ઉત્તર કોરિયામાં કાતિલ કોરોનાનું ભયંકર સંક્ટ; છેલ્લા 24 કલાકમાં 60થી વધુના મોત, છેલ્લા 24 કલાકમાં અધધ... કેસ નોંધાયા
North Korea: કોરોના વાયરસના આ પ્રસારથી દુનિયાની સૌથી ખરાબ સ્વાસ્થ્ય પ્રણાલીવાળો ગરીબ અને અલગ થલગ પડેલા દેશમાં ગંભીર સ્થિતિને લઈને ચિંતા પૈદા કરી દીધી છે. નિષ્ણાતોનું કહેવું છે કે ઉત્તર કોરિયા કોરોના સંક્રમણના ફેલાવાના સાચા સ્કેલને ઓછું આંકી રહ્યું છે.
Trending Photos
North Korea: કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે. પરંતુ રાહતના સમાચાર એવા છે કે મોટા ભાગના દેશોમાં કોરોના કંટ્રોલમાં આવી ગયો છે. પરંતુ તાજેતરમાં ઉત્તર કોરિયામાં કોરોના બરાબરનો ફેલાયો છે. આજે મળતી માહિતી પ્રમાણે ઉત્તર કોરિયાએ શનિવારે જણાવ્યું છે કે વધુ લગભગ 2,20,000 લોકોને શંકાસ્પદ તાવના લક્ષણો જોવા મળ્યા છે. જ્યારે, દેશના નેતા કિમ જોગ ઉંને કોવિડ 19 ના ફેલાવાને ધીમું પડવાનો દાવો કર્યો છે. દેશની 2.6 કરોડની વસ્તીએ કોવિડ-19 રસીનો ડોઝ લીધો નથી.
કોરોના વાયરસના આ પ્રસારથી દુનિયાની સૌથી ખરાબ સ્વાસ્થ્ય પ્રણાલીવાળો ગરીબ અને અલગ થલગ પડેલા દેશમાં ગંભીર સ્થિતિને લઈને ચિંતા પૈદા કરી દીધી છે. નિષ્ણાતોનું કહેવું છે કે ઉત્તર કોરિયા કોરોના સંક્રમણના ફેલાવાના સાચા સ્કેલને ઓછું આંકી રહ્યું છે. ઉત્તર કોરિયાની સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી અનુસાર, શુક્રવારે સાંજે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં ઉત્તર કોરિયાના લગભગ 2,19,030 લોકોમાં તાવના લક્ષણો જોવા મળ્યા હતા. આ સતત પાંચમા દિવસે તાવના દર્દીઓમાં આશરે 2,00,000 કેસનો વધારો છે.
અજાણ્યા તાવને કારણે 24 લાખથી વધુ લોકો બીમાર
ઉત્તર કોરિયાએ જણાવ્યું છે કે એપ્રિલના અંતથી ઝડપથી ફેલાતા અજાણ્યા તાવને કારણે 2.4 મિલિયનથી વધુ લોકો બીમાર પડ્યા છેઅને 66 લોકોના મોત થયા છે. કિમે શહેરો વચ્ચે મુસાફરી પર પણ કડક પ્રતિબંધો લાદ્યા અને રાજધાની પ્યોંગયાંગમાં દવાની દુકાનોમાં દવાઓ પહોંચાડવામાં મદદ કરવા હજારો સૈનિકો તૈનાત કર્યા. રાજધાની પ્યોંગયાંગ આ સંક્રમણનું કેન્દ્ર છે.
દેશમાં સંક્રમણનો ફેલાવો નિયંત્રણમાં છે - કિમ જોંગ ઉન
કિમે શનિવારે શાસક પક્ષ પોલિટ બ્યુરોની બેઠકમાં જણાવ્યું છે કે દેશમાં સંક્રમણનો ફેલાવો નિયંત્રણમાં છે. તેમણે આર્થિક મુશ્કેલીઓ ઘટાડવા માટે રોગચાળાના નિયંત્રણો હળવા કરવાનો પણ સંકેત આપ્યા હતા. રાજ્ય મીડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા એક વીડિયોમાં શનિવારે ઉત્તર કોરિયાના ટોચના સૈન્ય અધિકારી હ્યુન ચોલ હીના અંતિમ સંસ્કાર દરમિયાન કિમ રડતા જોવા મળ્યા હતા. એવું માનવામાં આવે છે કે કિમ જોંગ II ના શાસનકાળ દરમિયાન તેમના પુત્ર કિમને ભાવિ નેતા તરીકે તૈયાર કરવામાં ચોલ હેઈની મહત્વની ભૂમિકા હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે