તાલિબાનના ગોડફાધર મનાતા સમી ઉલ હકની રાવલપિંડીમા હત્યા
બીજી તરફ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની હકની હત્યામાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે
Trending Photos
ઇસ્લામાબાદ : તાલિબાનના ગોડફાધર કહેવાતા મૌલાના સમી ઉલ હકના પાકિસ્તાનમાં ઠાર મરાયો હોવાના સમાચાર છે. પાકિસ્તાની મીડિયાના અનુસાર હકની હત્યા રાવલપિંડીમાં શુક્રવારે કરવામાં આવી. પાકિસ્તાનમાં હકને એક ધાર્મિક નેતા તરીકેની ઓળખ છે. તેઓ પૂર્વેમાં સાંસદ પણ રહી ચુક્યા છે. કટ્ટરપંથી રાજનીતિક પાર્ટી જમાન ઉલેમા એ ઇસ્લામ સમી (JUI-S)ના પ્રમુખ હતા.
બીજી તરફ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની હકની હત્યામાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ઇમરાન હાલના સમયે ચીનના પ્રવાસે છે. ઇમરાને હકના મોત અંગે કહ્યું કે, તેમને પાકિસ્તાનની સેવા માટે હંમેશા યાદ કરવામાં આવશે. દેશના એક મુખ્ય ધાર્મિક નેતા ગુમાવી દીધા છે.
પાકિસ્તાની સમાચાર ચેનલ જિયો ન્યૂઝનું કહેવું છે કે હકની હત્યા રાવલપિંડી ખાતે તેમના ઘરમાં કરવામાં આવી છે. આ વાતની પૃષ્ટી સમી - ઉલ હકના પરિવાર અને પાર્ટીના લોકોએ પણ કરી છે. આ વાતની પૃષ્ટી સમી ઉલ હકના પરિવાર અને પાર્ટીના લોકોએ પણ કરી છે. પરિવારના લોકોએ જણાવ્યું કે હૂમલાખોરોએ ઘણીવાર ચાકુના પ્રહારો કરીને તેની હત્યા કરી હતી.
હકના પુત્ર મૌલાના હમીદુલ હકે જણાવ્યું કે, તેઓ ઇસ્લામાબાદમાં એક પ્રદર્શનમાં ભાગ લેવા માટે જઇ રહ્યા હતા, જો કે રસ્તો બંધ થવાનાં કારણે પરત ફરી ગયા હતા. જ્યારે તેઓ પોતાનાં રૂમમાં આરામ કરી રહ્યા હતા તો તેમના ડ્રાઇવર- ગાર્ડ થોડા સમય માટે બહાર જતા રહ્યા હતા. હકના પુત્રએ જણાવ્યું કે, ડ્રાઇવર જ્યારે પરત ફર્યો તો તેમણે જોયું કે મૌલાના મરી ચુક્યો હતો. તેનું શરીર અને પથારી સંપુર્ણ રક્તરંજીત હતું. તેમના પિતા પર અનેક વખત ચાકુના પ્રહારો કરવામાં આવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે