‘લગનમાં નાચનારા ઘોડા પર વરઘોડો કાઢવો હોય તો કોંગ્રેસવાળાને બોલાવી લેજો’ નીતિન કાકાનો Video Viral

Video Viral: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતુંકે, બે પ્રકારના ઘોડા હોય છે. એક લગ્નનો અને બીજો રેસનો. આ નિવેદનને લઈને ગુજરાતના પૂર્વ ડેપ્યુટી.સીએમ નીતિન પટેલે એવું નિવેદન આપ્યું છેકે, હસી હસીને તમારું પેટ દુઃખી જશે. સોશિયલ મીડિયા પર ગજબનો વાયરલ થયો છે આ વીડિયો.

‘લગનમાં નાચનારા ઘોડા પર વરઘોડો કાઢવો હોય તો કોંગ્રેસવાળાને બોલાવી લેજો’ નીતિન કાકાનો Video Viral

Video Viral: ગુજરાતના પૂર્વ ડેપ્યુટી. સીએમ અને ભાજપના દિગ્ગજ નેતા નીતિન પટેલ ભલે હાલ સીધી રીતે કોઈ મોટા હોદ્દા પર ના હોય પણ તેઓ લાઈમ લાઈટમાં તો જરૂર આવી જાય છે. નીતિનકાકા હંમેશા કોઈકને કોઈ કારણે ચર્ચામાં રહેતા હોય છે. ખાસ કરીને વિરોધીઓ પર પોતાના કટાક્ષ અને રમુજી નિવેદનો માટે જાણીતા નીતિન કાકાએ ફરી એકવાર ચર્ચા જગાવી છે. આ વખતે નીતિન કાકાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ગજબનો વાયરલ થઈ રહ્યો છે. જેણે પણ આ વીડિયો જોયો છે તેણે હસી હસીને પેટ પકડી લીધું છે. શું તમે જોયો છે નીતિન કાકાનો આ વીડિયો...

રાજ્યનાં પૂર્વ ડેપ્યુટી સીએમ અને BJP નેતા નીતિન પટેલ તેમના બેબાક નિવેદનોનાં કારણે હંમેશાં ચર્ચામાં રહે છે. નીતિન પટેલને જ્યારે પણ તક મળે ત્યારે તેઓ કોંગ્રેસ પાર્ટીને આડે હાથ લેવાની તક ગુમાવતા નથી. ત્યારે હવે સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં તેઓ કોંગ્રેસ પાર્ટી પર કટાક્ષ કરતા જોવા મળી રહ્યા છે. આ વાઇરલ વીડિયો મહેસાણામાં સાંસદ હરિભાઈ પટેલનાં કાર્યકર્તા આભાર દર્શન કાર્યકમનો હોવાનો કહેવાઇ રહ્યું છે. જેમાં તેમણે રાહુલ ગાંધીના પક્ષમાં બે પ્રકારના ઘોડા હોય છે તે નિવેદન પર કટાક્ષ કર્યો...નીતિન પટેલે કહ્યું કે, ભાજપ પાસે હરીભાઈ જેવા રેસમાં દોડનાર ઘોડા જ છે..સાથે જ નીતિન પટેલે કહ્યું કે, કોઈના ઘરે લગ્ન હોય કે, કોઈની ઈચ્છા હોય કે નાચનાર ઘોડા પર વરઘોડો કાઢવો હોય તો કોંગ્રેસવાળાને બોલાવી દેજો.

'કોઈને લગનમાં નાચવાવાળા ઘોડા જોઈતા હોય તો કોંગ્રેસવાળાને બોલાવી લેજો'
રાહુલ ગાંધીએ કહ્યું હતુંકે, કોંગ્રેસમાં બે પ્રકારના ઘોડા છે. લગ્નના ઘોડા રેસમાં અને રેસના ઘોડા લગ્નમાં દોડે છે. રાહુલ ગાંધીના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર આ મુદ્દો ખુબ ચગ્યો. ત્યારે ગુજરાતના પૂર્વ ડેપ્યુટી. સીએમ નીતિન પટેલ પણ રાહુલ ગાંધીની ચુટકી લેવાનું ચુક્યા નહીં. નીતિન પટેલે મહેસાણાના એક કાર્યક્રમમાં ભાજપના કાર્યકરોને સંબોધતા મંચ પરથી કહ્યુંકે, એક પક્ષમાં એક નેતાએ કહ્યું કે બે પ્રકારના ઘોડા હોય છે. એક રેસનો ઘોડો અને લગ્નમાં નચાવવાનો ઘોડો. હું તમને કહું કે, ભાજપ પાસે ફક્તને ફક્ત હરીભાઈ જેવા રેસનાં દોડાવવા ઘોડા જ છે. કોઈના ઘરે લગન હોય, કોઈના છોકરાની ઈચ્છા હોય કે મારે નાચતા ઘોડા પર વરઘોડો કાઢવો છે. તો કોંગ્રેસવાળા કોઈને બોલાવી લેજો, નાચતો ઘોડો આવી જશે. પણ રેસમાં દોડવાવાળો ઘોડો જોઈતો હોય તો ભાજપ પાસે છે.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 15, 2024

 

ભાજપ પાસે રેસમાં દોડનારા ઘોડા છે, કોંગ્રેસ પાસે નાચનારા ઘોડા છેઃ નીતિન પટેલ
નીતિન પટેલે આગળ કહ્યું કે, ‘હું તેમને કહેવા માંગું છું કે, ભારતીય જનતા પાર્ટી પાસે ફક્તને ફક્ત રેસમાં દોડનારા ઘોડા છે.’ તેમણે કહ્યું કે, ‘કોઈનાં ઘરે લગ્ન હોય, કોઈની ઈચ્છા હોય કે આપણે નાચનારા ઘોડા પર વરઘોડો કાઢવો છે તો કોંગ્રેસવાળા કોઈને બોલાવી દેજો… નોચતો ઘોડો આઇ જશે…’ જણાવી દઈએ કે નીતિન પટેલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થયો છે અને લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news