એવી તો શું ઉતાવળ હતી અમદાવાદ પોલીસ! કોંગ્રેસના કાર્યકર્તાઓને સમય પહેલા કોર્ટમાં રજૂ કરાયા, કોર્ટે માંગ્યો ખુલાસો

Rahul Gandhi Gujarat Visit: સાંસદ રાહુલ ગાંધી આજે આવશે ગુજરાત, કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારા કેસમાં પોલીસે પકડેલા કોંગ્રેસના કાર્યકરોને મળશે, રાજકોટ અગ્નિકાંડ, વડોદરા હરણી કાંડ, મોરબી બ્રિજ કાંડ અને સુરતના તક્ષશિલા કાંડના પીડિતોને પણ મળશે રાહુલ ગાંધી

એવી તો શું ઉતાવળ હતી અમદાવાદ પોલીસ! કોંગ્રેસના કાર્યકર્તાઓને સમય પહેલા કોર્ટમાં રજૂ કરાયા, કોર્ટે માંગ્યો ખુલાસો

Ahmedabad News : લોકસભા ચૂંટણીમાં વિપક્ષના નેતા તરીકેને પસંદગી કરાયા બાદ આજે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે. તાજેતરમાં જ ભાજપના કાર્યકર્તાઓ સાથે હિંસક ઝડપમાં પકડાયેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે રાહુલ ગાંધી મુલાકાત કરશે. આ ઉપરાંત તેઓ રાજકોટ અગ્નિકાંડ, મોરબીકાંડના પીડિતોને મળશે. રાહુલ ગાંધીની મુલાકાત પહેલા 10 વર્ષમાં પહેલીવાર કોંગ્રેસ કાર્યાલય ધમધમતુ થયું છે. અમદાવાદ કોંગ્રેસના કાર્યાલય બહાર પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તો RAFની ટીમ પણ ગોઠવાઈ છે. તો બીજી તરફ કોંગ્રેસના જ કાર્યર્તાઓને અંદર ન જવા દેતા કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. 

  • ગુજરાતમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર હિંસક અથડામણનો મામલો
  • કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમદાવાદ પ્રદેશ કાર્યાલય પહોંચશે
  • રાહુલ ગાંધી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને સંબોધશે
  • રાહુલ રાજકોટ સહિત ગુજરાતની અન્ય મોટી ઘટનાઓના પીડિતોને મળશે

પકડાયેલા કાર્યકર્તાઓને સમય પહેલા કોર્ટમાં રજૂ કરાયા
લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત અગાઉ ધરપકડ કરાયેલ તમામ આરોપીઓને કોર્ટમાં રજુ કરાયા છે. પોલીસે આરોપીઓના ૬ જુલાઇ બપોરે ૩ વાગ્યા સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. પરંતુ રિમાન્ડ પુરા થાય એ પહેલાં જ કોંગ્રેસના કાર્યકર્તાઓને કોર્ટમાં રજુ કરાયા છે. ત્યારે સમય કરતા પહેલા આરોપીઓને રજૂ કરાયા કોર્ટે પોલીસ પાસેથી આ અંગેનો ખુલાસો માંગ્યો. સમય કરતાં પૂર્વે વહેલા રજૂ કરવા મુદ્દે કોર્ટ દ્વારા ખુલાસો માંગવામા આવ્યો.

 

રાહુલ ગાંધીનો કાર્યક્રમ

  • બપોરે 1 કલાકે અમદાવાદ એરપોર્ટ પર થશે આગમન 
  • એરપોર્ટથી અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશન પહોંચશે 
  • પોલીસ કસ્ટડીમાં કોંગ્રેસના નેતાઓ સાથે કરશે મુલાકાત
  • બપોરે 1:30 કલાકે કોંગ્રેસ ભવન પહોંચશે રાહુલ ગાંધી
  • પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકરોને સંબોધશે 
  • ધરપકડ કરાયેલા કાર્યકરોના પરિવારજનોને મળશે 
  • 2:30 કલાકે ગુજરાતની વિવિધ ઘટનાઓના પીડિતોને મળશે  

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : આ જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી, 15 જિલ્લા એલર્ટ

VHP કરશે વિરોધ
રાહુલ ગાંધીની અમદાવાદની મુલાકાત પર VHP વિરોધ દર્શાવશે. VHP ના નેતાઓ કોંગ્રેસના કાર્યાલય ખાતે વિરોધ કરશે. આ માટે ‘હિન્દુ હિંસક નહિ પરાક્રમી હૈ’ નાં પોસ્ટર તૈયાર કરાયા છે. સાથે જ ‘ઇટાલિયન પીઝા નહિ ચાહીએ..’ નાં પોસ્ટર તૈયાર કરાયા છે. VHP નાં વિરોધ ને લઈને કાર્યાલય પર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. વિહીપ દ્વારા રાહુલ ગાંધીને રાવણ ગાંધી દર્શાવતા ચિત્રો તૈયાર કરાયા છે. સ્થાનિક પોલીસ સાથે BSFનાં જવાનો તૈનાત કરાયા છે. 

 

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીની આ મુલાકાતથી ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાશે. 10 વર્ષથી ગુજરાતના રાજકીય ચિત્રમાંથી લગભગ ગાયબ થઈ ગયેલા કોંગ્રેસને હવે નવી આશા જાગી છે. તાજેતરમાં જ રાહુલ ગાંધીએ સંસદમાં ગુજરાતમાં આગામી સમયમાં ગઠબંધનની જીતનો દાવો કર્યો હતો. રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું હતું કે આ વખતે અમે તમને ગુજરાતમાં હરાવીશું, લેખિતમાં લઈ લો. રાહુલ ગાંધીની આ મુલાકાત ભાજપ માટે મોટો પડકાર બની રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news