Liver Damage: લીવર ફેલ થતા પહેલા શરીરમાં દેખાય છે આ 5 લક્ષણો, ક્યારેય ન કરવા ઈગ્નોર
Liver Damage: સતત ખરાબ ખાનપાન અને બીમારીના કારણે ખવાતી દવાઓના હેવી ડોઝથી લીવર ડેમેજ થઈ શકે છે. લીવર ડેમેજ થાય તો શરુઆતમાં કેટલાક લક્ષણ જોવા મળે છે. જો તેને ઓળખી અને કેટલાક ફેરફાર કરવામાં આવે તો કંડીશન સુધરી શકે છે.
Trending Photos
Liver Damage: લીવર શરીરનું મહત્વનું અંગ છે. જો કે મોટાભાગના લોકો લીવર ડેમેજ ન થઈ જાય ત્યાં સુધી તેના સ્વાસ્થ્ય પર ધ્યાન આપતા નથી. લીવર બોડીમાં 500 થી વધુ કામ કરે છે. તેમાં બધા જ પ્રકારના ટોક્સિનને ફિલ્ટર કરે છે અને બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. તે પ્રોટીન પણ બનાવે છે.
સતત ખરાબ ખાનપાન અને બીમારીના કારણે ખવાતી દવાઓના હેવી ડોઝથી લીવર ડેમેજ થઈ શકે છે. લીવર ડેમેજ થાય તો શરુઆતમાં કેટલાક લક્ષણ જોવા મળે છે. જો તેને ઓળખી અને કેટલાક ફેરફાર કરવામાં આવે તો કંડીશન સુધરી શકે છે.
લીવર ડેમેજ થયાના 5 શરુઆતી લક્ષણ
થાક
વધારે પ્રમાણમાં થાક લાગવો. એટલે કે આરામ કર્યા પછી પણ થાક દુર થતો ન હોય તો તે લીવર ડેમેજ થયું હોવાનો સંકેત હોય શકે છે. કારણ કે લીવરનું કામ શરીરને ઊર્જા આપવાનું છે. તે ડેમેજ થાય તો શરીરમાં પોષકતત્વોનું નિર્માણ થતું નથી.
ભુખ ઓછી લાગવી
તમે સ્વસ્થ આહાર લેતા હોય તેમ છતાં જો ઓછી ભુખ લાગે કે અચાનક વજન ઘટવા લાગે તો તે લીવરની સમસ્યાનો સંકેત હોય શકે છે. આવું એટલા માટે થાય છે કે ડેમેજ લીવર ભોજનમાંથી પોષકતત્વોને બરાબર રીતે અવશોષિક કરી શકતું નથી.
પેટમાં દુખાવો
પેટના ઉપરના ભાગમાં જમણી તરફ તીવ્ર દુખાવાનો અનુભવ થાય તો તે લીવર ડેમેજ થયાનો સંકેત હોય શકે છે. ક્યારેક દુખાવો વધારે તો ક્યારેક ઓછો હોય છે.
ત્વચા અને આંખ પીળી પડવી
જો ત્વચાનો રંગ અને આંખનો સફેદ ભાગ પીળો દેખાવા લાગે તો સમજવું કે લીવરમાં સમસ્યા છે. આ સૌથી મુખ્ય લક્ષણ છે. લીવર ડેમેજ થાય તો રક્તમાં બિલીરુબિન નામનું પદાર્થ વધી જાય છે.
પેશાબનો રંગ
લીવર ડેમેજ થઈ જાય તો પેશાબનો રંગ પણ ડાર્ક થઈ જાય છે. ડિહાઈડ્રેશનના કારણે પણ પેશાબનો રંગ બદલી શકે છે. પરંતુ પુરતી માત્રામાં પાણી પીધું હોય તો પણ પેશાબનો રંગ ઘાટો હોય તો તે ડેમેજ લીવરનું લક્ષણ હોય શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે