આ ગેંગના નિશાને હતો અંબાણી પરિવારનો પ્રસંગ, સિક્યોરિટી જોઈ પ્લાન બદલ્યો'ને અહીં પાડ્યો ખેલ

Reliance ambani Family : અંબાણી પરીવારનાં જાજરમાન લગ્નમાં ચોરી કરવાનો પ્લાન ઘડ્યો હતો પણ તામિલનાડુથી આવેલી ગિલોલગેંગ ચોરી કરવામાં નિષ્ફળ રહી હતી. ત્યારબાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં લક્ઝરીયસ કારનાં કાચ તોડી તેમને ચોરીને અંજામ આપ્યો હતો. 

 આ ગેંગના નિશાને હતો અંબાણી પરિવારનો પ્રસંગ, સિક્યોરિટી જોઈ પ્લાન બદલ્યો'ને અહીં પાડ્યો ખેલ

ગૌરવ દવે/રાજકોટ:  ગુજરાત પોલીસ માટે સૌથી મોટા રાહતના આ સમાચાર છે. અંબાણી પરિવારના લગ્નમાં ચોરી કરવાના ઈરાદે આવેલી એક ગેંગ પકડાઈ છે. જેના ખુલાસાઓ બાદ પોલીસ પણ ચોંકી ગઈ છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે એક એવી આંતરરાજ્ય ગેંગની ધરપકડ કરી છે. જે તામિલનાડુથી જામનગરમાં અંબાણી પરિવારનાં પ્રિ-વેડિંગ સેરેમનીમાં ચોરી કરવા આવી હતી. ઇવેન્ટમાં અંદર જવું શક્ય ન બનતા જામનગર બસ સ્ટેન્ડ પાસે કારનાં કાચ તોડી ચોરીને અંજામ આપ્યો હતો. જે બાદ રાજકોટ પહોંચી માલવિયાનગર વિસ્તારમાં લક્ઝ્યુરિયસ કારને નિશાન બનાવી તેમાંથી 10 લાખની ચોરીને અંજામ આપ્યો હતો. આ બનાવ બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ ટેક્નિકલ સોર્સીસના આધારે ગિલોલ ગેંગના 5 સભ્યને ઝડપી લીધા હતા. મુખ્ય સૂત્રધાર ફરાર થઇ જતા તેની શોધખોળ હાથ ધરી છે

  • અંબાણી પરીવારનાં લગ્નમાં ચોરી કરવાનો ઘડ્યો હતો પ્લાન..
  • તામિલનાડું થી આવેલી ત્રિચી ગેંગ ચોરી કરવામાં રહી નિષ્ફળ..
  • રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં લક્ઝરીયસ કારનાં કાચ તોડી આપ્યો હતો ચોરીને અંજામ..

પાંચ શખ્સો પોલીસ સકંજામાં.
રાજકોટમાં ગત 02-03-2024ના રોજ સાંજના 4.45 વાગ્યા આસપાસ અમૃત સાગર પાર્ટીપ્લોટ પાસે મર્સિડીઝ કારના પાછળના દરવાજાનો કાચ તોડી કારમાંથી રોકડ રૂપિયા 10 લાખ, લેપટોપ તેમજ ચેકબુક તથા ઓફિસના અન્ય કાગળો સહિત કુલ 11.50 લાખની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પોલીસ સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ સોર્સના આધારે તપાસ કરી રહી હતી. દરમિયાન રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી રહી હતી. દરમિયાન આ ગેંગ તામિલનાડુની ગિલોલ(ત્રિચી) ગેંગ હોવાની માહિતી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. જે બાદ પોલીસની ટીમ આ ગેંગને પકડવા કામે લાગી હતી. 

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળતા વોચ ગોઠવી ગ્રીન લેન્ડ ચોકડી નજીકથી ગિલોલ ગેંગના 5 સભ્યો જગન અગમુડિયાર, દિપક અગમુડિયાર, ગુનશેકર ઉમાનાથ, મુરલી મોદલિયાર અને ઓગમરમ મૂત્રયારને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે. જ્યારે મુખ્ય આરોપી મધુસુદન ઉર્ફે વિજી સુગુમારન ફરાર થઇ જતા તેની શોધખોળ હાથ ધરી છે. આ આરોપીઓ પાસેથી પોલીસે 5.04 લાખ રૂપિયા રોકડ તેમજ 6 અલગ-અલગ કંપનીના લેપટોપ, અલગ-અલગ કંપનીના 5 મોબાઈલ મળી કુલ 8.62 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

અંબાણી પરીવારનો પ્રસંગ હતો નિશાને
પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે, પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ પ્રથમ તામિલનાડુથી જામનગર પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં તેઓ અંબાણી પરિવારના પ્રિ વેડિંગ ઇવેન્ટમાં જવા પ્રયાસ કર્યો હતો. જોકે સઘન સુરક્ષા વ્યવસ્થા હોવાથી તેમનું આ ઇવેન્ટમાં પહોંચવું મુશ્કેલ બન્યું હતું અને તેમનો પ્લાન નિષ્ફળ સાબિત થયો હતો. જેથી તેઓ રિલાયન્સથી પરત જામનગર બસ સ્ટેન્ડ પહોંચી ગયા હતા અને બસ સ્ટેન્ડ ખાતે ચોરીને અંજામ આપ્યો હતો. જે બાજ પરત રાજકોટ આવી પહોંચ્યા હતા, જ્યાં 02-03-2024ના રોજ સાંજના 4.45 વાગ્યા આસપાસ અમૃત સાગર પાર્ટી પ્લોટ પાસે મર્સિડીઝ કારના પાછળના દરવાજાનો કાચ તોડી કારમાંથી રોકડ રૂપિયા 10 લાખ, લેપટોપ તેમજ ચેકબુક તથા ઓફિસના અન્ય કાગળો સહિત કુલ 11.50 લાખની ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. 

કેવી રીતે આપતા હતા ચોરીને અંજામ
આરોપીઓ પૈસાની લાલચમાં અને થોડા જ સમયમાં શ્રીમંત બનવા માટે લક્ઝુરિયસ કારના કાચ તોડી ચોરી કરવાની ટેવ ધરાવે છે. જેમાં એક વ્યકિત ટીમનો લીડર હોય છે. જે બહારથી પોતાના પાંચ માણસોની ટીમને હેન્ડલ કરતો હોય છે. ચોરી કરવાનું સ્થળ વગેરે ટીમનો લીડર નક્કી કરતો હોય છે. તેની સૂચના મુજબ ગેંગના માણસો ટ્રેન મારફતે મુસાફરી કરે છે અને અલગ-અલગ રાજ્યના શહેરોમાં બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, માર્કેટ વગેરે જગ્યાએ એક કરતા વધારે કારનું પાર્કિગ રહેતું હોય તેવા સ્થળોની રેકી કરી તકનો લાભ લઇ, હેરપીન અને રબ્બર વડે ગિલોલ બનાવી નાના છરાથી કારના કાચ તોડી કારની અંદર રહેલ બેગની ઉઠાંતરી કરી નાસી જાય છે.

આટલા ગુનાના ભેદ ઉકેલાયો

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ગિલોલ ગેંગના 5 આરોપીની ધરપકડ કરી રાજકોટ, જામનગર, અમદાવાદ અને દિલ્હીના 2 ગુના સહિત કુલ 5 ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. જ્યારે આ જ ગેંગ દ્વારા છેલ્લા 5 મહિનામાં દિલ્હી રાજકોટ જામનગર અમદાવાદ મળી કુલ 11 ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત પોલીસને આપી હતી. તેમજ પકડાયેલ પાંચ આરોપીઓ પૈકી ચાર આરોપી જગન, દિપક, ગુનશેકર, અને મુરલી સામે ભૂતકાળમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કેરેલા અને દિલ્હીમાં અલગ-અલગ ગુના નોંધાઈ ચુક્યા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. વધુ પોલીસ તપાસમાં કેટલા ખુલાસા થાય છે તે જોવું રહ્યું..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news