પિતાએ કહ્યું, પ્રેમ નહિ અભ્યાસમાં ધ્યાન આપે અને સગીર દીકરાએ ગળે ફાંસો ખાઈ લીધો 

શું કોઈ માતા પિતા પોતાના સંતાનને ઠપકો પણ ન આપી શકે, શું સંતાન પાસે આત્મહત્યા કરવી એ જ પસંદ છે. અમદાવાદમાં વધુ એક સગીરે માતા પિતાએ પ્રેમિકા બાબતે ઠપકો આપતા ગળે ફાંસો ખાઈ લીધો હતો.
પિતાએ કહ્યું, પ્રેમ નહિ અભ્યાસમાં ધ્યાન આપે અને સગીર દીકરાએ ગળે ફાંસો ખાઈ લીધો 

ઉદય રંજન/અમદાવાદ :શું કોઈ માતા પિતા પોતાના સંતાનને ઠપકો પણ ન આપી શકે, શું સંતાન પાસે આત્મહત્યા કરવી એ જ પસંદ છે. અમદાવાદમાં વધુ એક સગીરે માતા પિતાએ પ્રેમિકા બાબતે ઠપકો આપતા ગળે ફાંસો ખાઈ લીધો હતો.

અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલ ગાંધી આશ્રમ નજીક આવેલ કેવલ નિવાસ આવેલ છે. જ્યા ગત રોજ એક સગીરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. સોમવારે બપોરના સમયે અમદાવાદના રાણીપ પોલીસ સ્ટેશનને એક કોલ આવ્યો હતો કે નીલ પાટીલ નામના સગીરે ગળે દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી લીધી છે. આ મેસેજ મળતાની સાથે કેવલ નિવાસે પહોંચી ગઈ હતી અને પ્રાથમિક તપાસ શરુ કરી હતી. 

પોલીસે ઘટના સ્થળ પહોંચી એફએસએલને જાણ કરી નીલ પાટીલનો મૃતદેહ નીચે ઉતારી પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, મૃતક સગીર નીલ પાટીલના માતા પિતા ઉત્તરાખંડ ફરવા માટે ગયા હતા. માતા પિતાએ જણાવ્યું હતું કે દીકરા નીલ પાટીલ ડિપ્લોમામાં અભ્યાસ કરતો હતો. સાથે જ અભ્યાસ કરતી સગીરા સાથે એક તરફી પ્રેમમાં હતો. જેને લઇને પિતાએ થોડા દિવસો અગાઉ જણાવ્યું હતું કે, હાલ આ સમય અભ્યાસ કરવાનો છે, પ્રેમ કરવાનો નહિ. અને બસ આ જ વાત દીકરા નીલ પાટીલને લાગી આવી હતી જેને લઇને તેણે મોતને પસંદ કર્યું હતું. 

હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, સગીર મૃતકના પિતા ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. પોલીસે એ તપાસ શરુ કરી છે કે મૃતકના મોબાઈલ કે રૂમમાં કોઈ સ્યુસાઇટ નોટ લખીને મૂકી છે કે નહિ. 

સમગ્ર ઘટના એ સવાલ પેદા કરે છે કે, શું માતાપિતા પોતાના જ સંતાન ને યોગ્ય સલાહ પણ ન આપી શકે. શુ સંતાનો માતાપિતાની આવી નાની વાતોને ધ્યાનમાં લઈને સ્યૂસાઈડ કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news