ભાવનગરમાં સિદસર બાયપાસે બિસ્માર બનેલા રોડ છતા તંત્રના આંખ આડા કાનથી પ્રજા પરેશાન

મહાનગરપાલિકામાં સમાવેશ કરાયેલા સીદસરના જકાતનાકાથી સિદસર ચોકડી સુધીનો મુખ્યમાર્ગ અતિશય બિસ્માર બન્યો છે. સ્થાનિક લોકોની વારંવાર રજૂઆત બાદ મનપા દ્વારા રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેને લઇને જૂનો રોડ ખોદી નાખવામાં આવ્યો હતો, બાદમાં વરસાદ થતા રોડ બનાવવાની કામગીરી અટકી પડતાં લોકો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે. ખોદાયેલા રોડના કારણે અનેક લોકો અકસ્માત નો ભોગ બની રહ્યા છે, ત્યારે રોડની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા લોકો માંગ કરી રહ્યા છે.

ભાવનગરમાં સિદસર બાયપાસે બિસ્માર બનેલા રોડ છતા તંત્રના આંખ આડા કાનથી પ્રજા પરેશાન

નવનીત દલવાડી/ભાવનગર : મહાનગરપાલિકામાં સમાવેશ કરાયેલા સીદસરના જકાતનાકાથી સિદસર ચોકડી સુધીનો મુખ્યમાર્ગ અતિશય બિસ્માર બન્યો છે. સ્થાનિક લોકોની વારંવાર રજૂઆત બાદ મનપા દ્વારા રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેને લઇને જૂનો રોડ ખોદી નાખવામાં આવ્યો હતો, બાદમાં વરસાદ થતા રોડ બનાવવાની કામગીરી અટકી પડતાં લોકો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે. ખોદાયેલા રોડના કારણે અનેક લોકો અકસ્માત નો ભોગ બની રહ્યા છે, ત્યારે રોડની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા લોકો માંગ કરી રહ્યા છે.

ભાવનગર જીલ્લામાં વિકાસના અનેક કામો થઇ રહ્યા છે, પરંતુ આપેલ સમયે એક પણ કામ પૂરા નથી થયા, હાલ ભાવનગરના સીદસર જકાતનાકા થી સિદસર ચોકડી સુધીના રોડની હાલત ખુબ જ દયનીય બની છે, રૂપિયા 5 કરોડ થી વધુના ખર્ચે નવો આરસીસી રોડ બનાવવા માટે મનપાએ આ રોડ 2 મહિના પહેલાં ખોદી નાખ્યો હતો પરંતુ બાદમાં વરસાદ શરૂ થઈ જતાં કામ અટકી પડ્યું છે, જેથી આજ દિન સુધી નવો રોડ બનાવવા ની કામગીરી પૂરી કરવામાં આવી નથી, જ્યારે ભાવનગર થી પાલીતાણા સુધી જતા આ રોડ પર ૩૫ થી વધુ ગામો આવેલા હોય આ માર્ગ પરથી રોજના હજારો વાહનો પસાર થતા હોય છે, રોડ ખોદી નાખવામાં આવેલો હોવાથી રાત્રી દરમ્યાન પસાર થઈ રહેલા અનેક લોકો અંધકાર ના કારણે અકસ્માત નો ભોગ બની રહ્યા છે, જેથી સ્થાનિક રહીશો અને રાહદારીઓ રોડની કામગીરી ઝડપથી પૂરી કરવામાં આવે એવી માંગ કરી રહ્યા છે

મહાનગરપાલિકા દ્વારા 5 કરોડ 73 લાખના ખર્ચે લોકોની સુવિધા માટે સિદસર જકાતનાકા થી સિદસર ચોકડી સુધીનો રોડ બનાવવાની કામગીરી શરૂ કરી હતી, જેમાં સ્ટ્રોમ લાઈન નાખવા માટે થોડો સમય કામ રોકવામાં આવ્યું હતું, અને બાદ માં વરસાદ શરૂ થઈ હતા કામ અટકી પડ્યું છે જે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે, તેમજ સિદસર થી બૂધેલ તરફ અને સિદસર થી વરતેજ તરફ ના બિસ્માર રોડ ને 3.50 કરોડ ના ખર્ચે નવો બનાવવા માટે પણ વિચારણા હાથ ધરવામાં આવી છે.

ભાવનગર મહનગરપાલિકા નું વિસ્તૃતિકરણ કરવામાં આવતા 9 જેટલા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે જે પૈકીનું એક ગામ સીદસર છે, જેનો સમાવેશ કર્યા ને 6 વર્ષ કરતા વધુ સમય વિતી ગયો હોવા છતાં લોકો પાયાની સુવિધા ઝંખી રહ્યા છે, તંત્ર દ્વારા રોડ બનાવવાની કામગીરી તો હાથ ધરવામાં આવી છે પરંતુ ગોકળગતિએ ચાલી રહેલી કામગીરી ના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news