દિવાળીમાં આ સ્થળ બન્યું મોસ્ટ ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન, અ'વાદના કાંકરિયામાં લોકોની મોટી ભીડ

ભુજમાં આવેલ પ્રાગમહેલ, મ્યુઝીયમ તેમજ સ્વામીનારાયણ મંદિર સહિતના સ્થળોપર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે છે, તેવી રીતે અમદાવાદના કાંકરિયા ખાતે પણ મોટી સંખ્યામાં નાના મોટા સૌ કોઈનો ધસારો જોવા મળી રહ્યો છે.

દિવાળીમાં આ સ્થળ બન્યું મોસ્ટ ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન, અ'વાદના કાંકરિયામાં લોકોની મોટી ભીડ

રાજેન્દ્ર ઠાકર/ ભુજ: દિવાળીના પર્વ સાથે જ કચ્છમાં દેશ-વિદેશનાં લાખો સહેલાણીઓ ઉમટી પડ્યાં છે. સફેદ રણથી લઈ છે ક લખપત સુધી સર્વત્ર પ્રવાસીઓની જ ભીડ દેખાય છે. જિલ્લાનું મુખ્ય મથક ભુજ જાણે કે કોઈ ફેમસ ટૂરીસ્ટ સ્પોટમાં ફેરવાઈ ગયું છે. ભુજમાં આવેલ પ્રાગમહેલ, મ્યુઝીયમ તેમજ સ્વામીનારાયણ મંદિર સહિતના સ્થળોપર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે છે, તેવી રીતે અમદાવાદના કાંકરિયા ખાતે પણ મોટી સંખ્યામાં નાના મોટા સૌ કોઈનો ધસારો જોવા મળી રહ્યો છે.

અમદાવાદના કાંકરિયામાં સહેલાણીઓનો ધસારો
તેવી જ રીતે અમદાવાદના કાંકરીયા ખાતેથી મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. અમદાવાદના કાંકરીયા ખાતે સહેલાણીઓની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે. દિવાળીના તહેવારની રજાઓમાં લોકો પરિવાર સાથે કાંકરીયાની મુલાકાતે દેખાઈ રહ્યા છે. કાંકરીયા ખાતે બાળકો, યુવાનો અને વડીલો માટેની એક્ટીવિટીનો સમાવેશ થાય છે. કાંકરીયા ખાતે બોટીંગ, ઝુ, નોક્ટરનલ ઝુ, કિડ્સ સીટી, બાલવાટીકા, સ્પોર્ટસ એક્ટીવિટી તથા અટલ અક્સપ્રેસ અને સ્વર્ણિમ એક્સપ્રેસ જેવા આકર્ષણોમાં મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે. કાંકરિયા ખાતે દરેક આકર્ષણોને માણવા લોકોની લાંબી લાઇન જોવા મળી રહી છે.

કચ્છ બન્યું મોસ્ટ ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન
દિપોત્સવીના પર્વ સાથેજ કચ્છ ટૂરીસ્ટ ડેસ્ટીનેશનમાં ફેરવાઈ ગયું છે. કચ્છ પ્રવાસન સ્થળ તરીકે જાણીતું બન્યું છે. દર વર્ષે દેશ વિદેશમાંથી લાખો પ્રવાસીઓ કચ્છ પર્યટન સ્થળોની મુલાકાત લઇ રહ્યા છે. માંડવીનો બીચ હોય કે માતાના મઢ- નારાયણ સરોવર-કોટેશ્વર કે લખપત સર્વત્ર પ્રવાસીઓની ભીડ જોવા મળે છે. કચ્છમાં ફરવા આવતાં પ્રવાસીઓ મોટાભાગે ભુજમાં જ રોકાતાં હોઈ સવાર પડેને ભુજનાં જોવાલાયક સ્થળો પર મુલાકાતીઓ ઉમટી પડે છે. ભુજનુ નૂતન સ્વામિનારાયણ મંદિર હોય કે ભુજનું મ્યુઝિયમ કે પછી પ્રાગમહેલ સર્વત્ર બસ પ્રવાસીઓ જ પ્રવાસીઓ નજરે પડે છે.

કચ્છના રાજાશાહી યુગની પ્રાચીન વિરાસતને સાચવી રહેલાં આયના મહેલ તેમજ પ્રાગપર મહેલ જોવા લાખો પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. કચ્છમાં આવતા પ્રવાસીઓ કચ્છના સફેદ રણ, માંડવી બ્રીચ, વિજય વિલાસ મહેલ, નારાયણ સરોવર, કોટેશ્વર, માતાનામઢ , તેમજભુજમાં આવેલા સ્વામીનારાયણ મંદિર, આયના મહેલ,પ્રાગમહેલ, મ્યુઝીયમ જેવા અનેક એતિહાસિક સ્થળો પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે. 

Bhuj News in Gujarati, Latest Bhuj news, photos, videos | Zee News Gujarati

આમ તો કચ્છ પહેલાંથી દેશ વિદેશનાં પ્રવાસીઓને આકર્ષતું આવ્યું છે. પરંતુ, રાજ્યના પ્રવાસન વિભાગના પ્રયાસો અને અમિતાભ બચ્ચનની ખુશ્બુ ગુજરાતની એડ ફિલ્મે પ્રવાસીઓમાં રીતસરનું આકર્ષણ સર્જ્યું છે. કચ્છ આવતા પ્રવાસીઓ પોતાની યાદગાર તસ્વીર તેમજ મોબાઈલ સેલ્ફી ખેચતા જોવા મળી રહ્યા છે. કચ્છની મુલાકાતે આવનાર મુલાકાતી મહાનાયક અમિતાબ બચ્ચન આ પંક્તિ કચ્છ નહી દેખા તો કુછ નહિ દેખા ગણગણાવી રહ્યા છે. તો કચ્છી માડુઓની લાગણી અને નિર્મળતા પણ ક્યાંક સ્પર્શી ગઈ હોય એવા લાગણી સભર શબ્દો પણ કેમેરામાં કેદ થઈ ગયા છે.

ગુજરાતને પગલે પીએમ મોદીની કાશી ચાલશે, ગંગા કિનારે બનશે ટેન્ટ સિટી | India  News in Gujarati

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news