રાહત: વેક્સીન પહેલા મળી કોરોના વાયરસની દવા, ચીનના વૈજ્ઞાનિકોનો દાવો

કોરોના મહામારી (Coronavirus)ના પ્રકોપથી બચવા ચીનથી આવેલા એક સમાચાર રહાત ભર્યા છે. ચીનના વૈજ્ઞાનિકોનો દાવો છે કે, તેમણે એવી દવા વિકસિત કરી છે, જેનાથી કોરોનાને ફેલાતા રોકી શકાય છે. જો વૈજ્ઞાનિકોનો આ દાવો સાચો સાબિત થયા છે તો, વેક્સીનની રાહ જોતી દુનિયાને મહામારીથી મુક્તિ મળી શકે છે. ચીનની પ્રતિષ્ઠિત પેકિંગ યૂનિવર્સિટી (Peking University)માં વૈજ્ઞાનિકોની ટીમ દવાનું પરીક્ષણ કરી રહી છે. જેનાથી ના માત્ર સંક્રમિત દર્દીઓને સ્વસ્થ કરી શકાય છે. પરંતુ આ થોડા સમય માટે વાયરસની સામે પ્રતિરક્ષા પણ તૈયાર કરે છે. યુનિવર્સિટીના બેઇજિંગ એડવાન્સ ઇનોવેશન સેન્ટર ફોર જીનોમિક્સના નિદેશક સુન્ને શી (Sunney Xie)એ કહ્યું કે જાનવરો પર પર દવાનું પરીક્ષણ સફળ રહ્યું છે.
રાહત: વેક્સીન પહેલા મળી કોરોના વાયરસની દવા, ચીનના વૈજ્ઞાનિકોનો દાવો

બેઇજિંગ: કોરોના મહામારી (Coronavirus)ના પ્રકોપથી બચવા ચીનથી આવેલા એક સમાચાર રહાત ભર્યા છે. ચીનના વૈજ્ઞાનિકોનો દાવો છે કે, તેમણે એવી દવા વિકસિત કરી છે, જેનાથી કોરોનાને ફેલાતા રોકી શકાય છે. જો વૈજ્ઞાનિકોનો આ દાવો સાચો સાબિત થયા છે તો, વેક્સીનની રાહ જોતી દુનિયાને મહામારીથી મુક્તિ મળી શકે છે. ચીનની પ્રતિષ્ઠિત પેકિંગ યૂનિવર્સિટી (Peking University)માં વૈજ્ઞાનિકોની ટીમ દવાનું પરીક્ષણ કરી રહી છે. જેનાથી ના માત્ર સંક્રમિત દર્દીઓને સ્વસ્થ કરી શકાય છે. પરંતુ આ થોડા સમય માટે વાયરસની સામે પ્રતિરક્ષા પણ તૈયાર કરે છે. યુનિવર્સિટીના બેઇજિંગ એડવાન્સ ઇનોવેશન સેન્ટર ફોર જીનોમિક્સના નિદેશક સુન્ને શી (Sunney Xie)એ કહ્યું કે જાનવરો પર પર દવાનું પરીક્ષણ સફળ રહ્યું છે.

ઉંદર પર સફળ પ્રયોગ
તેમણે જણાવ્યું કે, જ્યારે અમે સંક્રમિત ઉંદરમાં આ તટસ્થ એન્ટિબોડી ઇન્જેક્શન આપ્યું. ત્યારે પાંચ દિવસ પછી વાયરલ લોડ 2,500ના પરિબળ દ્વારા ઘટાડવામાં આવ્યો. તેનો અર્થ એ કે, દવાનો ઉપચારાત્મક અસર છે. આ ડ્રગ વાયરસને કોષોને સંક્રમિત કરવાથી રોકવા માચે માનવ પ્રતિરક્ષા પ્રણાલી દ્વારા તૈયાર ન્યૂટ્રલાઇઝિંગ એન્ટીબોડીનો ઉપયોગ કરે છે. જેને ટીમ દ્વારા કોરોનાથી સાજા કરાયેલા 60 દર્દીઓના લોહીથી અલગ કરવામાં આવ્યું હતું.

દિવસ-રાત કર્યું કામ
શીની ટીમ દ્વારા કરવામાં આવેલા આ અભ્યાસને રવિવારે સાઇન્ટિફિક જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે, એન્ટિબોડીનો ઉપયોગ કોરોના વાયરસનો સંભવિત ઉપાય હોઈ શકે છે અને તે રોગથી સાજા થવાના સમયગાળાને પણ ઘટાડી શકે છે. સુન્ને શીએ કહ્યું કે, તેમની ટીમ એન્ટિબોડી માટે રાત-દિવસ કામ કરી રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, અમારી કુશળતા પ્રતિરક્ષા-વિજ્ઞાન અથવા વાઇરોલોજીને બદલે સિંગલ-કોષ જિનોમિક્સ છે. જ્યારે અમને ખબર પડી કે સિંગલ-કોષ જેનોમિક દ્રષ્ટિકોણ પ્રભાવી રીતથી તે એન્ટિબોડીને અસરકારક રીતે શોધી શકે છે ત્યારે અમને આનંદ થયો.

વર્ષના અંત સુધીમાં થઈ જશે તૈયાર
શીએ કહ્યું હતું કે, આ વર્ષના અંત સુધીમાં દવા તૈયાર થવી જોઈએ, જેથી લોકોને સમગ્ર વિશ્વમાં હોબાળો મચાવનારા કોરોનાથી બચાવી શકાય. તેમણે કહ્યું કે, ક્લિનિકલ ટ્રાયલ પર કામ ચાલી રહ્યું છે અને તે ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશોમાં કરવામાં આવશે, કેમ કે ચીનમાં ચેપના કેસોમાં ઘટાડો થયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news