Drinking Water: શું ઉભા રહીને બોટલમાંથી પાણી પીવું જોખમી છે? ગંભીર સમસ્યાઓ જાણી ઉભા થઈ જશે રૂવાંટા!
પાણી પીવાની સૌથી સારી રીત એ છે કે તેને બેસીને પીવો, પરંતુ આજકાલ લોકો પોતાની વ્યસ્ત લાઈફમાં ધ્યાન રાખતા નથી. તમે ઘણીવાર જોયું હશે કે લોકો બોટલમાંથી ઉભા રહીને પાણી પીવે છે, આ રીત ખૂબ જ નુકસાનકારક છે, જો તમે તેના જોખમને જાણશો તો તમે ક્યારેય આવી ભૂલ કરવાનું વિચારશો નહીં.
Trending Photos
Side Effects Of Drinking Water While Standing: આપણું મોટા ભાગનું શરીર પાણીથી બનેલું છે, તેથી જ આપણને દરરોજ લગભગ 7 થી 8 ગ્લાસ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. જો તમે આમ ન કરો તો ડિહાઈડ્રેશન, ઉલ્ટી, ચક્કર અને પેટમાં દુ:ખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. પાણી પીવાની સૌથી સારી રીત એ છે કે તેને બેસીને પીવો, પરંતુ આજકાલ લોકો પોતાની વ્યસ્ત લાઈફમાં ધ્યાન રાખતા નથી. તમે ઘણીવાર જોયું હશે કે લોકો બોટલમાંથી ઉભા રહીને પાણી પીવે છે, આ રીત ખૂબ જ નુકસાનકારક છે, જો તમે તેના જોખમને જાણશો તો તમે ક્યારેય આવી ભૂલ કરવાનું વિચારશો નહીં.
ઊભા રહીને પાણી પીવાના ગેરફાયદા
1. ડાઈડેશનની સમસ્યા
જે લોકોને ઉભા રહીને બોટલમાંથી પાણી પીવાની ખરાબ આદત હોય છે તેમને ઘણીવાર પાચન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, કારણ કે પાણી ફૂડ પાઈપમાં ખૂબ જ ઝડપથી પહોંચે છે, જેના કારણે પેટમાં સમસ્યા થાય છે.
2. ફેફસાં માટે ખરાબ
જ્યારે તમે બોટલમાંથી એક સાથે પાણી પીવો છો, ત્યારે પાણીના ઝડપી સેવનને કારણે, ફૂડ પાઇપ અને વિન્ડ પાઇપમાં ઓક્સિજનનો પુરવઠો બંધ થઈ જાય છે, જેના કારણે ફેફસાં પર દબાણ આવે છે, અને ફેંફસાની સમસ્યાનું કારણ બને છે.
3. કિડનીની સમસ્યા
જો તમે ઉભા રહીને બોટલમાંથી પાણી પીઓ છો અને તેને ઝડપથી ગટકી જાવ છો, તો તેની તમારી કિડની પર ખરાબ અસર પડે છે, કારણ કે ફિલ્ટર વગરનું પાણી પેટમાં ખૂબ જ ઝડપથી પડે છે, જેના કારણે મૂત્રાશયમાં ગંદકી જમા થાય છે, જેનાથી કિડનીને નુકસાન થાય છે.
4. પેટમાં એસિડ વધે
ઊભા રહીને પાણી પીવાની આદત તમારા પેટમાં એસિડનું પ્રમાણ વધારી શકે છે, જેનાથી પેટમાં દુખાવો જેવી સમસ્યા થાય છે. બીજી તરફ જો તમે બેસીને પાણી પીઓ છો તો આ એસિડ ધીમે-ધીમે પેશાબ દ્વારા શરીરમાંથી બહાર નીકળી જાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે