કેમ લાગે છે તરસ? શરીર માટે કેટલું જરૂરી છે પાણી? પાણી વિશે આટલી માહિતી તો દરેકને હોવી જોઈએ ખબર

Water Unknown Facts: પાણી વગર જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે. કહેવામાં પણ આવે છેકે જળ છે તો જીવન છે. એવામાં શરીર માટે પાણીનુ મહત્વ વધી જાય છે. પર્યાપ્ત માત્રામાં શરીરને પાણી ન મળે તો મોત પણ થઈ શકે છે. તો આજે આપણે જાણીએ પાણીની જરૂરિયાત સાથે સંકળાયેલા કેટલાક રસપ્રદ ફેક્ટ અને એ સવાલનો જવાબ કે આપણને તરસ કેમ લાગે છે?

કેમ લાગે છે તરસ? શરીર માટે કેટલું જરૂરી છે પાણી? પાણી વિશે આટલી માહિતી તો દરેકને હોવી જોઈએ ખબર

નવી દિલ્લીઃ ઉનાળાની ઋતુમાં શરીરમાં પાણીની અછતથી બચવા માટે ખાસ ખ્યાલ રાખવાની જરૂર છે. જાણો શરીરમાં તરસ અને પાણીનું સંપૂર્ણ મેકેનિઝમ. પાણી વગર જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે. કહેવામાં પણ આવે છેકે જળ છે તો જીવન છે. એવામાં શરીર માટે પાણીનુ મહત્વ વધી જાય છે. પર્યાપ્ત માત્રામાં શરીરને પાણી ન મળે તો મોત પણ થઈ શકે છે. તો આજે આપણે જાણીએ પાણીની જરૂરિયાત સાથે સંકળાયેલા કેટલાક રસપ્રદ ફેક્ટ અને એ સવાલનો જવાબ કે આપણને તરસ કેમ લાગે છે?

કેમ શરીર માટે જરૂરી છે પાણી?
જી.ડી. ગોયનકા યૂનિવર્સિટીમાં એસોસિએટ પ્રોફેસર અને પબ્લિક હેલ્થ સાયન્ટિસ્ટ ડૉ. પ્રણવ પ્રકાશ કહે છેકે, આપણા શરીરના કુલ વજનના 60% પાણી હોય છે. આપણું શરીર પાણી મારફતે જ એસિડ બેઝને સંતુલિત રાખે છે. શરીરમાં રહેલા પાણીની પર્યાપ્ત માત્રા મારફતે જ ગ્લુકોઝ અને અન્ય પોષક તત્વ શરીરની તમામ કોશિકાઓ સુધી પહોંચી શકે છે. પાણીના કારણે જ લોહીનું PH તત્વ વધે છે, નસોનું કામ અને મગજ અને શરીરના અન્ય અંગો વચ્ચે સંતુલન બનાવવામાં પણ પાણીની મહત્વની ભૂમિકા હોય છે.

શા માટે લાગે છે તરસ?
તરસ લાગવી પણ એક સપૂર્ણ પ્રક્રિયા છે. શરીરમાં જ્યારે એક ટકા પાણીની ઉણપ સર્જાય છે ત્યારે તરસ લાગે છે. જ્યારે આ અછત વધવા લાગે છે તો આની સીધી અસર તબિયત પર પણ પડે છે. ડૉ. પ્રણવ જણાવે છેકે જ્યારે શરીરમાં પાણીનું સ્તર ઓછું હોય છે તો આપણા મસ્તિસ્કને સૂચના મળે છે. આ સૂચના મસ્તિસ્કના હાઈપોથેલેમસ સાથે સંકળાયેલા રિસેપ્ટર મારફતે મળે છે. જેથી આપણને તરસ લાગે છે. જો લાંબા સમયથી આપણે તરસ લાગવાના આ સંકેતને નજરઅંદાજ કરીએ તો આપણું ગળુ સૂકાવવા લાગે છે અને આપણને ચક્કર આવે છે. જો આ પરિસ્થિતિમાં તમે પાણી ન પીઓ તો પાણીની અછતના કારણે તમે બેભાન પણ થઈ શકો છો. એ પણ સત્ય છેકે શરીરમાં પાણીની અછત 20 ટકા થઈ જવા પર વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. જાણકારો અનુસાર, પાણી શરીર માટે ખૂબ જ જરૂરી છે એટલા માટે શરીરમાં સમય સમય પર તરસ લાગવાનું મેકેનિઝમ વિકસિત થયું છે.

ગરમીમાં સાવધાની જરૂરી-
ડૉ. પ્રણવ અનુસાર શરીરમા એસિડ બેઝ બેલેંસ જરૂરી છે. જો આમાં પરિવર્તન થાય તો જીવ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. પાણીની અછતથી ચક્કર આવે અથવા તો અન્ય કોઈ સમસ્યા હોય તો સૌથી પહેલાં ઈલેક્ટ્રોલાઈટ લેવુ જોઈએ અને તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ખાસ કરીને ઉનાળામાં પાણીમાં નમક અને ખાંડ નાખવા જોઈએ. આનાથી શરીરમાં પાણીનું સ્તર બની રહે છે અને ડિહાઈડ્રેશનની સમસ્યા નથી થતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news