સાબર ડેરીમાં મોટી દુર્ઘટના, બોઈલર સાફ કરવા ઉતરેલા શ્રમિકનું મોત, બેની હાલત ગંભીર

Sabar Dairy : હિંમતનગરની સાબર ડેરીમાં ગુંગળામણથી એકનું મોત... બોઈલરની સફાઈ કરતાં ગુંગળામણથી એકનું મોત... અન્ય 2 શ્રમિકોને ગુંગળામણની થઈ અસર... બંને શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા 

સાબર ડેરીમાં મોટી દુર્ઘટના, બોઈલર સાફ કરવા ઉતરેલા શ્રમિકનું મોત, બેની હાલત ગંભીર

Sabarkantha News સાબરકાંઠા : સાબરકાંઠાની સાબર ડેરીમાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. હિંમતનગર નજીક સાબરડેરીમાં બોઇલર સફાઈ કરતા ગૂંગળામણ થતા એક શ્રમિકનું મોત નિપજ્યું છે. તો ગેસ ગૂંગળામણને કારણે બે શ્રમિકોની હાલત ગંભીર થઈ છે. બંને શ્રમિકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

ડસ્ટ સાફ કરવા બોઈલરમાં ઉતર્યા હતા લોકો 
સાબર ડેરીના એમડી સુભાષભાઈ પટેલે ઘટના વિશે માહિતી આપી કે, સાબર ડેરીમાં બોઈલરનું ચાલું હતુ. તેમાં રૂટીન પ્રેક્ટિસ ચાલી રહી હતી. ડસ્ટ સાફ કરવા માણસ બોઈલરમાં ઉતારાતો હોય છે. તેથી આજે પણ ઉતરાયા હતા. જેમાં ત્રણ લોકોને ગુંગણામણ થઈ હતી, આ ઘટનામાં એકનું મોત નિપજ્યુ અને બે  લોકો ગંભીર છે. સાંચોદર ગામના ક્રિપાલસિંહ નામના વ્યક્તિનું નિધન થયું છે. 6 વર્ષથી આ રૂટીન પ્રેક્ટિસ થાય છે.  પહેલાં ક્યારે આવું બન્યું નથી. અકસ્માત થતા જ ફરજ પરના ડોક્ટર પ્રાથમિક ટ્રિટમેન્ટ આપી હતી, પરંતું બાદમાં વધુ ગંભીર જણાતા સારવાર માટે મોકલ્યા હતા.

આ ઘટના વિશે Dysp એ.કે.પટેલે જણાવ્યું કે, અત્યારે પોલીસ તપાસ ચાલુ છે. બોઈલરમાં બ્રીક્સમાંથી સ્ટીમ બનાવાની કામગીરી ચાલી હતી. તે સમયે આ દુર્ઘટના બની હતી. હાલમાં આ અકસ્માત 25 વર્ષીય યુવકનું મોત નિપજ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news