Indian Coast Guard બન્યું દેવદૂત, ડૂબતા જહાજના 12 ખલાસીઓનો બચાવ્યો જીવ

Indian Coast Guard Rescue Crew Members Life : ફરી એકવાર ભારતીય કોસ્ટગાર્ડની સરહાનીય કામગીરી સામે આવી છે, અરબ મહાસાગરમાં ડૂબતા 12 ખલાસીઓનો જીવ બચાવી લેવાયો હતો
 

Indian Coast Guard બન્યું દેવદૂત, ડૂબતા જહાજના 12 ખલાસીઓનો બચાવ્યો જીવ

Indian Coast Guard Rescue Crew Members Life : ભારતીય કોસ્ટગાર્ડની ટીમે ગુજરાત પાસેના અરબ મહાસાગરમાં ડૂબી રહેલા એક જહાજના ખલાસીઓનો જીવ બચાવ્યો છે. કોસ્ટગાર્ડની ટીમે 12 ખલાસીઓનો જીવ બચાવ્યો છે. ઈન્ડિયન કોસ્ટગાર્ડે (ICG) રવિવારે આ માહિતી આપી હતી. જેમાં અરબી સમુદ્રમાં ડૂબતા મોટરાઇઝ્ડ સપ્લાય વેસલ (MSV) માંથી 12 ક્રૂ મેમ્બર્સને બચાવાયા છે. તેના બાદ તમામ ક્રુ મેમ્બર્સ સલામત છે અને તેને વાડીનાર ખાતે તેમના માલિકને સોંપવામાં આવ્યા હતા. 

શું બન્યુ હતું
શનિવારે સવારે 11:00 વાગ્યે, ICG મેરીટાઇમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર (MRCC), મુંબઈ દ્વારા 12 ક્રૂ ઓનબોર્ડ (તમામ ભારતીય નાગરિકો) સાથે ભારતીય MSV નિગાહેન કરમ પર અનિયંત્રિત પૂર અંગે એક સંકટ સંદેશ પ્રાપ્ત થયો હતો. જહાજ તેના માર્ગ પર હતું. MRCC મુંબઈએ તાત્કાલિક જવાબ આપ્યો અને આસપાસના વિસ્તારમાં કાર્યરત તમામ જહાજોને ચેતવણી આપી. MRCC, મુંબઈએ પછી MRSC (મેરીટાઇમ રેસ્ક્યુ સબ સેન્ટર) સાથે સંકલન કરીને, પોરબંદરે જહાજને તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે નજીકમાં કાર્યરત મોટર ટેન્કર (MT) સીરેન્જરને ડાયવર્ટ કર્યું. આ ઉપરાંત, આ વિસ્તારમાં કાર્યરત ભારતીય કોસ્ટગાર્ડ જહાજ સાર્થકને પણ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું અને જહાજ C-152 ના ICG ફાસ્ટ ઇન્ટરસેપ્ટર ક્લાસને તાત્કાલિક વાડીનારથી રવાના કરવામાં આવ્યું હતું. 

આ પણ વાંચો : 

એમએસવી આખરે ડૂબી ગયું હતું, પરંતુ કોસ્ટગાર્ડની ટીમે તમામ 12 ક્રૂને બચાવી લીધા હતા. તેઓને સલામત રીતે ખસેડાયા હતા. ત્યાર બાદ ક્રૂને એમટી સીરેન્જરથી આઈસીજી શિપમાં ટ્રાન્સફર કરીને વાડીનાર લાવવામાં આવ્યા હતા. ભારતીય કોસ્ટ ગાર્ડ સ્ટેશન વાડીનાર ખાતે ક્રૂની પ્રાથમિક તબીબી તપાસ બાદ ક્રૂને માલિકને સોંપવામાં આવ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news