હિન્દુત્વ જાગ્યું : રાજકોટના 100 મંદિરોમાં ટૂંકા વસ્ત્રો પહેરી પ્રવેશ પર પ્રતિબંધ, પોસ્ટરો લગાવી કરી અપીલ

Dress Code For Entering Temple : રાજકોટ શહેરના 100થી વધુ મંદિરોમાં લાગ્યા પોસ્ટર..... મંદિરમાં પ્રવેશને લઈને રાખ્યો ડ્રેસકોડ.... મંદિરમાં કેપ્રી, બરમુંડા, સ્લીવલેસ, ફાટેલા જીન્સ, મિની સ્કર્ટ પહેરીને નહીં કરી શકાય પ્રવેશ.... સનાતન સ્વરાજ નામની સંસ્થાએ લગાવ્યા પોસ્ટર.... 

હિન્દુત્વ જાગ્યું : રાજકોટના 100 મંદિરોમાં ટૂંકા વસ્ત્રો પહેરી પ્રવેશ પર પ્રતિબંધ, પોસ્ટરો લગાવી કરી અપીલ

Rajkot News ગૌરવ દવે/રાજકોટ : ફરી એક વખત ગુજરાતમાં મંદિરોમાં ટૂંકા વસ્ત્રોનો મુદ્દો ઉઠ્યો છે. રાજકોટના 100 મંદિરોમાં સનાતન ધર્મ રક્ષક સમિતિના આગેવાનોએ પોસ્ટર લગાવ્યા છે. કે મંદિરની ગરિમા જળવાઇ રહે તે માટે ટૂંકા, ફાટેલા કપડાં પહેરી પ્રવેશ કરવો નહીં. પોસ્ટરમાં એમ પણ લખ્યું છે કે, કોઇ પણ સ્ત્રી કે પુરુષોએ કેપ્રી, બરમુડા, સ્લીવલેસ કપડાં, ફાટેલા જીન્સ, મિનિ સ્કર્ટ પહેરી મંદિરમાં પ્રવેશ કરવો નહીં. તેમજ મંદિરના પૂજારીઓને સૂચન કરવામાં આવ્યા કે કોઈપણ વ્યક્તિ કે જેમણે ટૂંકા અથવા ફાટેલા કપડાં પહેર્યા હોય તો પ્રવેશ આપવો નહીં. રાજકોટના વિવિધ હિન્દુ સંગઠનોએ એકત્ર થઈ આ નિર્ણય લીધો છે. રાજકોટના પ્રખ્યાત પંચનાથ મંદિર સહિતના અનેક મંદિરોમાંય પોસ્ટર લગાવવામાં આવ્યા છે. રાજકોટના 100 જેટલા મંદિરોમાં આ પોસ્ટર લગાવવામાં આવશે જેની કામગીરી હિન્દુ સંગઠનોએ શરૂ કરી દીધી છે.

છેલ્લા કેટલાક સમયથી અનેક મોટા મંદિરોમાં ટૂંકા અને ફાટેલા વસ્ત્રો પહેરી મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર સહિત દેશના અનેક મોટા તીર્થ સ્થળોએ પણ કડક નિયમ મુકવામાં આવ્યો છે. રાજકોટના હિન્દુ સંગઠનોનું કહેવું છે કે, મંદિરની પ્રતિષ્ઠા, ગરિમા અને મહત્ત્વ જળવાય રહે તે હેતુથી આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે

વસ્ત્રોનો પણ પ્રભાવ હોય છે - ઋષિ ભારતીબાપુ
આ વિશે ભારતી આશ્રમના મહંત ઋષિ ભારતીબાપુએ આ વિશે જણાવ્યું કે, અનાદિકાળથી જે પરંપરા ચાલી આવી છે તે પરંપરાને આપણે જાળવી રાખી ટૂંકા વસ્ત્રો ન પહેરવા જોઈએ. ભારતીય વસ્ત્રો પહેરીને જ મંદિરમાં પ્રવેશ કરવો જોઈએ. આનાથી આપણી સંસ્કૃતિ વધુ મજબૂત બનશે. મોર્ડન જમાનાની બહેનો એવુ કહેતી હોય કે, ટૂંકા વસ્ત્રો પહેરવાથી શુ થાય. પરંતુ ટૂંકા કપડા પહેરવાથી માણસની દ્રષ્ટિ પણ વિકારરૂપ થતી હોય છે. ભક્તિમાર્ગ પણ વિધ્ન આવે છે. તેથી પરંપરાને અનુરૂપ વસ્ત્રો પહેરવા જોઈએ. વસ્ત્રો ટૂંકા પહેરવાથી લોકોની દ્રષ્ટિ વિકારિત બને છે. સાધના માર્ગમાં પણ વિધ્ન આવે છે. ધોતી સાડીમાં પૂજા કરવાથી તેની ઉર્જા અલગ હોય છે. વસ્ત્રોનો પણ પ્રભાવ હોય છે. ભારતીય સંસ્કૃતિને શોભે તેવા વસ્ત્રો પહેરીને આવવું જોઈએ. 

સારા વસ્ત્રોથી ભક્તોને પણ સારી ઉર્જા મળશે - યોગી દેવનાથ બાપુ
આ નિર્ણય અંગે એકલધામના મહંત યોગી દેવનાથ બાપુનુ કહેવુ છે કે, ટૂંકા વસ્ત્રો પહેરવાની ના નથી. તે પહેરવાની છૂટ છે. પંરતુ મંદિરમાં શ્રદ્ધાની ભાવના સાથે જવાનું હોય છે. વસ્ત્રનો ત્યા ચોકક્સ પ્રભાવ હોય છે. મંદિરમાં થોડા લાંબા વસ્ત્રો પહેરીને જવુ જોઈએ. થોડો સમય વ્યવસ્થિત કપડા પહેરવાથી કંઈ થતુ નથી. સારા વસ્ત્રોથી ભક્તોને પણ સારી ઉર્જા મળશે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news