Earn Money: એકસ્ટ્રા ઇનકમ માટે કરો આ બિઝનેસ, થશે લાખોનો ફાયદો, દરેક ઘરમાં છે ડિમાન્ડ
Business Ideas: જાણો એવા બિઝનેસ આઈડિયા વિશે કે જેનાથી થશે મોટો નફો. આ બિઝનેસ કરવાથી થશે સારો એવો નફો
Trending Photos
જો તમે પણ આવનારા દિવસોમાં વધારાની આવક ઉભી કરવા માગો છો. તો જાણો એવા બિઝનેસ આઈડિયા વિશે કે જેનાથી તમારી આવક થશે બમણી.પ્રોડક્ટના બિઝનેસથી તમે લાખોની કમાણી કરી શકશો. તમે બ્રેડ બનાવવાનો બિઝનેસ કેવી રીતે શરૂ કરશો તેવા વિશે જાણો.
બ્રેડનો કરો બિઝનેસ
બ્રેડનો ઉપયોગ તે સવારે નાસ્તા માટે કરવામાં આવતો હોય છે. આ સિવાય તેનો ઉપયોગ અનેક પ્રકારની વાનગીઓ બનાવવા માટે પણ થતો હોય છે. આ કારણે તમને આ બિઝનેસ કરવાથી થશે અનેક ઘણો નફો. બ્રેડનો બાળકોને વધુ ગમે છે.
બ્રેડના બિઝનેસ માટે હોવો જોઈએ ખાસ પ્લાન
રોટલી બનાવવાની ફેક્ટરી સ્થાપવા માટે તમાર જમીન, મકાન, મશીન , વીજળી અને પાણીની સુવિધા અને કર્મચારીઓની જરૂર હોય છે. આ સિવાય તમારી પાસે સારો બિઝનેસ પ્લાન પણ હોવો જોઈએ.
બ્રેડના બિઝનેસ માટે કેટલો ખર્ચ થશે.
જો તમે પણ નાનો બિઝનેસ કરો છો. તો તેમાં ઓછા રોકાણની જરૂર પડશે. તો બીજી બાજુ, જો તમે આ બિઝનેસને માોટા પાયે શરૂ કરો છો. તો તમારે વધુ પૈસાની જરૂર પડશે. નાના પાયે શરૂ કરશો તો 5 લાખ સુધીનું રોકાણ કરવું પડશે. આ સિવાય 1 હજાર સ્કવેર ફીટની જગ્યા હોવી જોઈએ. જેમાં તમે ફેક્ટરી લગાવી શકો.
રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે
બ્રેડએ ફૂડ પ્રોડક્ટ છે. તેથી આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. તમારે FSSAI તરફથી ફૂડ બિઝનેસ ઓપરેશન લાયસન્સ માટે પણ અરજી કરવી પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે