓપરેશન
જૂનાગઢ મનપાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં વધુ એક ગાબડું પડ્યું છે. થોડા દિવસ પહેલા ટિકીત વિતરણમાં અન્યાય થવાના મામલે વીનુ અમીપરાએ પોતાની નારાજગી કોંગ્રેસ પક્ષ સામે મૂકી હતી. ત્યારે મોવડી દ્વારા ટિકિટમાં અન્યાય થતા તેઓ નારાજ હતા, અને હવે ભાજપમાં પ્રવેશ કર્યો છે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં તેમણે આજે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, વીનુ અમીપરા લેઉવા પાટીદાર સમાજના ચહેરા તરીકેની છાપ ધરાવે છે. સાથે જ યુવા નેતા તરીકે જૂનાગઢમાં તેમની ઓળખ મજબૂત છે. કહેવાય છે કે, 2022 પહેલાની તૈયારી રૂપે જૂનાગઢ કોર્પોરેશન કબ્જે કરવા ભાજપે મેગા ઓપરેશન હાથ ધર્યું છે. 

વીનુ અમીપરાના સમર્થકો પણ જોડાયા 
વીનુ અમીપરા સાથે તેના સમર્થકો પણ આજે ભાજપમાં જોડાયા છે. જેના નામ નીચે મુજબ છે. 

  • વર્ષાબેન વડુકર 
  • ફિરોઝભાઈ નાયબ
  • બકુલભાઈ ભુવા
  • વર્ષાબેન લીંબડ
  • દિપકભાઈ મકવાણા
  • લાલીતાબેન ખુમાણ
  • નાગજીભાઈ હિરપરા
  • વિનુભાઈ ડાંગર
  • કિશોરભાઈ સાવલિયા
  • લક્ષમણ ભાઈ રાવલિયા
  • ઘનશ્યામભાઈ પોકિયા
  • અશ્વિનભાઈ રામાણી
  • ઇસ્માઇલભાઈ દલ
  • ભાવનાબેન ધડુક 
  • કૈલાસબેન વેગડા
  • સમીરભાઈ રાજા
  • હરિભાઈ હુણ
  • પરષોત્તમભાઈ પાટોળીયા

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news