ગાજર, ટામેટા અને કાકડી સહિત 5 શાકભાજી ડાયાબિટીસ ખતમ કરશે, બ્લડ સુગર કંટ્રોલ કરશે

Best Vegetables To Control Blood Sugar: ડાયાબિટીસના દર્દીઓ માટે ગાજર, ટામેટાં અને પાલક જેવી કેટલીક શાકભાજીનું સેવન કરવું ફાયદાકારક હોય છે. આ શાકમાં રહેલા પોષક તત્વો બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. શુગરના દર્દીઓએ તેનું ખુબ સેવન કરવું જોઈએ. 
 

ગાજર, ટામેટા અને કાકડી સહિત 5 શાકભાજી ડાયાબિટીસ ખતમ કરશે, બ્લડ સુગર કંટ્રોલ કરશે

નવી દિલ્હીઃ Tips To Control Diabetes:  બધા લોકોએ સ્વસ્થ રહેવા માટે ફળ અને શાકભાજીનું ભરપૂર સેવન કરવું જોઈએ. સારૂ ડાઇટ તમને લાંબા સમય સુધી નિરોગી રાખવામાં મદદ કરી શકે છે. અમેરિકી કૃષિ વિભાગ અનુસાર (USDA)મહિલાઓને દરરોજ 2થી 3 કપ શાકભાજીની જરૂર હોય છે અને પુરૂષોને દિવસમાં 3-4 કપ શાકની જરૂર હોય છે. જો તમે ડાયાબિટીસની બીમારીનો સામનો કરી રહ્યાં છો તો પોષક તત્વોથી ભરપૂર અને ઉચ્ચ ફાઇબરવાળી શાકભાજી ખાવી જોઈએ. તેનાથી તમને બ્લડ શુગર કંટ્રોલ કરવામાં ખુબ મદદ મળી શકે છે. આજે તમને એવા પાંચ શાકભાજી વિશે જણાવી રહ્યાં છીએ. જેનું સેવન કરવાથી ડાયાબિટીસને કાબુમાં રાખી શકાય છે. તેનાથી મળનાર પોષક તત્વો તમને ઘણી બીમારીથી રાહત અપાવી શકે છે.

ગાજર (Carrot) – ગાજરને સ્ટાર્ચ વગરનું અને ફાઈબરથી ભરપૂર શાકભાજી માનવામાં આવે છે. ઈટિંગ વેલના રિપોર્ટ અનુસાર ગાજરનું સેવન કરવાથી બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે. ગાજરમાં વિટામિન A પણ વધુ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. ગાજરનું સેવન કરીને આંખોને સ્વસ્થ રાખી શકાય છે. ડાયાબિટીસના દર્દીઓ આહારમાં ગાજરનો સમાવેશ કરી શકે છે.

કોબી (Cabbage) – ડાયાબિટીસના દર્દીઓ માટે કોબી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે, જે હૃદયના સ્વાસ્થ્યને પણ સુધારી શકે છે. તમે જે ખાઓ છો તેના પાચનને ધીમું કરવા માટે તેમાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર હોય છે, જે બ્લડ સુગરના વધારાને રોકવામાં મદદ કરી શકે છે. તમે કોબીને શાકભાજી અથવા અન્ય ખાદ્યપદાર્થોમાં ઉમેરીને ખાઈ શકો છો.

પાલક (Spinach) – બધા પાંદડાવાળા લીલા શાકભાજીની જેમ પાલકમાં પણ પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. તેમાં આયર્ન પણ હોય છે, જે તંદુરસ્ત રક્ત પ્રવાહ માટે જરૂરી માનવામાં આવે છે. ન્યુટ્રિશન જર્નલમાં પ્રકાશિત 2020ના અભ્યાસ મુજબ, પાલકમાં થાઇલાકોઇડ્સ નામની પટલ પણ હોય છે, જે ઇન્સ્યુલિનની સંવેદનશીલતામાં મદદ કરી શકે છે. તમે પાલકને સૂપ અથવા શાકભાજીમાં ઉમેરીને ખાઈ શકો છો.

ટામેટાં (Tomato) – મોટાભાગના લોકોને ટામેટાં ખાવાનું પસંદ હોય છે. શાકભાજી અને સલાડ સિવાય લોકો ફાસ્ટ ફૂડ બનાવવામાં પણ ટામેટાંનો ઘણો ઉપયોગ કરે છે. ટામેટા દેખાવમાં જેટલા સારા લાગે છે તેટલા જ ફાયદાકારક છે. ટામેટાંમાં લાઈકોપીન ભરપૂર માત્રામાં હોય છે. તે એન્ટીઑકિસડન્ટ છે, જે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. ટામેટાં ખાવાથી કેન્સરનું જોખમ પણ ઘટી શકે છે.

કાકડી (Cucumber) –સલાડમાં સૌથી વધુ પસંદ આવતી કાકડીને હાઇડ્રેશન માટે બેસ્ટ માનવામાં આવે છે. તેમાં ઘણું પાણી હોય છે, જે ઉનાળામાં હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. જર્નલ મોલેક્યુલ્સમાં 2022ની સમીક્ષામાં જાણવા મળ્યું છે કે કાકડીનું સેવન કરવાથી બ્લડ સુગરના સ્તરને ઘટાડવા અને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે. તેનાથી શરીરમાં બળતરા પણ ઓછી થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news