શું તમે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરહોલ્ડર્સ છો? તો વાંચો ખુશીના સમાચાર, કાલે થઈ શકે છે મોટી જાહેરાત

Bonus Share: કંપનીએ સપ્ટેમ્બરમાં યોજાયેલી વાર્ષિક સામાન્ય સભામાં બોનસ શેરનું વિતરણ કરવાનો નિર્ણય લીધો હતો. તેની રેકોર્ડ ડેટ સોમવારની બેઠકમાં જાહેર થઈ શકે છે.
 

શું તમે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરહોલ્ડર્સ છો? તો વાંચો ખુશીના સમાચાર, કાલે થઈ શકે છે મોટી જાહેરાત

Bonus Share: મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરધારકોને સોમવારે સારા સમાચાર મળી શકે છે. કંપનીના શેરધારકોને બોનસ શેર આપવાની રેકોર્ડ ડેટની જાહેરાત સોમવારે થઈ શકે છે. કંપનીએ સપ્ટેમ્બરમાં યોજાયેલી વાર્ષિક સામાન્ય સભા (AGM)માં નિર્ણય લીધો હતો કે તે બોનસ શેરનું વિતરણ કરશે. દરેક શેર પર કંપની એક શેર આપશે. આના કારણે દરેક શેરધારકના શેર બમણા થઈ જશે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી દિવાળી ગીફ્ટ છે આ બોનસ ઈશ્યૂ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો આ બોનસ ઈશ્યુ સ્ટોક માર્કેટ પર પોતાની રીતે સૌથી સૌથી મોટો થનાર છે. તહેવારોની સિઝનમાં રોકાણકારો માટે આને ભેટ તરીકે ગણવામાં આવી રહી છે. રિલાયન્સે તેને દિવાળી ગિફ્ટ નામ આપ્યું છે. જો કે તેની રેકોર્ડ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં માનવામાં આવે છે કે બોનસ શેર આપવાનો નિર્ણય 14 ઓક્ટોબરે લેવામાં આવી શકે છે. સોમવારે કંપની પોતાની ત્રિમાસિક અને અર્ધવાર્ષિક પરિણામોની સમીક્ષા કર્યા પછી તેને મંજૂરી આપી શકે છે.

બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની બેઠકમાં થશે ત્રિમાસિક પરિણામોની સમીક્ષા
કંપનીએ એક્સચેંજ ફાઈલિંગમાં જાણકારી આપી છે કે બોર્ડ એફ ડાયરેક્ટર્સની બેઠક સોમવાર 14 ઓક્ટોબરે થનાર છે. આ દરમિયાન 30 સપ્ટેમ્બરે પુરી થયેલી ત્રિમાસિક પરિણામોની સમીક્ષા કરવામાં આવશે. સેબીના નિયમો અનુસાર, સિક્યોરિટીજમાં લેણદેણ માટે રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝની ટ્રેડિંગ વિન્ડો 1 ઓક્ટોબર 2024 એ બંધ થઈ ગઈ હતી. આ ત્રિમાસિક પરિણામ સામે આવ્યાના 48 કલાક સુધી બંધ રહેશે.

આઈપીઓ આવ્યા બાદ 6મી વખત કંપની લાવી રહી છે બોનસ ઈશ્યૂ
રિલાયંસ ઈન્ડરસ્ટ્રીઝે બોનસ ઈશ્યૂ લાવવાનો નિર્ણય આઈપીઓ આવ્યા બાદ 6મી વખત કર્યો છે. સાથે આ એક દશકમાં બીજો બોનસ ઈશ્યૂ છે. કંપનીએ કહ્યું હતું કે અમે સળંગ અમારા રોકાણકારોને લાભ આપવા માંગીએ છીએ. વર્ષ 2017થી અમારો સ્વર્ણિમ દશક શરૂ થયો છે. તેનું ઈનામ શેરહોલ્ડર્સને પણ મળવું જોઈએ. વર્ષ 2017માં પણ કંપનીએ પોતાના શેરહોલ્ડર્સના શેર બે ગણા કરી દીધા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news