Headache: આ 4 વસ્તુઓ ખાશો તો ભયંકરમાં ભયંકર માથાનો દુખાવો પણ દવા વિના થશે દુર, માઈગ્રેનથી મળશે રાહત

Headache: ખાવા પીવાની ઘણી વસ્તુઓ એવી છે જે માથાના દુખાવાને એટલે કે માઈગ્રેનને ટ્રિગર કરે છે. તેનું સેવન વધારે પ્રમાણમાં કરવાથી માથાનો દુખાવો વારંવાર થાય છે. જોકે તેની સામે કેટલીક વસ્તુઓ એવી પણ છે જેને ખાવાથી માથાનો દુખાવો રોકવામાં મદદ મળે છે.

Headache: આ 4 વસ્તુઓ ખાશો તો ભયંકરમાં ભયંકર માથાનો દુખાવો પણ દવા વિના થશે દુર, માઈગ્રેનથી મળશે રાહત

Headache: જે લોકોને માઈગ્રેનના કારણે માથામાં દુખાવો વારંવાર થતો હોય છે તેઓ નર્વસ થઈ જાય છે. માથાનો દુખાવો ખૂબ જ કષ્ટદાયી હોય છે. માથાનો દુખાવો જો માઇગ્રેનના કારણે હોય તો ઘણી વખત તેના કારણે દૈનિક કામ પણ કરી શકાતા નથી. કેટલાક લોકોને માથાનો દુખાવો તેમની જીવનશૈલી અને સ્વસ્થ આહાર શૈલીના કારણે થતો હોય છે. ખાવા પીવાની ઘણી વસ્તુઓ એવી છે જે માથાના દુખાવાને એટલે કે માઈગ્રેનને ટ્રિગર કરે છે. તેનું સેવન વધારે પ્રમાણમાં કરવાથી માથાનો દુખાવો વારંવાર થાય છે. જોકે તેની સામે કેટલીક વસ્તુઓ એવી પણ છે જેને ખાવાથી માથાનો દુખાવો રોકવામાં મદદ મળે છે.

આજે તમને ખાવા પીવાની એવી ચાર વસ્તુઓ વિશે જણાવીએ જેનું નિયમિત રીતે તમે સેવન કરશો તો માથાના દુખાવાની સમસ્યામાં ઘટાડો આવશે અને ધીરે ધીરે માઈગ્રેન જેવી તકલીફથી પણ મુક્તિ મળી શકે છે. માથાનો દુખાવો મટાડવો હોય તો આ વસ્તુઓનો સમાવેશ ડાયટમાં કરો અને સાથે જ સ્ટ્રેસ લેવાથી બચો.

માથાના દુખાવામાં ખાવી આ વસ્તુઓ

સફરજન

જો તમને વારંવાર માથામાં દુખાવો થતો હોય તો સફરજન તમારી સમસ્યાનું સમાધાન બની શકે છે. ડાયટમાં સવારે સફરજન લેવાથી માથાના દુખાવાની સમસ્યા ધીરે ધીરે દૂર થવા લાગે છે. કારણ કે સફરજનમાં પોટેશિયમ, ફાઇબર, વિટામિન સી જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. જે શરીરની આ સ્વાસ્થ્ય સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. 

દહીં અથવા છાશ

જો તમને રોજ માથું ભારે રહેતું હોય તો ભોજનમાં દહીં અથવા તો છાશ લેવાનું શરૂ કરો. દહીં અને છાશ શરીરને ડીહાઈડ્રેટ થતાં અટકાવે છે અને જેના કારણે માથાનો દુખાવો પણ મટે છે.

નાળિયેર પાણી

માથાનો દુખાવો વારંવાર થતો હોય તેણે પોતાના બોડીને હાઇડ્રેટ રાખવાના પ્રયત્ન કરવા. તેના માટે નાળિયેર પાણી પણ ગુણકારી વસ્તુ છે. નાળિયેર પાણી પીવાથી માથાનો દુખાવાની સમસ્યા દૂર થઈ શકે છે.

ફ્રુટ

દૈનિક આહારમાં તમે કેળા, એવોકાડો, રાસબરી, તરબૂચ, શકરટેટી જેવા ફળનો પણ ઉપયોગ કરી શકો છો. આ ફળ ખાવાથી પણ માથાના દુખાવાની સમસ્યાથી ધીરે ધીરે રાહત મળવા લાગે છે કારણ કે તેના માધ્યમથી શરીરને જરૂરી પોષણ મળી રહે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news