એકવાર કરી દો રોકાણ, આજીવન મળશે 12000 રૂપિયાનું પેન્શન, શાનદાર છે આ સ્કીમ
જો તમે નિવૃત્તિ માટે પ્લાનિંગ કરી રહ્યાં છો તો આ સ્કીમમાં રોકાણ કરી શકો છો, જેમાં નિવૃત્તિ બાદ તમને દર મહિને રૂપિયા મળશે. આ સ્કીમ એલઆઈસીની સરળ પેન્શન યોજના છે. જાણો તેની વિગત...
Trending Photos
દરેક વ્યક્તિના જીવનમાં એક સમય એવો આવે છે, જ્યારે તેની નિયમિત આવકનો સ્ત્રોત બંધ થઈ જાય છે. આ સમયને નિવૃત્તિ કહેવામાં આવે છે. તેવામાં દરેક વ્યક્તિએ પહેલાથી પોતાની નિવૃત્તિનું પ્લાનિંગ કરી લેવું જોઈએ. નિવૃત્તિના પ્લાનિંગ માટે તમે ઘણી સ્કીમમાં રોકાણ કરી શકો છો, જેમાં તમને નિવૃત્તિ બાદ દર મહિને પેન્શન મળતું રહે. આ રિટાયરમેન્ટ સ્કીમમાંથી એક સ્કીમ LIC સરળ પેન્શન યોજના (LIC Saral Pension Yojana) પણ છે. (LIC Saral Pension Yojana) સરળ પેન્શન યોજના Life Insurance Corporation દ્વારા ચલાવવામાં આવે છે. આ સ્કીમમાં રોકાણ કરી તમે 12000 રૂપિયા સુધીનું પેન્શન મેળવી શકો છો.
LIC સરળ પેન્શન યોજના (LIC Saral Pension Yojana)
LIC ની LIC સરળ પેન્શન યોજના એક નોન-લિંક્ડ, સિંગલ પ્રીમિયમ, વ્યક્તિગત તત્કાલ વાર્ષિક યોજના છે, જેમાં એક સાથે રોકાણ કરી તમે આજીવન પેન્શન મેળવી શકો છો. આ યોજનામાં રોકાણ માટેની લઘુત્તમ વય 40 વર્ષ અને મહત્તમ વય 80 વર્ષ છે, એટલે કે 40 થી 80 વર્ષની વચ્ચેની કોઈપણ વ્યક્તિ આ યોજનામાં રોકાણ કરી શકે છે. સ્કીમમાં રોકાણ માટે કોઈ મહત્તમ મર્યાદા નથી.
તમે LIC સરલ પેન્શન સ્કીમનું માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક પેન્શન લઈ શકો છો. માસિક પેન્શન ન્યૂનતમ રૂ. 1,000, ત્રિમાસિક પેન્શન ન્યૂનતમ રૂ. 3,000, અર્ધવાર્ષિક પેન્શન ન્યૂનતમ રૂ. 6,000 અને વાર્ષિક પેન્શન ન્યૂનતમ રૂ. 12,000 છે.
12,000 રૂપિયાના પેન્શન માટે આ રીતે કરો રોકાણ
જો તમે તમારી નિવૃત્તિ બાદ આજીવન 12000 રૂપિયાનું પેન્શન મેળવવા ઈચ્છો છો તો તમારે 42 વર્ષની ઉંમરમાં 30 લાખ રૂપિયાની એન્યુટી ખરીદવી પડશે. ત્યારબાદ તમને 12388 રૂપિયાનું માસિક પેન્શન મળશે. પેન્શન વધારે જોતું હોય તો વધારે રોકાણ કરવું પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે