બનાસકાંઠાઃ વડગામના ઇકબાલગઢ ગામના ઉપ સરપંચની હત્યા

અંગત અદાવતમાં ઉપ સરપંચની હત્યા કરવાનું સામે આવ્યું છે. 
 

બનાસકાંઠાઃ વડગામના ઇકબાલગઢ ગામના ઉપ સરપંચની હત્યા

બનાસકાંઠાઃ વડગામ તાલુકાના ઇકબાલગઢ ગામમાં હત્યાનો બનાવ બન્યો છે. ગામના ઉપ સરપંચ રમેશભાઈ સેનમાની હત્યા કરવામાં આવી છે. હત્યા પાછળ અંગત અદાવત હોવાની વાત સામે આવી છે. ગામના જ લોકોએ ધારીયા વડે માથામાં માર મારી તેમની ઘટનાસ્થળે જ હત્યા નીપજાવી દીધી હતી. હત્યા કરનાર વ્યક્તિ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. વડગામ પોલીસને જાણ  થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ તો આ મામલે પોલીસે સમગ્ર તપાસ હાથ ધરી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news