Morning Drinks: સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો સવારે ખાલી પેટ ન પીવા આ 5 અનહેલ્ધી ડ્રિંક્સ
Morning Drinks:સ્વાસ્થ્ય કેવું રહેશે તેનો આધાર પણ સવારે તમે શું ખાવ છો અને પીવો છો તેના પર હોય છે. સવારનો સમય ફિઝિકલ અને મેન્ટલ એનર્જી એકત્ર કરવા માટેનો હોય છે. પરંતુ સવારના સમયે કેટલીક એવી વસ્તુઓનું સેવન કરી લેવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે.
Trending Photos
Morning Drinks: દિવસ કેવો પસાર થશે તેનો આધાર સવાર પર હોય છે. સાથે જ સ્વાસ્થ્ય કેવું રહેશે તેનો આધાર પણ સવારે તમે શું ખાવ છો અને પીવો છો તેના પર હોય છે. સવારનો સમય ફિઝિકલ અને મેન્ટલ એનર્જી એકત્ર કરવા માટેનો હોય છે. પરંતુ સવારના સમયે કેટલીક એવી વસ્તુઓનું સેવન કરી લેવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. આજે તમને પાંચ અનહેલ્ધી ડ્રિંક્સ વિશે જણાવીએ. આ પાંચ વસ્તુઓને સવારે ક્યારેય લેવી નહીં. સવારે ખાલી પેટ આ વસ્તુઓ પીવાથી બચવું જોઈએ.
સોડા
સવારના સમયે સોડા કે કોઈ પણ પ્રકારના કાર્બોનેટેડ ડ્રિંક્સ પીવાનું ટાળવું. આવા પીણામાં ખાંડ અને કેફિનનું પ્રમાણ વધારે હોય છે જે શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે પણ થોડી જ વારમાં થાક અને ઊર્જાની ખામીનો અનુભવ થવા લાગે છે. આવા પીણા પેટમાં ગેસ અને બ્લોટીંગની સમસ્યા પણ કરી શકે છે.
એનર્જી ડ્રિંક
સવારે ખાલી પેટ એનર્જી ડ્રિન્ક પણ લેવા નહીં. તેમાં કેફિન અને સુગર વધારે હોય છે જે શરીર માટે હાનિકારક છે. સવારે આવી વસ્તુઓ પીવાથી બ્લડ સુગર લેવલ વધી જાય છે. સાથે જ તે બ્લડ પ્રેશર અને હાર્ટ રેટને પણ વધારે છે.
મીઠી ચા કે કોફી
મોટાભાગના લોકોની સવારની શરૂઆત કડક મીઠી ચા અથવા તો કોફીથી થાય છે. પરંતુ ચા કે કોફીમાં વધારે ખાંડ ઉમેરીને પીવાથી તે નુકસાન કરે છે. સવારે ખાલી પેટ આ વસ્તુઓ પીવાથી વજન વધવાથી લઈને ડાયાબિટીસ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યા પણ થઈ શકે છે.
પેક્ડ ફ્રુટ જ્યુસ
તૈયાર ફ્રુટ જ્યુસ જે મહિનાઓથી બોક્સમાં પેક હોય છે તેને પણ હેલ્ધી ઓપ્શન માનવામાં આવે છે પરંતુ તે હેલ્થી નથી. તેમાં વધારે માત્રામાં સુગર અને પ્રિઝર્વેટિવ હોય છે જે સ્વાસ્થ્યને નુકસાન કરે છે. ફ્રેશ જ્યુસ ની સરખામણીમાં તેમાં ફાઇબર પણ ઓછું હોય છે. જો સવારે ફળનો રસ પીવો હોય તો તાજા ફળમાંથી રસ કાઢીને પીવો જ ઉત્તમ રહે છે.
ફ્લેવર્ડ મિલ્ક
લેવર્ડ મિલ્ક જેમ કે સ્ટ્રોબેરી મિલ્ક, ચોકલેટ મિલ્ક વગેરેમાં ખાંડનું પ્રમાણ વધારે હોય છે અને આર્ટિફિશિયલ ફ્લેવરનો ઉપયોગ થયો હોય છે. તે સ્વાસ્થ્ય સમસ્યાનું કારણ બને છે. તેનાથી વજન પણ ઝડપથી વધે છે. તેથી આવા દૂધ પીવાને બદલે બદામ કે સોયા મિલ્ક પીવું વધારે હેલ્ધી ગણાશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે