આગકાંડના ઘેરા પ્રત્યાઘાત, રાજકોટ પોલીસ કમિશનર અને મનપા કમિશનરની બદલી

રાજકોટમાં આગકાંડ બાદ રાજ્ય સરકારે કાર્યવાહી શરૂ કરી છે. રાજકોટના પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરની બદલી કરી દેવામાં આવી છે. 

આગકાંડના ઘેરા પ્રત્યાઘાત, રાજકોટ પોલીસ કમિશનર અને મનપા કમિશનરની બદલી

રાજકોટઃ રાજકોટ આગકાંડમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. શનિવારે થયેલી દુર્ઘટનામાં કુલ 28 લોકોના મોત થયા હતા. આ વચ્ચે રાજ્ય સરકારે રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિશિપલ કમિશનલ આનંદ પટેલની બદલી કરી દીધી છે. રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ કુમાર ઝાની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે નવા મનપા કમિશનર તરીકે ડીપી દેસાઈની નિમણૂંક કરવામાં આવી છે. 

રાજકોટના નવા મનપા કમિશનરની વરણી
રાજ્ય સરકારે આગકાંડ બાદ રાજકોટના મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી કરી છે. ત્યારબાદ સરકાર દ્વારા રાજકોટના નવા મનપા કમિશનર તરીકે ડીપી દેસાઈની નિમણૂંક કરવામાં આવી છે. 

રાજ્ય સરકારનો આદેશ
રાજકોટ આગકાંડ બાદ રાજ્ય સરકાર સક્રિય થઈ છે. રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની બદલી કરવામાં આવી છે. હવે રાજકોટ પોલીસ કમિશનરની જવાબદારી બ્રિજેશ કુમાર ઝાને સોંપવામાં આવી છે. આ સિવાય રાજકોટના મ્યુનિસિપલ કમિશનરની પણ બદલી કરી દેવામાં આવી છે. 

No description available.

નવી નિમણૂંક ન આપી
રાજ્ય સરકારના આદેશમાં રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની બદલી કરવામાં આવી છે પરંતુ તેને નવું પોસ્ટિંગ આપવામાં આવ્યું નથી. આ સિવાય રાજકોટના એડમિશનલ કમિશનર ઓફ પોલીસ વિધિ ચૌધરીની પણ બદલી કરવામાં આવી છે, વિધિ ચૌધરીને નવું પોસ્ટિંગ આપવામાં આવ્યું નથી. આ સિવાય સુધીરકુમાર જે દેસાઈ, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ઝોન-2 રાજકોટની પણ બદલી કરવામાં આવી છે. 

7 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે રાજકોટ ગેમ ઝોન અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી અને વ્યક્તિગત નિરીક્ષણ કર્યું હતું. જે બાદ મુખ્યમંત્રીએ આ ગંભીર ઘટના માટે જવાબદારો સામે કડક શિક્ષાત્મક પગલાં લેવા સૂચના આપી હતી. આ પછી રાજ્ય સરકારે 7 અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે. પોલીસ વિભાગના અધિકારીઓ પણ તેમાં છે. આ ઘટનાની તપાસ માટે સરકારે SITની રચના કરી છે. SIT 72 કલાકમાં પોતાનો પહેલો રિપોર્ટ આપશે. રાજકોટ પોલીસે અકસ્માત માટે જવાબદાર છ લોકો સામે ગુનો નોંધ્યો છે અને પોલીસે માત્ર ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news