Reliance Jio: જિયોના યૂઝર્સને જોરદાર ઝટકો, આ લોકપ્રિય પ્લાન થઈ ગયો મોંઘો. હવે 100 રૂપિયા વધુ ખર્ચવા પડશે
જો તમે પણ રિલાયન્સ જિયોના યૂઝર હોવ તો તમારા માટે આ ઝટકા સમાન સમાચાર છે. કયા પ્લાનમાં કમરતોડ વધારો ઝીંકાયો તે ખાસ જાણો.
Trending Photos
Reliance Jio plans price hike: ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની જિયોએ પોતાના પોસ્ટપેઈડ પ્લાનના ભાવ વધારી દીધા છે. 199 રૂપિયાનો પ્લાન વાપરતા યૂઝર્સને હવે 23 જાન્યુઆરી 2025થી 299 રૂપિયાવાળા પ્લાનમાં શિફ્ટ કરવામાં આવશે. એટલે કે હવે તેમણે દર મહિને 50 ટકાથી વધુ પૈસા આપવા પડશે. 299 રૂપિયાવાળા પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગ અને 25GB ડેટા મળશે. જો તમે 25GB થી વધુ ડેટા ઉપયોગ કરતા હોવ તો તમારે 10 રૂપિયા પ્રતિ GB નો ચાર્જ ચૂકવવો પડશે.
100 રૂપિયા વધુ આપવા પડશે
199 રૂપિયાવાળા પ્લાનની સરખામણીમાં આ પ્લાન થોડો મોંઘો છે પરંતુ બાકીના ફાયદા લગભગ એ જ રહેશે. સૌથી મોટો ફેરફાર એ છ કે હવે તમારે વધુ પૈસા ભરવા પડશે. જેનાથી બજેટમાં મુશ્કેલી પડી શકે છે. જો તમે નવો જિયો પોસ્ટપેઈડ પ્લાન લેવા માંગતા હોવ તો 299 રૂપિયાવાળો પ્લાન તમને મળી શકશે નહીં કારણ કે નવા યૂઝર્સ માટે બેઝિક પ્લાન હવે 349 રૂપિયાથી શરૂ થાય છે. આ પ્લાનમાં તમને 30GB ડેટા મળશે (299વાળા પ્લાનથી 5GB વધુ) અને જ્યાં 5G ઉપલબ્ધ હોય, ત્યાં તમે અનલિમિટેડ 5G ડેટા ઉપયોગ કરી શકો છો.
આ ફેરફારથી સૌથી વધુ એવા લોકોને ફરક પડશે જે લાંબા સમયથી 199 રૂપિયાવાળા પ્લાનનો ઉપયોગ કરી રહ્યા છે. ભાવ વધ્યા બાદ અનેક લોકોને એવું લાગશે કે તેમને વધુ એટલો ફાયદો નહી મળે જે 349 રૂપિયાવાળા પ્લાનમાં મળે છે કારણ કે તેમાં વધુ ડેટા મળશે.
જિયોએ હજુ સુધી ભાવ વધારવાનું કારણ જણાવ્યું નથી. પરંતુ એવું લાગે છે કે તે પોતાના પોસ્ટપેઈડ પ્લાનને સરળ બનાવવા અને યૂઝર્સને મોંઘા પ્લાન માટે પ્રોત્સાહિત કરવાની કોશિશ કરે છે. કારણ કે ભારતમાં 5G સેવાઓ ઝડપથી વધી રહી છે આથી જિયો એવા પ્લાન્સને વધુ મહત્વ આપે છે જે 5G ને પ્રોત્સાહન આપે છે.
આ પ્લાન ઉપર પણ ફેરવો નજર
જો તમે પણ 199 રૂપિયાવાળા પ્લાનનો ઉપયોગ કરતા હોવ તો તમને 299 રૂપિયાવાળા પ્લાનમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે તો તમે 349 રૂપિયાવાળા પ્લાનને પણ જોઈ શકો છો. ખાસ કરીને જો તમે વધુ ડેટા અને 5G ઈચ્છતા હોવ. પરંતુ જો તમે વધુ ડેટા ન વાપરતા હોવ અને તમને 5G ની જરૂર નથી તો 299 રૂપિયાવાળો પ્લાન પણ ઠીક રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે