ડબલ મર્ડરની એક ચોંકાવનારી ઘટના: ચારિત્ર્યની શંકા રાખી પતિએ પત્ની અને 1 વર્ષની પુત્રીને પતાવી દીધી!

જામનગર લાલપુર બાયપાસથી ખીજડીયા બાયપાસ તરફ જતા રસ્તા પર મોરકંડાની ધાર નજીક બાવળની ઝાળીઓમાંથી માતા અને તેની એક વર્ષની પુત્રીની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવતા પંચકોશી બી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ ઉપરાંત એલસીબી સહિતની ટીમો સ્થળ પર પહોચી તપાસ આદરી હતી...

ડબલ મર્ડરની એક ચોંકાવનારી ઘટના: ચારિત્ર્યની શંકા રાખી પતિએ પત્ની અને 1 વર્ષની પુત્રીને પતાવી દીધી!

મુસ્તાક દલ/જામનગર: લાલપુર બાયપાસ નજીક બાવળની જાળીઓમા મોડી રાતે ડબલ મર્ડરનો બનાવ બનતા ભારે ખળભળાટ મચી ગયો છે. પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખનાર પતિએ પત્ની અને 1 વર્ષની પુત્રીને ધારદાર હથિયાર વડે હત્યા નીપજાવી રાજકોટ એ ડીવીઝન પોલીસમાં હાજર થયો હતો. 

જામનગર લાલપુર બાયપાસથી ખીજડીયા બાયપાસ તરફ જતા રસ્તા પર મોરકંડાની ધાર નજીક બાવળની ઝાળીઓમાંથી માતા અને તેની એક વર્ષની પુત્રીની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવતા પંચકોશી બી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ ઉપરાંત એલસીબી સહિતની ટીમો સ્થળ પર પહોચી તપાસ આદરી હતી, પરંતુ આ હત્યા નીપજાવનાર પતિ સવારે હત્યા કરી અને બાદમાં સાંજે રાજકોટ એ ડીવીઝન પોલીસ મથકમાં હાજર થઇ અને પોતે જ પોતાની પત્ની અને પુત્રીની હત્યા કર્યાની કેફિયત આપતા રાજકોટ પોલીસે જામનગર પોલીસને આ અંગે જાણ કરી હતી અને આરોપીને રાજકોટ ખાતેથી લાવવાની તજવીજ હાથ ધરાઈ છે.

આ અંગે મૃતક મહિલાની માતા દ્વારા પંચકોશી બી ડીવીઝન પોલીસ મથકમાં તેમના જમાઈ તારીક કારુભાઈ લાડકા વિરુદ્ધ નોંધાવેલ ફરિયાદ મુજબ ફરીયાદી રજીયાબેન બલોચની દિકરી શબાનાને છેલ્લા ત્રણ ચાર મહીનાથી તેના પતિ તારીફ ચારિત્ર્ય બાબતે શંકા કુશંકા રાખી મારકુટ ઝગડો કરતો હોય જેના કારણે મૃતક શબાના ત્રણ વખત રીસામણે આવી હતી. 

આ ઘટનામાં પછી સમાધાન કરી તેડી ગયેલ છતા બે દિવસ પહેલા શબાના સાથે તારીકે મારકુટ કરતા રીસામણે આવેલ હતી અને શબાનાને તારીક સાથે રહેવુ ન હોવાથી છતા તારીફ ફોન કરી તેને બોલાવતો હતો, જે સમાધાન કરવાની ના પાડતા આરોપી તારીફ ફરીયાદીની દિકરી તથા તેની ભાણેજ જામનગર આવેલ ત્યારે કોઇપણ રીતે તેનો સંપર્ક કરીને તેની સાથે લઇ જઇ શબાનાને દાઢીના, ગળાના, છાતીના તથા પડખામાં તથા તેની દીકરી રૂબીના 1 વર્ષ વાળીને ગળાના ભાગે કોઇપણ તિક્ષ્ણ હથીયારના ઘા મારી શરીરે ગંભીર ઇજાઓ કરી હત્યા કરી હતી.

ત્યારબાદ પતિ પોતે રાજકોટ પોલીસ મથકે હાજર થઇ ગયો હતો. ઘટનાની જામનગર પોલીસને જાણ થતા જામનગર પોલીસે સ્થળ પર પહોચી બન્ને મૃતદેહોના સ્થળનું પંચનામું, પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી ગતરાત્રીના કરી હતી. જો કે આ ડબલ મર્ડરનો આરોપી ઝડપાઈ જતા હવે જામનગર ખાતે લાવવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news