South Africa: દક્ષિણ આફ્રીકાની બિલ્ડીંગમાં ભયાનક આગ, 63 લોકોનાં મોત અને 40થી વધારે ઘાયલ

Johannesburg Fire News: દક્ષિણ આફ્રિકામાં એક બિલ્ડિંગમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 63 લોકોના મોત થયા છે અને 40થી વધુ લોકો ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. આ આખી બિલ્ડિંગમાં ઓછામાં ઓછા 200 લોકો રહેતા હતા.

South Africa: દક્ષિણ આફ્રીકાની બિલ્ડીંગમાં ભયાનક આગ, 63 લોકોનાં મોત અને 40થી વધારે ઘાયલ

દક્ષિણ આફ્રિકાના સૌથી મોટા શહેર જોહાનિસબર્ગમાં એક બહુમાળી ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 63 લોકોના મોત થયા છે અને અન્ય 43 લોકો ઘાયલ થયા છે. ઈમરજન્સી મેનેજમેન્ટ સર્વિસે જણાવ્યું હતું કે ગુરુવારે વહેલી સવારે ફાટી નીકળેલી આગમાં ઓછામાં ઓછા 63 લોકો માર્યા ગયા હતા અને લગભગ 43 લોકો ઘાયલ થયા હતા. પ્રવક્તા રોબર્ટ મુલૌદઝીએ જણાવ્યું હતું કે બચાવ અને રાહત કામગીરી ચાલુ છે અને મૃત્યુઆંક હજુ વધી શકે છે.

અધિકારીઓએ જણાવ્યું કે આગ પર મોટાભાગે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ કાળી પડી ગયેલી ઈમારતની બારીઓમાંથી હજુ પણ ધુમાડો નીકળી રહ્યો છે.  જોહાનિસબર્ગમાં આવેલી આ ઇમારત પાંચ માળની હતી. CNN એ SABC ને ટાંકીને કહ્યું કે આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે. સોશિયલ મીડિયા પર ફરતા વિડિયોમાં એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરને ઘેરી લેતી વિશાળ નારંગી જ્વાળાઓ દેખાઈ રહી છે.

▶️ जोहान्सबर्ग में एक बिल्डिंग में लगी आग, हादसे में अबतक 63 लोगों की मौत#SouthAfrica #Fire @anchorjiya pic.twitter.com/eB824FucKk

— Zee News (@ZeeNews) August 31, 2023

મોટી સંખ્યામાં લોકો બહાર દોડતા જોવા મળે છે. આપાતકાલિન સેવાઓના પ્રવક્તા રોબર્ટ મુલૌદજીએ જણાવ્યું હતું કે ઘણા લોકોની સારવાર કરવામાં આવી રહી છે અને કેટલાકને આરોગ્ય સંભાળ સુવિધાઓમાં લઈ જવામાં આવ્યા છે. SABC અનુસાર, આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. કહેવામાં આવી રહ્યું છે કે આગનું કારણ ભૂકંપ હોઈ શકે છે. લોકોને બહાર કાઢવા માટે બચાવકર્મીઓ સતત સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. મૃત્યુ પામેલાઓમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ બિલ્ડિંગમાં ઓછામાં ઓછા 200 લોકો રહેતા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news