પતિ અને પ્રેમિકાના મનસૂબા પાર ન પડ્યા! ખોટી કહાની બહુ ન ચાલી, અને પત્નીની હત્યાનો ભાંડો આ રીતે ફૂટ્યો
Crime News આડા સંબંધની આડમાં પરિવાર વિખેરાયો... પતિ અને પ્રેમિકાએ મળી કરી પત્નીની હત્યા... હત્યાને અકસ્માતમાં ખપાવવાની કરી કોશિષ... જો કે પકડાઈ ગયા બંને આરોપી... પોપટની જેમ કબુલી હત્યા
Trending Photos
Morbi News : ફરી એકવાર આડાસંબંધે લીધો છે એકનો ભોગ. જીહાં પોતાના પ્રેમસંબંધમાં આડખીલી રુપ પત્નીને પતાવવા પતિ અને તેની પ્રેમિકાએ પહેલાતો પત્નીને મોતને ઘાટ ઉતારી ત્યારબાદ તેના મોતને અકસ્માતમાં ખપાવવાની કોશિશ કરી. પરંતું બંનેની આ ખોટી કહાની વધુ ન ચાલી અને આવી ગયા પોલીસ સકંજામાં. શું હતી આખીયે ઘટના જોઈએ આ રિપોર્ટમાં..
મોરબીના જાંબુડીયા ગામની સીમમાં સીરામીક કારખાનાનું આવેલ છે તેના લેબર ક્વાર્ટરમાં યુવાન તેની પત્ની અને પ્રેમિકાની સાથે રહેતો હતો જો કે યુવાન અને તેની પ્રમિકાને યુવાનની પત્ની પ્રેમમાં આચખીલી સ્વરુપ લાગતા બંનેએ મળીને તેની હત્યા કરી નાખી..અને હત્યાને અકસ્માતમાં ખપાવવાની કોશિશ કરી પરંતું મૃતકના પિતાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા અને પોલીસ દ્વારા તપાસ કરતા આ અકસ્માત નહીં પરંતું હત્યા હોવાનું સામે આવતા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે..
મૂળ એમપીનો રહેવાસી રાહુલ નાયક તેની પત્ની પાયલ ઉર્ફે રાની અને તેની પ્રેમિકા રેવાલી સાથે એક જ કવાર્ટરમાં રહેતો હતો. રાહુલને રેવાલી સાથે આડા સંબંધ હતા જેના લીધે તે પોતાની પત્ની પાયલને તેની સાથે રાખવા માંગતો ન હતો જેથી રાહુલ અને તેની પ્રેમિકાએ મળીને તેને આડ ખીલલી બની રહેલ રાહુલની પત્ની પાયલનું ગળું દબાવીને તેની હત્યા કરી નાંખી. અને ત્યારબાદ પાયલની લાશને દોરડાથી બાંધીને ઓરડીની પાછળના ભાગે ઉતારી દીધી. બંનેએ કહાની ઘડી અને પોલીસને જણાવ્યું કે પત્નીને ઉલ્ટી થઈ રહી હતી તે સમયે તે નીચે પડી ગઈ અને નીચે પટકાતા તેનું મોત થયું. જ્યારે સવારે તેઓ નીચે ગયા ત્યારે જ તેમને આ ઘટનાનો ખ્યાલ આવ્યો. આમ ખોટી માહિતી આપી બંનેએ પોલીસને ગુમરાહ કરવાની કોષિષ કરી જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવતા જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું જેમાં પત્નીના ગળા પર ટુંપો દીધાના નિશાન મળી આવ્યા જ્યારે કે તેના શરીર પર પણ માર મારેલાના નિશાન મળી આવ્યા આ સિવાય તેના નીચે પટકાવવાથી થયેલા મોતના એક પણ લક્ષણ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે ન આવ્યા જેથી પોલીસે આકરી પૂછપરછ કરતા બંને એ જ પાયલબેનની હત્યા કરી હોવાની કબૂલાત કરી.
- રાહુલ પત્ની પાયલ અને પ્રેમિકા સાથે એક જ કવાર્ટરમાં રહેતો
- રાહુલને રેવાલી સાથે આડા સંબંધ હતા
- પત્ની પાયલને તેની સાથે રાખવા માંગતો ન હતો
- રાહુલ અને તેની પ્રેમિકાએ પાયલનું ગળું દબાવી હત્યા કરી નાખી
- પાયલની લાશને દોરડાથી બાંધીને ઓરડીની પાછળના ભાગે ઉતારી
- હત્યાને અકસ્માતમાં ખપાવવાની કોશિષ કરી
- પત્નીને ઉલ્ટી થઈ રહી હતી તે સમયે તે નીચે પડી ગઈ
- નીચે પટકાતા તેનું મોત થયું
- સવારે તેમને આ ઘટનાનો ખ્યાલ આવ્યો
- પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યાનો થયો ખુલાસો
આમ આડા સંબંધે વધુ એક પરિવારને વેર વિખેર કર્યો જ્યાં પતિ અને તેની પ્રેમિકાએ પત્નીને પતાવી સંબંધનો કાંટો દુર કરવાની કોશિષ કરી તેમનો તો પ્લાન હતો કે પાયલને મોતને ઘાટ ઉતારી બંને સુખી જીંદગી સાથે જીવશે પણ તેમના આ મનસૂબા પાર ન પડ્યા અને આખરે તેઓ આવી ગયા પોલીસ સકંજામાં ત્યારે હાલ તો મોરબી પોલીસે બંને હત્યારોની ધરપકડ કરી તેમના વિરુધ્ધ કાર્યવાહી શરુ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે