Sidharth Kiara Wedding: શરૂ થઈ ગઈ સિદ્ધાર્થ-કિયારાના લગ્નની તૈયારીઓ! અભિનેત્રીએ શેર કર્યો આ ફોટો

Kiara Advani  અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા પોતાના લગ્ન માટે ખુબ એક્સાઇટેડ છે અને તેણે લગ્નની તૈયારી શરૂ કરી દીધી છે. કિયારાએ થોડા સમય પહેલા ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે જેમાં તે ખુબ ખુશ લાગી રહી છે. 

Sidharth Kiara Wedding: શરૂ થઈ ગઈ સિદ્ધાર્થ-કિયારાના લગ્નની તૈયારીઓ! અભિનેત્રીએ શેર કર્યો આ ફોટો

મુંબઈઃ Kiara Advani Wedding Preparations: કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્ન (Kiara Advani Sidharth Malhotra Wedding) ના સમાચાર ઘણા સમયથી સામે આવી રહ્યાં છે અને તમામ મીડિયા રિપોર્ટ પ્રમાણે આ કપલ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં સાત ફેરા લઈ શકે છે. ચોંકાવનારી વાત છે ક કિયારા અને સિદ્ધાર્થમાંથી કોઈએ પોતાના લગ્નના સમાચારની પુષ્ટિ કરી નથી. આ સમાચારો વચ્ચે કિયારાએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, તેમાં તે જે કરી રહી છે કે તેને જોઈને ફેન્સમાં તેના લગ્નને લઈને આતૂરતા વધી ગઈ છે. આવો જાણીએ કિયારાએ કેવી પોસ્ટ કરી છે.

Kiara Advani એ શેર કર્યો ફોટો
તમને જણાવી દઈએ કે કિયારા અડવાણી જે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે, હાલમાં પોતાના નવા ફોટો માટે ચર્ચામાં છે. કિયારાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક નવો ફોટો પોસ્ટ કર્યો છે જેમાં હસીના સ્કિનકેયર કરતી જોવા મળી રહી છે. આ પહેલા કિયારાએ ભાગ્યે જ આવો ફોટો શેર કર્યો હોય, તેવામાં ફેન્સને લાગી રહ્યું છે કે અભિનેત્રી પોતાના લગ્નની તૈયારીઓ કરી રહી છે અને તે આ રીતે પોતાની સ્કિનને લગ્ન માટે તૈયાર કરી રહી છે. 

kiara

શરૂ થઈ ગઈ સિદ્ધાર્થ-કિયારાના લગ્નની તૈયારીઓ!
 તમને જણાવી દઈએ કે લગ્નના સમાચાર ઘણા સમયથી સામે આવી રહ્યા છે અને આ વચ્ચે સિદ્ધાર્થ અને કિયારા સેલિબ્રિટી ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ઘરે પણ સાથે જોવા મળ્યા હતા જે કોઈ પાર્ટી માટે નહોતા. ચાહકોને આશા છે કે આ કપલ ટૂંક સમયમાં લગ્ન વિશે પુષ્ટિ આપશે અને તેમના લગ્ન વિશે વધુ વિગતો સામે આવશે. જણાવી દઈએ કે રિપોર્ટ્સ અનુસાર આ કપલ રાજસ્થાનમાં સાત ફેરા લેવા જઈ રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news