સંયુક્ત રાષ્ટ્ર News

સંયુક્ત રાષ્ટ્રમાં ચીનના ભારત વિરોધી પગલાંને આ બે ધૂરંધર દેશોએ આપી ધોબીપછાડ
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં બુધવારે સાંજે ચીનને મોટો ફટકો પડ્યો, તેના એક પ્રેસ વકતવ્યને અમેરિકાએ છેલ્લી ઘડીએ પોતાની આપત્તિ નોંધાવીને અટકાવી દીધુ. વાત જાણે એમ છે કે ચીને સોમવારે કરાચી સ્ટોક એક્સચેન્જમાં થયેલા આતંકી હુમલાની ટીકા કરતા ભારત વિરુદ્ધ પોતાની આ ચાલ ચલી હતી. પરંતુ તેના આ પ્રસ્તાવ પર બે અલગ અલગ દેશો દ્વારા આપત્તિ વ્યક્ત કરાતા તેને ફટકો પડ્યો. આ પ્રેસ વકતવ્યમાં મોડું કરાવનાર બીજો દેશ અમેરિકા હતો. આ અગાઉ  જર્મનીએ મંગળવારે સ્ટેટમેન્ટ બહાર પાડીને પોતાની આપત્તિ વ્યક્ત કરી હતી. બંને દેશોનું આ પગલું ભારત સાથે તેમના મજબુત સંબંધો તરફ એક શાંત સંકેત ગણી શકાય. 
Jul 2,2020, 10:07 AM IST

Trending news