સીદી સાદી હળદરની ખેતીમાં ગુજરાતી ખેડૂતે લગાવ્યો ઓર્ગેનિકનો તડકો, હવે કરે છે લાખોની કમાણી
Agriculture News : આણંદ જિલ્લાના ખેડૂત વર્ષોથી હળદરની ખેતી કરે છે, પરંતું તેઓએ અચાનક જ હળદરની ખેતી કરવાનું નક્કી કર્યું, હવે તેઓ આ ખેતીથી લાખોની આવક રળી લે છે
Trending Photos
Anand News બુરહાન પઠાણ/આણંદ : કાળા માથાનો માનવી ધારે એ કરી શકે છે. એક સમય હતો જ્યારે ખેડૂતોને ખેતી કર્યા બાદ પણ રોવાનો વારો આવતો હતો. પરંતું હવે ખેડૂતોનું નસીબ પલટાયું છે. આજનો ખેડૂત સમય અને સંજોગોને પારખીને ખેતી કરતો થયો છે અને લાખોની કમાણી કરે છે. ગુજરાતના અનેક ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળ્યાં છે. આવામાં આણંદના બોરિયાવી ગામનો ખેડુત હળદરની પ્રાકૃતિક ખેતી કરી વર્ષે લાખો રૂપિયાની આવક કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખેડૂતોની આવક બમણી કરવાનાં સ્વપ્નને સાકાર કરી રહ્યા છે
પરંપરાગત હળદરની ખેતીને પ્રાકૃતિક કરી
બોરીયાવી ગામના પ્રગતિશીલ ખેડુત નરેશ સોલંકી દાયકાઓથી હળદરની ખેતી કરતા હતા. પરંતું હવે આ ખેતીમાં પણ તેઓ કંઈક નવું લાવ્યા છે. છેલ્લા 8 વર્ષથી તેઓ હળદરની પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે. નરેશભાઈએ કહ્યું હતું કે, શરૂઆતનાં ત્રણ ચાર વર્ષ સુઘી પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઓછું મળતું હતું. પરંતુ પ્રાકૃતિક ખેતી પદ્ધતિના કારણે ધીમે ધીમે જમીન ફળદ્રુપ બનતા હવે સારું ઉત્પાદન મળતાં આવકમાં પણ વધારો થયો છે.
નરેશ સોલંકીએ મે માસમાં હળદરનુ વાવેતર કર્યુ હતું. અને એક વિઘા જમીનમા 20 મણ બિયારણ નાખ્યું હતું અને પ્રાકૃતિક ઢબે પંચામૃત ખાતર આપ્યું હતું અને એક વિઘા જમીનમા આ વર્ષે એકસોથી એકસો વીસ મણનુ ઉત્પાદન મળ્યું છે. જેથી અંદાજે સવા લાખથી વધુની આવક થઈ છે.
હળદરનો પાવડર બનાવીને પણ વેચે છે
આ ઉપરાંત હળદરનો પાવડર બનાવી બજારમાં વેચાણ કરી રહ્યા છે, અને પ્રાકૃતિક ખેતીને સારું બજાર મળી રહ્યું છે. જેનાં કારણે આવકમાં વધારો થયો છે. ગત વર્ષે હળદરનો ભાવ પ્રતિ મણ 300 થી 400 હતો જે આ વર્ષે વધીને 600 થી 700 થતા આ વર્ષે હળદરમાં આવક બમણી થઈ છે.હળદરની ખેતીમાંથી તેઓ દર વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે