અમદાવાદ PI ખાચરના વટાણા વેરાઈ ગયા: પ્રેમનો ઈન્કાર ભારે પડ્યો, હવે છે આ વિકલ્પ

મોતને ભેટનાર યુવતીનું નામ ડોકટર વૈશાલી જોશી છે. જેણે ગત 6મી માર્ચના રોજ સાંજના સમયે અમદાવાદ ક્રાઇમબ્રાંચના કેમ્પસમાં પોતાને જ ઇન્જેક્શન મારીને આત્મહત્યા કરી લીધી હતી. તપાસ દરમિયાન પોલીસને સુસાઇડ નોટ મળી આવી હતી.

અમદાવાદ PI ખાચરના વટાણા વેરાઈ ગયા: પ્રેમનો ઈન્કાર ભારે પડ્યો, હવે છે આ વિકલ્પ

ઝી બ્યુરો/અમદાવાદ: પોલીસ અધિકારી અને મહિલા ડોકટરના પ્રેમનો કરુણ અંજામ આવ્યો છે. પીઆઈ ખાચરની પ્રેમિકા આત્મહત્યા કેસમાં અંતે પીઆઈ સામે ફરિયાદ નોંધતા પોલીસે તપાસ શરૂ કરી છે.

મોતને ભેટનાર યુવતીનું નામ ડોકટર વૈશાલી જોશી છે. જેણે ગત 6મી માર્ચના રોજ સાંજના સમયે અમદાવાદ ક્રાઇમબ્રાંચના કેમ્પસમાં પોતાને જ ઇન્જેક્શન મારીને આત્મહત્યા કરી લીધી હતી. તપાસ દરમિયાન પોલીસને સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં તેણે ઇકોનોમીક્સ ઓફેન્સ વીંગના પીઆઇ બી કે ખાચરને પોતાની આત્મહત્યા માટે જવાબદાર ગણાવ્યા હતા. સાથેસાથે પોલીસને વૈશાલી જોષીની ડાયરી પણ મળી આવી હતી. જેમાં તેણે પીઆઇ ખાચર સાથેના સંબધનો ઉલ્લેખ કર્યો હતો. હવે પીઆઈની ધરપકડ થાય તેવી સંભાવના છે. આ કેસમાં પીઆઈની ધરપકડ થઈ તો સસ્પેન્ડ થવાનો પણ ખતરો વધી જશે. 

જે અંગે પોલીસે મૃતકના પરિવારજનોના, પીજીમાં સાથે રહેતી યુવતીઓના અને હોસ્પિટલના સ્ટાફના નિવેદનો નોંધ્યા હતા. બીજી તરફ પરિવારજનોને પોલીસે ફરિયાદ નોંધાવવા માટે કહ્યું હતું. જો કે મૃતકની અંતિમ વિધી અને બેસણાંની વિધી બાદ તેમણે ફરિયાદ માટે આવવાની ખાતરી આપી હતી. ત્યારે વૈશાલી પાસેથી જે બુક મળી હતી તેમાં ઉલ્લેખ કરાયો હતો કે પીઆઇ ખાચરે પ્રેમ સંબંધ તોડી નાખતા મહિલા ડિપ્રેશનમાં જતી રહી હતી. ત્યારે ગુરૃવારે સાંજે મૃતકની બહેન કિંજલ પંડ્યા પીઆઇ સામે ફરિયાદ નોંધાવી હતી.ત્યારે ગાયકવાડ હવેલી પોલીસે ફરાર પીઆઇ બી કે ખાચર ફરાર તેની શોધખોળ શરૂ કરી હતી.

ગાયકવાડ હવેલી પોલીસે સુસાઇડ નોટ અને અન્ય પુરાવાને આધારે આ ફરીયાદ નોંધીને તપાસ શરૂ કરી છે ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે 3થી 5 વર્ષ પહેલા પીઆઈ બી કે ખાચર અને ડૉ વૈશાલી જોષી ઈન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા અને ત્યારે બાદ બંનેએ નંબરની આપલે કરી હતી અને ત્યાર બાદ અવારનવાર મળતા પણ હતા ત્યાર બાદ બંને વચ્ચે મન મોટાવ થયો હતો અને પીઆઈ બી કે ખાચર પ્રેમ સબંધ તોડી નખ્યા હતા જેના કારણે મૃતક ડૉ વૈશાલી જોષીને લાગી આવતા અને પ્રેમી પીઆઈ બી કે ખાચર સાથે વાત કરવા માટે અવારનવાર પીઆઈની કચેરી eow ક્રાઈમ બ્રાંચ ખાતે મળવા પણ આવતી હતી પણ પ્રેમી પીઆઈ ખાચર મળવાનું ટાળતા હતા.

ગત 6 માર્ચના 4 વાગ્યાની આસપાસ ડૉ વૈશાલી જોશીએ સ્યુસાઈડ નોટ અને બુકમાં પોતાના પીઆઈ પ્રેમીને સંબોધીને લખીને આત્મહત્યા કરી લીધી હતી ત્યારે પ્રાથમિક ગાયકવાડ હવેલી પોલીસે તપાસ જેમાં પ્રેમી પીઆઈ બી કે ખાચર ને લઇ ને eow  કચેરી ખાતે નોટિસ આપવામાં આવી હતી જેના પગલે અત્યાર સુધીમાં ગાયકવાડ હવેલી પોલીસે 22 લોકોના નિવેદન નોંધ્યા છે ત્યારે પીઆઈએ મહિલા સાથે પ્રેમ સંબધ તોડી નાખ્યો હતો તેના લીધે ડિપ્રેશનમાં આવીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે ત્યારે જોવું હવે એવું રહ્યું કે ફરાર પ્રેમી પીઆઈ બી કે ખાચર પોલીસ ગીરફ્તમાં ક્યારે આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news