લાઠીના આંબરડી ગામે મોટી દુર્ઘટના! વીજળી પડતાં 5ના દર્દનાક મોત, આકાશી આફતે ભારે કરી!
લાઠીના આંબરડી ગામે વીજળી ખાબકી છે. જી હા...ખેત મજૂરી કરતા મજૂરો ઘરે જતી વેળા અચાનક વીજળી ત્રાટકી છે. વીજળી પડવાની આ ઘટનામાં કુલ 5 લોકોના મોત થયા છે. 4 બાળકો સાથે 1 યુવતીનું વીજળી પડવાથી મોત થયું હોવાનું જાણવા મળે છે.
Trending Photos
ઝી બ્યુરો/અમરેલી: અમરેલીના લાઠી, રાજકોટના ઉપલેટા અને બોટાદના ગઢડામાં વીજળી પડતાં આજે એક જ દિવસમાં 7 લોકોનાં દર્દનાક મોત થયા છે. આંબરડીમાં 5, સેવંત્રામાં 1 અને પડવદર ગામમાં એકનું મોત થયું છે. જ્યારે છેલ્લા 7 દિવસમાં 12 લોકોને વીજળી ભરખી ગઈ છે. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના આંબરડી ગામે વીજળી પડવાની ઘટના બની છે. શ્રમિકો પર વીજળી કાળ બનીને ત્રાટકી હતી. આ ઘટનામાં પાંચ શ્રમિકોના મોત થયા છે. શ્રમિકો ખેતરેથી પરત ફરી રહ્યા હતા આ દરમિયાન તેમના પર વીજળી પડી હતી.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, લાઠીના આંબરડી ગામે વીજળી ખાબકી છે. જી હા...ખેત મજૂરી કરતા મજૂરો ઘરે જતી વેળા અચાનક વીજળી ત્રાટકી છે. વીજળી પડવાની આ ઘટનામાં કુલ 5 લોકોના મોત થયા છે. 4 બાળકો સાથે 1 યુવતીનું વીજળી પડવાથી મોત થયું હોવાનું જાણવા મળે છે. ખેત મજૂરી કરતા દેવીપૂજક પરિવારના 5 વ્યક્તિના મોત થયા છે.
મહત્વનું છે કે આંબરડી ગામના પરીવાર પર આભ ફાટયું છે. આંબરડી ગામે ખેતરથી પરત ફરી રહ્યા હતા ત્યારે વીજળી પડવાની ઘટના બની હતી. આ ઘટનાની માહિતી મળતાં જ મૃતકોને 108 વડે લાઠી સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યારે વીજળી પડવાથી અન્ય 3 ઈજાગ્રસ્ત બન્યા છે. 3 ઈજાગ્રસ્તોને અમરેલી સારવારમાં ખસેડાયા છે. નાના એવા ગામમાં 5ના મોતથી અરેરાટી વ્યાપી ગઈ છે.
મૃતકોના નામ :-
1 ભારતી બેન સાંથળીયા (ઉ. વ. 35)
2 શિલ્પા સાંથળીયા ((ઉ. વ. 18)
3 રૂપાલી દલસુખભાઈ વણોદિયા (ઉ. વ.18)
4 રિધ્ધિ ભાવેશ સાંથળીયા (ઉ. વ. 5)
5 રાધે ભાવેશભાઈ સાંથળીયા (ઉ. વ. 5)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે