અમેરિકા જવાનું સપનું જોનારા જરૂર વાંચે, યુએસએ જવા નીકળેલા પટેલ દંપતીનું ઈરાનમાં અપહરણ

ahmedabad patel couple kidnap in iran : અમદાવાદી યુવકને નગ્ન કરીને કિડનેપર્સે પીઠમાં બ્લેડના અસંખ્ય ઘા ઝીંકી ખંડણી માગી; રૂવાંટાં ઉભા કરતો વીડિયો સામે આવ્યો
 

અમેરિકા જવાનું સપનું જોનારા જરૂર વાંચે, યુએસએ જવા નીકળેલા પટેલ દંપતીનું ઈરાનમાં અપહરણ

Gujaratis In America : અમેરિકા જવાના ખ્વાબ જોનારા અનેક લોકોને મોત મળ્યું છે. ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરનારાઓ ખોટો રસ્તો અપનાવે છે, જેથી તેઓ મોતના મુખમાં ધકેલાય છે. જો અમેરિકા જવાનુ સપનુ આવુ હોય તો પછી શું કામ આવુ સપનુ જોવુ. છેલ્લાં કેટલાય સમયથી એજન્ટના સહારે અમેરિકા ઘૂસવાનો પ્રયાસ કરનારા અકાળે મોતને ભેટ્યા છે. પરંતુ અમદાવાદના એક દંપતી સાથે જે થયુ તે રુંવાડા ઉભા કરી દે તેવું છે. એક એવો વીડિયો સામે આવ્યો છે, જે રુંવાડા ઉભા કરી દે તેવો છે. એજન્ટના સહારે અમેરિકા જવા નીકળેલું પટેલ દંપતી ઈરાન પહોંચી ગયું. જ્યાં તેમનુ અપહરણ કરવામાં આવ્યું. હવે આ દંપતીને એવી યાતનાઓ આપવામાં આવી રહી છે, જે જોઈને કમકમાટી થઈ જાય. યુવકના શહેર પર બ્લેડના અસંખ્ય ઘા મારવામાં આવ્યા છે. તે કરગરી રહ્યો છે કે, માંગો એટલા રૂપિયા આપી દો. 

યુવકના ભાઈએ ફરિયાદ નોંધાવી 
જે યુવકનો વીડિયો સામે આવ્યો છે, તેનુ નામ પંકજ પટેલ છે. તેના સગા ભાઈ સંકેત પટેલે અમદાવાદના કૃષ્ણનગર પોલીસ મથકમાં અરજી કરી કે, તેના ભાઈ-ભાભીએ ગાંધીનગર સરગાસણ ખાતેના એક એજન્ટ સાથે રૂ.1.15 કરોડમાં ગેરકાયદે અમેરિકા જવાનો સોદો નક્કી કર્યો હતો. એજન્ટે એવુ કહ્યું હતું કે તેમના ભાઈ ભાભીને પહેલા હૈદરાબાદ લઈ જવાશે અને ત્યાંથી બીજો એજન્ટ તેમને વાયા, દુબઈ, ઈરાન થઈને અમેરિકા મોકલશે. આવામાં હવે અમેરિકા પહોંચતા પહેલતા જ તેમના ભાઈ-ભાભીનુ ઈરાનમાં અપહરણ થયું હોય તેવું લાગે છે. 

યુવકના શરીર પર બ્લેડ મારેલો વીડિયો
યુવક પંકજ પટેલનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેને બાથરૂમમાં ઊંધો સૂવડાવાયો છે. તેના પીઠ પર બ્લેડથી અસંખ્ય ઘા મારવામાં આવ્યા છે. તેની આખી પીઠ લોહીથી ખરડાઈ ગયેલી છે. દર્દથી કણસતો યુવક રીતસરનો કરગરી રહ્યો છે. તે આજીજી કરી રહ્યો છે કે, જલ્દીથી પૈસા મોકલી આપો નહીંતર આ લોકો મને મારી નાંખશે. 

પરિવારને મોકલાયો વીડિયો
પંકજ પટેલ પર યાતનાઓ કરતો આ વીડિયો તેના પરિવારજનોને મોકલાયા છે. જેમા એક વીડિયોમાં પતિ અને પત્ની સ્વીમિંગ પુલ પાસે ઉભા છે અને અમેરિકા જઈ રહ્યા હોવાનું જણાવે છે. તો બીજા વીડિયોમાં પંકજ પટેલ પર યાતનાઓ કરવામા આવી રહી છે. 

જોકે, આ સમગ્ર મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે. યુવક હાલ ક્યાં છે, અને તેને કયા એજન્ટે મોકલ્યો હતો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. અમદાવાદ પોલીસ હાલ હૈદરાબાદ અને અન્ય સ્થળોએ તપાસ કરી રહી છે. જોકે, જાણવા મળ્યુ છે કે, ગાંધીનગરમાં એક એજન્ટ દ્વારા અમેરિકા મોકલવાનું નક્કી થયુ હતું. પરંતુ રૂપિયા ન પહોંચતા પતિ પત્નીને અમેરિકાની જગ્યાએ ઈરાન લઈ જવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news