માત્ર 30 સેકેન્ડમાં મોઢાની અંદર Coronavirusને ખતમ કરી શકે છે માઉથવોશઃ અભ્યાસ

Coronavirus killed by mouthwash: કાર્ડિફ યુનિવર્સિટીના એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે માઉથવોશ 30 સેકેન્ડમાં SARS-CoV2ને મારી શકે છે. 
 

માત્ર 30 સેકેન્ડમાં મોઢાની અંદર Coronavirusને ખતમ કરી શકે છે માઉથવોશઃ અભ્યાસ

વોશિંગટનઃ સામાન્ય માઉથવોશ કોરોના વાયરસને 30 સેકેન્ડમાં ખતમ કરી શકે છે. કાર્ડિફ યુનિવર્સિટીના રિસર્ચર્સનું કહેવું છે કે કેટલાક માઉથવોશમાં એક ખાસ એલિમેન્ટ હોય છે જેનાથી વાયરસ સામે લડવાના પૂરાવા મળ્યા છે. યુનિવર્સિટીના પ્રોફેસર ડેવિડ થોમસે આ રિસર્ચને લીડ કર્યુ હતું જેમાં સામે આવ્યું કે,  cetypyridinium chloride (CPC) જે માઉથવોશમાં હોય છે તે વાયરસ સામે લડી શકે છે. 

હજુ કરવામાં આવશે અભ્યાસ
આશરે 12 સપ્તાહ ચાલેલી ટ્રાયલના રિપોર્ટનો હજુ પિયર રિવ્યૂ (peer review) કરવાનો બાકી છે પરંતુ તેના એક સપ્તાહ પહેલા કરવામાં આવેલા એક અન્ય અભ્યાસથી બળ મળ્યું છે જેમાં સામે આવ્યું કે, CPC આધારિત માઉથવોશથી કોરોના વાયરસનો લોડ ઓછો થાય છે. આ શરૂઆતી પરિણામો બાદ ક્લિનિકલ ટ્રાયલ માટે કરવામાં આવ્યા છે, જેમાં તે જોવા મળ્યું કે, ઓવર-ધ-કાઉન્ટર મળનાર માઉથવોશમાં પણ saliva ની અંદર રહેલા વાયરસને ખતમ કરવાની તાકાત હોય છે કે નહીં. 

ડો. થોમસે જણાવ્યુ કે, 'લેબમાં માઉથવોશ વાયરસને અસરકારક રીતે ખતમ કરી દે છે, તે જોવાનું રહેશે કે શું આ દર્દીઓ પર કામ કરે છે.' તેમણે જણાવ્યું કે, સ્ટડીમાં ટ્રાન્સમિશન સાથે જોડાયેલા સવાલોનો જવાબ મળશે નહીં પરંતુ તે જોવામાં આવશે કે અસર કેટલા સમય સુધી રહેશે. 

કઈ રીતે કરે છે કામ 
SARS-CoV-2 ની બહારની સપાટી lipid membrane હોય છે. તો માઉથવોશમાં રહેલ ઇથેનોલ (ethanol) બીજા વાયરસોમાં આ સપાટીને તોડી શકે છે. આ પહેલા SARS અને MERS વિરુદ્ધ આયોડીન યુક્ત માઉથવોશ અસરકારક જોવા મળ્યું હતું. પરંતુ રિસર્ચર્સોનું કહેવું છે કે આ દિશામાં વધુ ક્લિનિકલ અભ્યાસની જરૂર છે અને તેના પરિણામ આગામી વર્ષે આવી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news