Sakat Chauth 2025: ધન-સમૃદ્ધિ માટે સંકટ ચૌથ પર કરી લો આ ઉપાય, ગણેશજીના આશીર્વાદથી પૂરી થશે મનોકામના
Sakat Chauth Upay: સંકટ ચોથનું વ્રત પુણ્યફળ આપનાર છે. આ વ્રત મહિલાઓ પરિવારની સુખ-સમૃદ્ધિ માટે કરે છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરી વ્રત કરવાથી તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે કેટલાક ઉપાય કરવાથી પણ લાભ થઈ શકે છે.
Trending Photos
Sakat Chauth Upay: હિન્દુ ધર્મમાં સંકટ ચોથના વ્રતને ખાસ માનવામાં આવે છે. આ વ્રતને સંકષ્ટી ચતુર્થી તરીકે પણ ઉજવાય છે. પંચાંગ અનુસાર આ વ્રત દર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી પર કરવામાં આવે છે. આ દિવસ ભગવાન ગણેશને સમર્પિત હોય છે. સંકટ ચોથનું વ્રત દરેક માતા માટે ખાસ હોય છે. આ વ્રત માતાઓ પોતાના બાળકોના લાંબા આયુષ્ય, સુખ, સમૃદ્ધિ માટે કરે છે. માન્યતા છે કે આ વ્રત કરવાથી બાળકોના જીવનમાંથી સમસ્યાઓ દૂર થાય છે.
આ વર્ષે 17 જાન્યુઆરી અને શુક્રવારે સંકટ ચોથ આવે છે. આ દિવસે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા અને તેની કૃપા પ્રાપ્ત કરવા માટે કેટલાક ઉપાય પણ કરી શકાય છે. આ દિવસે આ ઉપાય કરવામાં આવે તો પણ જીવનમાંથી સમસ્યાઓ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ વધે છે.
સંકટ ચોથના ચમત્કારી ઉપાયો
1. સંકટ ચોથના દિવસે ભગવાન ગણેશને સિંદૂર, દુર્વા અને તલના લાડુનો ભોગ લગાવો. સાથે જ ભગવાન ગણેશને બે સોપારી અને બે એલચી પણ ચઢાવો.
2. જો તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ રહેતી હોય તો સંકટ ચોથની પૂજા દરમિયાન ભગવાન ગણેશ સામે શ્રી યંત્ર રાખો અને તેની પૂજા પણ કરો. ત્યાર પછી શ્રી યંત્ર અને બે સોપારીને લાલ કપડામાં બાંધીને ઘરની તિજોરીમાં રાખી દો. માન્યતા છે કે આ કામ કરવાથી ધનની તંગી દૂર થઈ જાય છે.
3. ભગવાન ગણેશને દુર્વા અતિપ્રિય છે. સંકટ ચતુર્થીના દિવસે પૂજા કરો ત્યારે ભગવાન ગણેશને દુર્વા અચૂક અર્પણ કરો. તેનાથી મનોકામના ઝડપથી પૂર્ણ થશે.
4. જો તમે કોઈ કામમાં સફળતા મેળવવા માંગો છો તો સંકટ ચતુર્થીની પૂજા કરતી વખતે ગણેશજી સામે દીવો કરી તેમના મંત્રોનો જાપ કરો. આમ કરવાથી આત્મવિશ્વાસ વધશે અને કાર્યમાં સફળતા મળશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે