પાકિસ્તાન ક્યારેય નહીં સુધરે, હવે ઈમરાન ખાને કર્યું એવું કામ...
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને હાલમાં જ ટ્વિટ કરીને કહ્યું હતું કે કાશ્મીરીઓને તેમના ભવિષ્યનો ફેસલો કરવાનો હક અપાવો જોઈએ.
Trending Photos
સંયુક્ત રાષ્ટ્ર: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્તોનિયો ગુતારેસ સાથે ફોન પર વાતચીત દરમિયાન કાશ્મીર મુદ્દાને ઉઠાવ્યો. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવના પ્રવક્તા સ્ટીફન દુઝારિકે આ અંગે વિસ્તૃત માહિતી આપ્યા વગર આ જાણકારી આપી. ભારત દ્વારા ઈમરાન ખાનને જડબાતોડ જવાબ અપાયો હતો અને પાકિસ્તાનને પોતાના કામ સાથે મતલબ રાખવું જોઈએ તથા કાશ્મીરને ભારતનું અવિભાજ્ય અંગ ગણાવવા પર સયુંક્ત રાષ્ટ્રનો મત પૂછવામાં આવ્યો તો દુઝારિકે જણાવ્યું કે કાશ્મીર પર અમારા વલણને દોહરાવવામાં આવ્યું છે. સુરક્ષા પરિષદના આદેશ મુજબ એક પર્યવેક્ષક સમૂહ છે.
તેમનો ઈશારો ભારત અને પાકિસ્તાનમાં સંયુસ્ત રાષ્ટ્ર સૈન્ય પર્યવેક્ષક સમૂહ (યુએનએમઓજીઆઈપી) તરફ હતો. દુઝારિકે જણાવ્યું કે પાકિસ્તાની વડાપ્રધાન મહાસચિવ સાથે વાત કરવા માંગતા હતાં. તેમણે કહ્યું કે મહાસચિવ સરકારો અને રાષ્ટ્રોના પ્રમુખો સાથે વાત કરે તે સામાન્ય છે, અને જેમ મેં કહ્યું કે હું તે વાતની પુષ્ટિ કરી શકું છું કે ફોન પર વાત થઈ છે અને પાકિસ્તાનના વડાપ્રધાને કાશ્મીર મુદ્દાને ઉઠાવ્યો.
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને હાલમાં જ ટ્વિટ કરીને કહ્યું હતું કે કાશ્મીરીઓને તેમના ભવિષ્યનો ફેસલો કરવાનો હક અપાવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાન સયુંક્ત રાષ્ટ્રમાં ભારતના કથિત માનવાધિકાર ભંગનો મુદ્દો પણ ઉઠાવશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે તેમના તરફથી આવતા નિવેદનો તેમના પાખંડ અને ડબલ મોઢાની વાતને દર્શાવે છે.
જો કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન કહે છે કે યુદ્ધ એ કાશ્મીર મુદ્દાનો ઉકેલ નથી, તેને વાતચીત દ્વારા ઉકેલી શકાય છે. તેમનું માનવું છે કે જ્યાં સુધી કોઈ વાતચીત શરૂ ન થાય ત્યાં સુધી કાશ્મીર મુદ્દાને ઉકેલવા માટે વિભિન્ન વિકલ્પો પર ચર્ચા કરી શકાય નહીં.
પોતાની સરકારના 100 દિવસ પૂરા થવા પર ઈમરાન ખાને કહ્યું હતું કે પાકિસ્તાનના લોકો ભારત સાથે અમન ઈચ્છે છે. અહીંના લોકોની માનસિકતા બદલાઈ ચૂકી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે શું કાશ્મીર મુદ્દાનું સમાધાન શક્ય છે તો તેમણે કહ્યું હતું કે કઈ પણ અશક્ય નથી. તેમનું કહેવું હતું કે કોઈ પણ મુદ્દે વાતચીત માટે હું તૈયાર છું. કાશ્મીરનો ઉકેલ સૈન્ય સમાધાન હોઈ શકે નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે