મધ્યપ્રદેશના ઠગ દંપતીએ 500 અને 2000 ની નકલી નોટો કચ્છના માર્કેટમાં ફેરવી

બનાવટી નોટ પધરાવી ખરીદી કરનાર દંપતીની કચ્છ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે ઠગ દંપતી પાસેથી 2000 અને 500ની 12 લાખ 10,500 રૂપિયાની નકલી નોટો જપ્ત કરી છે. ઠગ દંપતી પાસે રૂપિયા 2000ની 572 નકલી નોટ તેમજ 500ની 125 નકલી નોટ મળી આવી છે. 

મધ્યપ્રદેશના ઠગ દંપતીએ 500 અને 2000 ની નકલી નોટો કચ્છના માર્કેટમાં ફેરવી

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :બનાવટી નોટ પધરાવી ખરીદી કરનાર દંપતીની કચ્છ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે ઠગ દંપતી પાસેથી 2000 અને 500ની 12 લાખ 10,500 રૂપિયાની નકલી નોટો જપ્ત કરી છે. ઠગ દંપતી પાસે રૂપિયા 2000ની 572 નકલી નોટ તેમજ 500ની 125 નકલી નોટ મળી આવી છે. 

વેપારીઓએ ઠગ દંપતીની ફરિયાદ કરી હતી 
ભૂજમાં ભારતીય ચલણની બનાવટી નોટ દ્વારા બજારોમાંથી ખરીદી કરવામાં આવી હતી. જેમાં શહેરના વણીયાવાડ, અનમ રિંગરોડ અને તળાવ શેરીમાં આવેલી દુકાનોમાંથી ખરીદી કરી છેતરપિંડી કર્યાની ફરિયાદ તળાવ શેરી વેપારી એસોશિયેશન દ્વારા ભૂજ સીટી પોલીસ મથકે લેખિતમાં કરવામાં આવી હતી. ત્યારે પોલીસે આ ફરિયાદ પર તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં મધ્યપ્રદેશ પાસિંગની સફેદ કલરની કારમાં દંપતી ફરી રહ્યું હોવાની બાતમી પોલીસને મળી હતી. જેથી પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી હતી. 

આ પણ વાંચો : ગુજરાતમાં શનિ-રવિ કરફ્યૂની અફવાઓએ જોર પકડ્યું, ખરીદી કરવા લોકોની ભીડ ઉમટી

મધ્યપ્રદેશથી કચ્છમાં નકલી નોટ ફેરવવા આવ્યું હતું દંપતી 
જેના અનુસંધાને પેટ્રોલિંગમાં રહેલી પોલીસને ભૂજના રેલવે સ્ટેશન પાસે વેપારીઓએ વ્યક્ત કરેલા નિવેદન અનુસાર મધ્યપ્રદેશ પાસિંગની સફેદ કલરની કાર હોવાની જાણ મળી હતી. જ્યાં પોલીસે તુરંત પહોંચી કાર અને તેમાં રહેલા ઠગ દંપતીને પકડી પડ્યું હતું અને કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી. દંપતીની તપાસ કરતા તેમની પાસેથી નકલી નોટો મળી આવી હતી. દંપતી પાસેથી ભારતીય ચલણની રૂપિયા 2000ની 572 નકલી નોટ મળી આવી છે. જેની કિંમત 11 લાખ 48 હજાર રૂપિયા થાય છે. તેમજ રૂપિયા 500ની 125 નકલી નોટ મળી છે, જેની કિંમત રૂપિયા 62 હજાર થાય છે. દંપતી પાસેથી નકલી નોટો જપ્ત કરવામાં આવી છે. તથા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આ ડુપ્લિકેટ નોટ ક્યાંથી આવી અને કોણે છાપી, કોણ નકલી નોટોનું નેટવર્ક ચલાવે છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news