પતિનો વિરહ એક કલાક પણ જીરવી ન શકી પત્ની, વૃદ્ધ દંપતીની એકસાથે અર્થી ઉઠતા આખું ગામ રડ્યું

Love Story : પતિના અવસાનના આઘાતમાં પત્નીએ પણ દેહ છોડ્યો.. ભરૂચમાં પતિના મૃત્યુના એક કલાક બાદ પત્નીએ પણ દુનિયાને અલવિદા કહી, બંનેની સાથે અંતિમયાત્રા નીકળી
 

પતિનો વિરહ એક કલાક પણ જીરવી ન શકી પત્ની, વૃદ્ધ દંપતીની એકસાથે અર્થી ઉઠતા આખું ગામ રડ્યું

Bharuch : આજકાલ એવા જ કિસ્સા સાંભળવા મળે છે કે, પત્નીએ પત્નીને મારી નાંખી કે ટુકડા કરીને નાંખી દીધા. અથવા તો પતિ પત્નીના આડા સંબંધોમાં હત્યા કરી. પરંતુ આ વચ્ચે પતિ પત્નીના સમુધુર સંબંધોનું એક એવુ ઉદાહરણ સામે આવ્યું છે, જેને સાંભળીને તમારી આંખો પણ ભીની થઈ જશે. વૃદ્ધ દંપતીએ એકબીજા સાથે જીવવા મરવાના કોલ આપ્યા હોય તેમ પતિના નિધનના એક કલાક બાદ પત્નીનું પણ નિધન થયું હતું. વૃદ્ધ દંપતીની ગામમાં એકસાથે અર્થી નીકળતા ગમગીનીનો માહોલ છવાયો હતો. 

ભરૂચના ફાટાતળાવ વિસ્તારની આ ઘટના છે. જેમાં શુક્રવારે સવારે વૃદ્ધ હરકિસન ભગવાનદાસ મકવાણાનું ઉંમરના કારણે નિધન થયુ હતું. પતિના મોતનો પત્ની પુષ્પાબેનને ભારે આઘાત લાગ્યો હતો. પતિના મૃત્યુના એક કલાક બાદ જ પુષ્પાબેનનું પણ આઘાતમાં મૃત્યુ થયું હતું. વસમી ઘડી તો ત્યારે બની રહી, જ્યારે વૃદ્ધ દંપતીની એકસાથે ગામમાંથી અર્થી નીકળી હતી. 

આજના સમયમાં આવા કિસ્સાઓ જ્વલ્લે જ જોવા મળે છે. પતિ પત્ની બંનેની અંતિમયાત્રા એક સાથે નીકળતા વિસ્તારમાં તેઓના એકબીજા પ્રત્યેના પ્રેમ અને લાગણીને લઈ સૌકોઈની આંખો ભીની થઇ ગઇ હતી. 

સાથે જ મકવાણા પરિવાર પર પણ આભ તૂટી પડ્યુ હતુ. તેઓએ એકસાથે પરિવારના બે વડીલોને ગુમાવ્યા હતા. પરંતુ હાલ મકવાણા દંપતીના પ્રેમની મિસાલની ચારેતરફ ચર્ચા થઈ રહી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news