ગુજરાત: લોકડાઉનમાં છુટછાટનું પરિણામ દેખાયું, 395 નવા કેસથી તંત્રમાં હડકંપ
Trending Photos
ગાંધીનગર : ગુજરાતમાં કોરોના (Coronavirus) ના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે રાજ્યનાં આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ દ્વારા પત્રકાર પરિષદ સંબોધિત કરી હતી. તેમણે જણાવ્યું કે, આજના દિવસમાં સાંજના 5 વાગ્યા સુધીમાં કુલ ૩૯૫ નવા કેસ નોંધાયા છે. જો કે સામે પક્ષે ૨૩૯ લોકોને ડિસ્ચાર્જ પણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત 25 લોકોનાં મોત નિપજ્યાં છે.
નવા નોંધાયેલા કેસની જિલ્લા અનુસાર વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં 262 કેસ નોંધાયા હતા. વડોદરામાં 18, સુરતાં 29, ગાંધીનગરનાં 10, જામનગરનાં 7 સાબરકાંઠાના 7, કચ્છમાં 21, મહેસાણામાં 5, સુરેન્દ્રનગરમાં 5, ખેડામાં 4, પાટણ 4, ભરૂચ 4, બનાસકાંઠા 3, મહીસાગર 3, ગીર સોમનાથ 3, જૂનાગઢ 3, ભાવનગરમાં 2, રાજકોટમાં 2, અરવલ્લી 1, છોટાઉદેપુર 1, તાપીમાં 1 કેસ નોંધાયા છે. આ પ્રકારે કુલ 395 કેસ નોંધાયા હતા. જેથી અત્યાર સુધીમાં ગુજરાતમાં કોલ Covid 19ના કુલ ૧૨૧૪૧ દર્દીઓ થયા છે, જે પૈકી ૪૯ હાલ વેન્ટિલેટર પર છે. જ્યારે ૬૩૩૦ સ્ટેબલ છે. ૫૦૪૩ લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે. ૭૧૯ લોકોનાં મોત નિપજ્યાં છે.
ગુજરાતમાં ટેસ્ટિંગનું પ્રમાણ પણ વધારવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ ૧૫૪૬૭૪ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી ૧૨૧૪૧ દર્દીઓ પોઝિટિવ આવ્યા છે. જ્યારે ૧૪૨૫૩૩ લોકો નેગેટિવ આવ્યા છે. કોરોના અંગેની વૈશ્વિક વાત કરીએ તો વિશ્વમાં કુલ ૯૩૩૨૪ નવા કેસ નોંધાયા છે, ભારતમાં ૪૯૭૦ નવા કેસ નોંધાયા અને ગુજરાતમાં ૩૯૫ નવા કેસ નોંધાયા છે. આ પ્રકારે વિશ્વનાં કુલ ૪૬૧૮૮૨૧ કુલ કેસ થયા છે. ભારતમાં ૧૦૧૧૩૯ કેસ અને ગુજરાતમાં ૧૨૧૪૧ કેસ નોંધાયા છે. આ પ્રકારે વિશ્વમાં નવા ૪૪૫૨૧ લોકોનાં મરણ થયા છે આ આંકડો ભારતમાં ૧૩૪ અને ગુજરાતમાં ૨૫ છે. આ પ્રકારે કોરોનાથી અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક વિશ્વમાં ૩૧૧૮૪૭ પર પહોંચ્યો છે, ભારતમાં ૩૧૬૩ અને ગુજરાતમાં ૭૧૯ લોકોનાં મોત નિપજ્યાં છે.
આ ઉપરાંત 104 નંબરની હેલ્પ લાઇનમાં કોરોના રીલેટેડ કોલની સંખ્યા ૧૦૯૬૮૫ પર પહોંચી હતી. જ્યારે તેમાં માનસિક સારવાર આપનારા વ્યક્તિની સંખ્યા ૮૮૩૧ પર પહોંચી છે. આ ઉપરાંત ૪૪૭૪૭૬ લોકોને હોમ કોરોન્ટાઇન કરાયા છે. સરકારી ફેસિલિટીમાં ૧૦૭૫૩ લોકોને રખાયા છે. પ્રાઇવેટ ફેસિલીટીમાં ૬૪૩ લોકોને રખાયા છે. આ પ્રકારે કુલ ૪૫૮૮૭૨ લોકો કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે