પી. ચિદમ્બરમનો જેલવાસ લંબાયો, દિલ્હી હાઈકોર્ટે જામીન આપવા કર્યો ઈનકાર

સીબીઆઈનો પક્ષ રજુ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે, "આ મની લોન્ડરિંગ કેસ ક્લાસિક એક્ઝામ્પલ છે. આ કેસને હાઈકોર્ટે સમજીને આગોતરા જામીન અરજી ફગાવી હતી."
 

પી. ચિદમ્બરમનો જેલવાસ લંબાયો, દિલ્હી હાઈકોર્ટે જામીન આપવા કર્યો ઈનકાર

નવી દિલ્હીઃ INX મીડિયા કેસમાં પી. ચિદમ્બરમને(P. Chidambaram) દિલ્હી હાઈકોર્ટનો(Delhi Highcourt) ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે પી. ચિદમ્બરમની જામીન અરજી ફગાવી દીધી છે. હકીકતમાં, છેલ્લા કેટલાક દિવસથી હાઈકોર્ટે સીબીઆઈ અને ચિદમ્બરમની દલીલો સાંભળ્યા પછી પોતાનો ચૂકાદો અનામત રાખ્યો હતો. ચિદમ્બરમે સીબીઆઈ કેસમાં જામીન અરજી કરી હતી અને અત્યારે ચિદમ્બરમ દિલ્હીની તિહાર જેલમાં (Tihar Jail) કેદ છે. 

આ અગાઉ ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે છેલ્લી સુનાવણીમાં તેમના તરફથી હાઈકોર્ટ સમક્ષ દલીલો રજૂ કરતા જણાવ્યું કે, તેઓ ક્યારેય પણ ઈન્દ્રાણી મુખરજીને મળ્યા નથી. સીબીઆઈ કસ્ટડી દરમિઆન પણ અમને કહેવાયું છે કે, પીટર તેમને મળ્યા છે, ઈન્દ્રાણી નહીં. પીટરે પણ પોતાના નિવેદનમાં આ જણાવ્યું છે. આ અગાઉ વિઝિટર્સ બૂક પણ ચેક કરી શકો છો કે, અમારી ઈન્દ્રાણી સાથે મુલાકાત થઈ છે કે નહીં. 

સીબીઆઈનો પક્ષ રજુ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે, "આ મની લોન્ડરિંગ કેસ ક્લાસિક એક્ઝામ્પલ છે. આ કેસને હાઈકોર્ટે સમજીને આગોતરા જામીન અરજી ફગાવી હતી."

તેમણે વધુમાં કહ્યું કે, "પૈસા એડવાન્ટેજ કંપનીમાં આવ્યો છે, આગળ તેમની જ અન્ય કંપની ASCPLનો ઉપયોગ કરાયો છે. મોહન અને રાજેશ જે ASCPLના ડિરેક્ટર છે, કંપનીના 66 ટકા શેર ટ્રાન્સફર કરાયા છે. આ બંને ચિદમ્બરમ પરિવારના મિત્રો છે, સાક્ષીઓને પ્રભાવિત કરવામાં આવી રહ્યા છે. આથી અરજી ફગાવી દેવી જોઈએ. માત્ર ઈન્દ્રાણી જ સાક્ષી નથી."

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news