આફતવાળી આગાહી! અંબાલાલ અને પરેશ ગોસ્વામીએ કહ્યું આ જિલ્લાઓમાં બે દિવસ છે ખુબ જ ભારે!
Ambalal Patel Weather Update: ક્રિસમસ પહેલા ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી દીધી છે કે ધુમ્મસને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે. મતલબ કે આ વખતે ક્રિસમસ પર કડકડતી ઠંડી પડશે. બીજી બાજુ ગુજરાતમાં ભરશિયાળે વરસાદની આગાહી કરાઈ છે. અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ રાજ્યમાં 22 ડિસેમ્બરથી હવામાનમાં પલટો આવવાની આગાહી કરી છે. 25થી 27 ડિસેમ્બર અનેક જિલ્લામાં વરસાદની શક્યતા છે.
ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં બરફ વર્ષાને કારણે ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. ધીરે ધીરે તાપમાનનો પારો નીચે જઈ રહ્યો છે. કચ્છનું નલિયા તો 5 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. ઠંડીમાં હજુ વધારો થવાની સંભાવના છે. ત્યાં ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. ગુજરાતના આકાશમાં માવઠાના વાદળો બંધાયા છે. ત્યારે ક્યાં અને ક્યારે હળવા વરસાદની છે આગાહી?
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ ચાલુ છે. દરમિયાન ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે અને ધુમ્મસને લઈને યલો એલર્ટ જારી કર્યું છે. IMD અનુસાર, ઉત્તર-પશ્ચિમ ભારતના મુખ્ય સ્થળોએ આગામી 5 દિવસ સુધી કોલ્ડ વેવની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે. આનો અર્થ એ છે કે આ ક્રિસમસમાં ખૂબ જ ઠંડી રહેશે. જો તમે પણ બહાર જવાનું વિચારી રહ્યા છો તો સાવધાનીથી જાવ, નહીંતર બીમાર પડી શકો છો.
ભર શિયાળે આવી રહ્યું છે માવઠું. ઠંડીમાં આવવાનો છે વરસાદ. ખેડૂતો પર આવી રહ્યું છે સંકટ! માવઠાનો આ માર મારી નાંખશે! ગુજરાતના ખેડૂતો માટે આવ્યા માઠા સમાચાર. શિયાળામાં જેકેટ નહીં પહેરવો પડશે રેઈનકોટ? ગુજરાતના આકાશમાં આવ્યું માવઠાનું સંકટ. કયા જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી? ક્યારે ગુજરાતમાં વધશે ઠંડીનો ચમકારો?
શીત લહેરને લઈને ચેતવણી
ભારતીય હવામાન વિભાગ અનુસાર જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં આગામી 5 દિવસ સુધી કોલ્ડવેવની સ્થિતિ યથાવત રહેશે. રાજસ્થાન અને પંજાબમાં પણ બે દિવસ કોલ્ડ વેવ ચાલુ રહેશે, અહીં પણ કોલ્ડ વેવને લઈને ચેતવણી આપવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કોલ્ડવેવને ધ્યાનમાં રાખીને, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં આગામી 5 દિવસ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં હવામાન ખૂબ ઠંડુ રહેશે.
ગુજરાતના ખેડૂતો માટે આ વર્ષ કદાચ ભારે રહ્યું છે. ચોમાસામાં અતિવૃષ્ટી અને તે પહેલા થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડી. ત્યાં હવે માવઠાનો વધુ એક ગુજરાતના ખેડૂતો પડે તેવું મનાઈ રહ્યું છે. 25થી 28 ડિસેમ્બર વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી જાણિતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. માવઠાનો આ મારનો સામનો કરવા માટે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓએ તૈયાર રહેવું પડશે. જેમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લામાં કમોસમી વરસાદ થઈ શકે છે અને આ વરસાદ 10 MM જેટલો હોઈ શકે છે. ક્યાં વરસાદની આગાહી? બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ અને 10 MM જેટલો વરસાદ પડી શકે છે.
IMD અનુસાર, ઉત્તર-પશ્ચિમ ભારતમાં પછીથી કોલ્ડ વેવની અસર ઓછી થશે, પરંતુ 23 ડિસેમ્બરથી પંજાબ અને હરિયાણામાં ગાઢ ધુમ્મસની અસર જોવા મળી શકે છે. આ બંને રાજ્યો માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઉત્તર અને મધ્ય સિવાયના પણ ભાગોમાં સામાન્ય વરસાદની શક્યતાઓ છે. આ માવઠાનું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માનવામાં આવી રહ્યું છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં ભેજ સર્જાવાને કારણે વરસાદ ગુજરાતમાં પડી શકે છે. વરસાદ પછી 28 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધવાની પણ સંભાવના છે.
દિલ્હી-NCRમાં વરસાદથી વધશે મુશ્કેલી
IMD એ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગાઢ ધુમ્મસની ચેતવણી પણ જાહેર કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રવિવારે દિલ્હીમાં ગાઢ ધુમ્મસ રહેશે, જ્યારે 23 ડિસેમ્બરે મધ્યમ ધુમ્મસ રહેશે. દિલ્હીમાં 23 થી 25 ડિસેમ્બર દરમિયાન મધ્યમ ધુમ્મસની સ્થિતિ યથાવત રહેશે. જોકે, 26 અને 27 ડિસેમ્બરે વરસાદની સંભાવના છે, જેના કારણે દિલ્હી-એનસીઆરમાં ઠંડી વધુ વધી શકે છે.
આ રાજ્યોમાં પણ ગાઢ ધુમ્મસ
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પંજાબ, હરિયાણા, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, પૂર્વ રાજસ્થાન અને ઝારખંડમાં 22 ડિસેમ્બર સુધી ગાઢ ધુમ્મસ રહેશે. હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને મેઘાલયમાં પણ કડકડતી ઠંડી પડશે. આ દરમિયાન પંજાબ, હરિયાણા અને ઉત્તર રાજસ્થાનના કેટલાક ભાગોનું તાપમાન ઘટશે.
Trending Photos