વિશ્વની સૌથી મોંઘી કરન્સી છે કુવૈતી દીનાર; અહીં ભારતીયોની સેલરી સાંભળીને કાનમાંથી નીકળી જશે ધુમાડો
Kuwait : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ કુવૈત યાત્રા પર છે. ત્યાં તેમણે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. આ અવસર પર દુનિયાની સૌથી મોંઘી કરન્સી કુવૈતી દીનાર વિશે જાણીએ, જે ડોલરથી પણ મોંઘી છે.
Trending Photos
Kuwaiti Dinar: આપણે રોજ એવું સાંભળીએ છીએ કે ડોલરના મુકાબલે રૂપિયાની આજે કિંમત કેટલી છે. કારણ કે કરન્સી નબળી થવાથી દેશને ઘણું નુકસાન થાય છે. આજે આપણે જાણીએ વિશ્વની સૌથી મજબૂત કરન્સી વિશે જે ડોલર કરતા અનેકગણી મોંઘી છે. બીજા શબ્દોમાં કહીએ તો તે વિશ્વની સૌથી શક્તિશાળી ચલણ છે. એ છે કુવૈતી દિનાર. કુવૈતની કરન્સી કુવૈતી દિનાર ડોલર કરતાં લગભગ 3 ગણું મોંઘું છે. આશ્ચર્યની વાત એ છે કે એક સમયે ભારત જ કુવૈતની કરન્સી જાહેર કરતું હતું.
ભારતીય કરન્સી અને ડોલરમાં કુવૈતી દીનારો
1 દીનારની કિંમતની વાત કરીએ તો તે સામાન્ય રીતે 270થી 280 રૂપિયા (ભારતીય કરન્સી) થાય છે. એટલે કે જ્યારે તમે 270 રૂપિયા ખર્ચ કરશો, ત્યારે તમને 1 કુવૈતી દીનાર મળશે, જ્યારે ડોલરની કિંમત ભારતીય રૂપિયામાં 80થી 85 રૂપિયાની આસપાસ ચાલી રહી છે. એટલે કે કુવૈતી દીનાર અમેરિકી ડોલરથી 3 ગણી વધારે મોંઘી છે.
...એટલા માટે કુવૈતી દીનાર સૌથી વધારે મોંઘી
કુવૈતમાં તેલના ભંડાર આ દેશની કરન્સીને સૌથી શક્તિશાળી બનાવે છે. કુવૈત સમગ્ર વિશ્વમાં નિકાસ કરે છે. આશ્ચર્યની વાત એ છે કે ઘણા દાયકાઓ પહેલા ભારત કુવૈતનું ચલણ બહાર પાડતું હતું. એટલે કે માત્ર આરબીઆઈ કુવૈતની કરન્સી બનાવતી હતી, તે સમયે કુવૈતની કરન્સીનું નામ ગલ્ફ રૂપી હતું. તે દેખાવમાં ભારતીય રૂપિયા જેવું જ હતું. ત્યારબાદ 1961માં બ્રિટિશ સરકારથી આઝાદી પછી જ્યારે કુવૈત પહેલો આરબ દેશ બન્યો અને અહીં સરકારની રચના થઈ, ત્યારપછી દેશે પોતાની કરન્સી બનાવવાનું શરૂ કર્યું.
ભારતીયોની કુવૈતમાં કેટલો છે પગાર
કુવૈતની કરન્સીની કિંમત વધારે હોવાથી વિશ્વભરમાંથી લોકો અહીં કામ કરવા આવે છે અને ખૂબ પૈસા કમાય છે. આમાં ભારતીયો પણ સામેલ છે. કુવૈતમાં અનસ્કિલ્ડ લેબર જેવા કે કાર ધોવા અને ક્લીનર્સ જેવા અકુશળ કામદારોને મહિનામાં 100 દિનારથી વધુ મળે છે. એટલે કે ભારતીય ચલણમાં તેમનો પગાર 27 હજાર રૂપિયાથી વધુ હશે. જ્યારે કુશળ લોકો જેવા કે ડોક્ટર, એન્જિનિયર વગેરે પ્રોફેશનલ્સનો પગાર 450 દિનાર છે, જે 1.25 લાખ રૂપિયાથી વધુ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે