વડોદરામાં રખડતા ઢોર મુદ્દે BJP ના પોતાના જ કોર્પોરેટરે કોર્પોરેશન વિરુદ્ધ બોલતા સોપો પડી ગયો

સહિત સમગ્ર રાજ્યમાં રખડતા ઢોરોનો આતંક છે, ત્યારે વડોદરા પાલિકાની સભામાં રખડતા ઢોરોનો મુદ્દો ઉછળ્યો, જેમાં ભાજપના જ કોર્પોરેટરે પાલિકાની પોલ ખોલતી રજૂઆત કરતા સભામાં સોંપો પડી ગયો હતો. ભાજપના કોર્પોરેટરે પશુપાલક અને ઢોર પાર્ટીની ટીમ વચ્ચે મીલીભગતનો આરોપ લગાવતા હડકંપ મચી જવા પામ્યો છે. વડોદરા પાલિકાની સભા સયાજીરાવ નગર ગૃહમાં મળી, જેમાં રખડતા ઢોરોનો મુદ્દો ઉછળ્યો, જેમાં ભાજપ કોર્પોરેટર રણછોડ રાઠવાએ પાલિકાની ઢોર પાર્ટીની, દબાણ શાખાની ટીમ અને પશુપાલકો વચ્ચે મીલીભગત હોવાનો આરોપ લગાવ્યો હતો. રણછોડ રાઠવાએ કહ્યું કે ઢોર પાર્ટીની ટીમ પશુપાલકોને વોટસ એપ પર ક્યાં ઢોર પકડવા આવવાના છે, તેની માહિતી આપી દે છે, જેથી ઢોર પકડાતા નથી. ઢોર પાર્ટીની ટીમના સભ્યો ફૂટેલા છે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. 

વડોદરામાં રખડતા ઢોર મુદ્દે BJP ના પોતાના જ કોર્પોરેટરે કોર્પોરેશન વિરુદ્ધ બોલતા સોપો પડી ગયો

રવિ અગ્રવાલ/વડોદરા : સહિત સમગ્ર રાજ્યમાં રખડતા ઢોરોનો આતંક છે, ત્યારે વડોદરા પાલિકાની સભામાં રખડતા ઢોરોનો મુદ્દો ઉછળ્યો, જેમાં ભાજપના જ કોર્પોરેટરે પાલિકાની પોલ ખોલતી રજૂઆત કરતા સભામાં સોંપો પડી ગયો હતો. ભાજપના કોર્પોરેટરે પશુપાલક અને ઢોર પાર્ટીની ટીમ વચ્ચે મીલીભગતનો આરોપ લગાવતા હડકંપ મચી જવા પામ્યો છે. વડોદરા પાલિકાની સભા સયાજીરાવ નગર ગૃહમાં મળી, જેમાં રખડતા ઢોરોનો મુદ્દો ઉછળ્યો, જેમાં ભાજપ કોર્પોરેટર રણછોડ રાઠવાએ પાલિકાની ઢોર પાર્ટીની, દબાણ શાખાની ટીમ અને પશુપાલકો વચ્ચે મીલીભગત હોવાનો આરોપ લગાવ્યો હતો. રણછોડ રાઠવાએ કહ્યું કે ઢોર પાર્ટીની ટીમ પશુપાલકોને વોટસ એપ પર ક્યાં ઢોર પકડવા આવવાના છે, તેની માહિતી આપી દે છે, જેથી ઢોર પકડાતા નથી. ઢોર પાર્ટીની ટીમના સભ્યો ફૂટેલા છે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. 

જ્યારે ભાજપના જ અન્ય કોર્પોરેટર જયશ્રી સોલંકીએ પણ રખડતા ઢોરોનો આતંક હોવાની વાત કરી. જેમાં જયશ્રી સોલંકીએ કહ્યું કે ગાયે ઘરની બહાર બેઠેલા તેમના પિતા પર હુમલો કર્યો, જેમાં તેવો ગંભીર રીતે ઘાયલ થયા છે. હોઠના ભાગે 8 ટાંકા લીધા છે. ભાજપ કોર્પોરેટરની રજૂઆત મામલે મેયર કેયુર રોકડીયાએ રખડતા ઢોર મામલે કડક કાર્યવાહી કરવાની ખાતરી સભામાં આપી છે. જેમાં કેયુર રોકડીયાએ કહ્યું કે આગામી સમયમાં પાલિકા અને પશુપાલકો વચ્ચે બેઠક કરીશું. 

પશુપાલકોને ઢોર શહેર બહાર લઈ જવા સમજાવીશું. જે પશુપાલક નહિ માને તેમની સામે કડક કાર્યવાહી કરાશે. જ્યારે ઢોર પાર્ટીની પશુપાલકો સાથે મીલીભગત મામલે કેયુર રોકડીયાએ તપાસ કરાવીશું તેમ કહી હાથ અધ્ધર કર્યા હતા. તેમજ ઢોર પાર્ટીની ટીમનો બચાવ કરતા હોય તેમ તેમની કામગીરી ગણાવી હતી. જ્યારે ભાજપના કોર્પોરેટર વિનોદ ભરવાડે પશુપાલક ઢોર રખડતા નથી મૂકતા તેવું કહી પશુપાલકોનો બચાવ કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news