અંબાજીના ત્રિશુલિયા ઘાટ પાસે બસ પલટીઃ 21નાં મોત, 30થી વધુ ઘાયલ 

અંબાજી નજીક ત્રિસુલિયા ઘાટ પાસે બસ પલટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. બસમાં આશરે 50થી પણ વધુ લોકો સવાર હોવાની માહિતી મળી રહી છે. ઈજાગ્રસ્તોમાંને સારવાર અર્થે 108 મારફતે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. સ્થાનિક પોલીસને ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચી છે. 
 

અંબાજીના ત્રિશુલિયા ઘાટ પાસે બસ પલટીઃ 21નાં મોત, 30થી વધુ ઘાયલ 

અલ્કેશ રાવ/બનાંસકાઠા: અંબાજી નજીક ત્રિસુલિયા ઘાટ પાસે બસ પલટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં 21 લોકોના મોત થયા છે.જ્યારે આ ગમખ્વાર અકસ્માતમાં 30 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બસમાં આશરે 50થી પણ વધુ લોકો સવાર હોવાની માહિતી મળી રહી છે. ઈજાગ્રસ્તોમાંને સારવાર અર્થે 108 મારફતે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. સ્થાનિક પોલીસને ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચી છે.અંબાજી નજીક અકસ્માતમાં 21 લોકોના મોત જેમાં 14 પુરુષો,3 સ્ત્રીઓ અને 4 બાળકોનો સમાવેશ થાય છે.

અંબાજી પાસે આવેલા ત્રિશુલિયા ઘાટમાં વરસાદને કારણે બસ પલટી મારી હોવાનું પ્રાથમિક તારણ માનવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે, આ ખાનગી બસની ટ્રાવેલ્સમાં અકસ્મત થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ગંભીર અક્સાતમાં પાંચ લોકોના મોત થયા હોવના અહેવાલ મળી રહ્યા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે.

 

Om Shanti...

— Vijay Rupani (@vijayrupanibjp) September 30, 2019

સીએમ વિજય રૂપાણીએ અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પાસે યાત્રાળુ બસને થયેલા માર્ગ અકસ્માત અંગે બનાસકાંઠા જિલ્લા કલેકટર સાથે ટેલીફોનીક વાતચીત કરી વિગતો મેળવી હતી. મુખ્મંત્રીએ આ અકસ્માતમાં ઇજા પામેલા વ્યક્તિઓને તાત્કાલિક યોગ્ય સારવારનો પ્રબંધ કરવા પણ જીલ્લા કલેકટર અને તંત્રને સૂચનાઓ આપી છે.

અકસ્માતને પગલે દેશના ગૃહમંત્રી અમિતશાહે પણ ટ્વિટ કરીને દુખ વ્યક્તિ કર્યું હતું.

 

My deepest condolences. May the injured recover at the earliest.

— Amit Shah (@AmitShah) September 30, 2019

 

 

જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news